બારડોલી: બારડોલી ટાઉન પોલીસમથક અંતર્ગત આવતા તેન ગામની ચાણક્યપુરી સોસાયટીમાં ટોળાં દ્વારા માર મારવાની ઘટના સામે આવી છે. ચાર શંકાસ્પદ ઇસમને ચોર...
હિમાચલ પ્રદેશમાં ચોમાસાની મોસમ દરમિયાન અવિરત વરસાદ અને ભૂસ્ખલનને પગલે ૩૨૮ લોકોનાં મોત થયાં છે. હિમાચલ પ્રદેશમાં આ વર્ષે બીજી વાર વરસાદની...
સુરત: (Surat) સુરત સહિતના ગુજરાતના (Gujarat) પેસેન્જરોને (Passengers) ધ્યાનમાં રાખીને પશ્ચિમ રેલવે (Railway) ભારત ગૌરવ ટ્રેન દિવ્ય દક્ષિણ દર્શન યાત્રા ટ્રેન દોડાવશે....
સુરત: (Surat) અમદાવાદ-મુંબઈ હાઈસ્પીડ રેલ કોરીડોર અંતર્ગત બુલેટ ટ્રેન પ્રોજેક્ટનું (Bullet Train Project) કામ રોકેટ ગતિએ ચાલી રહ્યું છે. ત્યારે કામમાં વધુ...
ભારત: હંમેશા પોતાના નિવેદનોને કારણે ચર્ચા જગાવનારા પાકિસ્તાનના (Pakistan) માજી ઝડપી બોલર શોએબ અખ્તરે (Shoaib akhtar) કહ્યું છે કે પાકિસ્તાની ક્રિકેટર્સનું (Cricketers)...
વડોદરા: વડોદરાના (Vadodara) સિંધરોટની કોતરમાંથી ડ્રગ્સ (Drugs) બનાવવાની ફેક્ટરી એટીએસની (ATS) ટીમે ઝડપી પાડી હતી. જેમાં મેફેડ્રોન તથા એમડી બનાવવા માટે તૈયાર...
ગુજરાત: સમગ્ર ભારત (India) દેશમાં ચોમાસામાં (Monsoon) વરસાદી કહેરની અસર જોવા મળી છે. ગુજરાતમાં (Gujarat) પણ વરસાદે બારે મેઘ ખાંગા કર્યા હતા....
ગાંધીનગર: (Gandhinagar) પીએમ નરેન્દ્ર મોદીએ (PM Modi) વીડિયો કોન્ફરસના (Video Conference) માધ્યમથી ગુજરાતનાં ગાંધીનગરમાં આયોજિત જી20 સ્વાસ્થ્ય મંત્રીઓની (Health Ministers) બેઠકને સંબોધન...
નવી દિલ્હી: ભારતની (India) પ્રથમ 3D પ્રિન્ટેડ (3D print) પોસ્ટ ઓફિસ (Post office) સાયબર સિટી બેંગલુરુમાં (Bengaluru) ખુલી છે. કેન્દ્રીય રેલ્વે મંત્રી...
પલસાણા: (Palsana) દારૂના (Alcohol) વેપલામાં હવે મહિલાઓ પણ કોઈ બુટલેગરથી પાછળ નથી રહી ત્યારે પલસાણામાં એક સાથે ચાર મહિલાઓને પોલીસે (Police) નેશનલ...
નવી દિલ્હી: ભારતીય (India) બજારમાં એકથી વધુ ઈલેક્ટ્રિક કાર (Electric Car) સતત લોન્ચ (Launch) થઈ રહી છે. દરમિયાન જર્મનીની અગ્રણી ઓટોમોબાઈલ (Automobile)...
મુંબઇ: હાલ બોક્સ ઓફિસ (Box Office) પર ગદર 2 અને OMG 2 બંને ફિલ્મો વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું છે. જો કે ‘ગદર...
સુરત: સચિન (Sachin) વાંઝ (Vanz) ગામે આવેલી બેંક ઓફ મહારાષ્ટ્રમાં (BankOfMaharashtra) મોઢા પર રૂમાલ બાંધી હેલ્મેટ પહેરી પિસ્ટલ (Pistol) વડે ધોળા દિવસે...
નવી દિલ્હી: સુપ્રીમ કોર્ટે (Supreme court) 1995ના ડબલ મર્ડર (Double murder case) કેસમાં રાષ્ટ્રીય જનતા દળના (RJD) નેતા પ્રભુનાથ સિંહને દોષિત જાહેર...
નવી દિલ્હી (NewDelhi): આઈસીસી વન ડે ક્રિકેટ વર્લ્ડ કપ 2023 (ICC ODI World Cup 2023) આડે હવે વધુ સમય બાકી રહ્યો નથી....
અંકલેશ્વર: અંકલેશ્વર (Ankleshwar) ખાતે રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ (CM Bhupendra Patel) અને નાણાં મંત્રી કનુ દેસાઈના (Finance Minister of Gujarat Kanubhai Desai)...
નવી દિલ્હી: વિક્રમ લેન્ડરના ડિબૂસ્ટિંગનો પ્રથમ તબક્કો પૂર્ણ થઈ ગયો છે. ડીબૂસ્ટિંગનો આગળનો તબક્કો 20 ઓગસ્ટે થશે. આ અવસર પર ઈસરોએ કહ્યું...
સુરત: (Surat) શહેરમાં શાહરૂખ ખાન (Shahrukh Khan) બનીને ફરતા અધેડને પોલીસે (Police) દબોચી લીધો હતો. સુરતમાં ડુપ્લિકેટ શાહરુખ બનીને ફરતો અને સોશિયલ...
નવી દિલ્હી (New Delhi): પાકિસ્તાની (Pakistan) સીમા હૈદરના (SeemaHaider) પ્રેમી સચિનને ‘લપ્પુ સા સચિન, ઝિંગુર સા લડકા’ કહેનાર ‘વાઈરલ ભાભી’ (ViralBhabi) મિથિલેશ...
નવી દિલ્હી(NewDelhi): લોન ટ્રેપમાં (LoanTrap) ફસાઈને અનેક લોકોના જીવન બરબાદ થઈ જાય છે. આવા અનેક કિસ્સા સામે આવ્યા બાદ રિઝર્વ બેન્ક ઓફ...
ગઈકાલથી જ શ્રાવણ મહિનો શરૂ થઈ ગયો છે. હવે તો શ્રાવણમાં શિવજીની ભક્તિમાં એક અલગ ટ્રેન્ડમાં જોવા મળી રહ્યો છે. તે છે...
એક જમાનો એવો હતો કે જ્યારે દેશી જડીબુટ્ટીઓ અકસીર ઈલાજ માટે પ્રચલિત હતી. એ સમયે સુરતમાં વૈદ્ય, હકીમોની બોલબાલા હતી. શહેરનો વિસ્તાર...
માંડવી: માંડવીના (Mandvi) અરેઠ ગામે (Areth Village) કપિરાજનો (Monkey) આતંક વધી રહ્યો છે. મંદિરે બેઠેલી મહિલા ઉપર કપિરાજે હુમલો (Attack) કરતાં હાથમાં...
સાંપ્રત યુગમાં સારો, સાચો માણસ શોધ્યો જડતો નથી ત્યાં માનવતાની વાતો કરવી મુશ્કેલ છે. આજે માણસાઈનો દુકાળ પ્રવર્તે છે. માણસને એકમેક પ્રતિ...
ઔદ્યોગિકીકરણ અને આર્થિક વિકાસના ખ્યાલોથી પ્રભાવિત ગુજરાતની વેપારી પ્રજા તથા સરકાર ખેતીના ક્ષેત્ર પર ઉપેક્ષા સેવે છે. ગુજરાતમાં પચાસ લાખ ખેડૂતનાં પરિવારોમાં...
દુનિયાના નકશા ઉપર પાકિસ્તાન એક નાસુર બનીને ઉભર્યું અને આખી દુનિયામાં ઇસ્લામી આતંકવાદ ફેલાયો. ભારત પાસે કાશ્મીર પડાવી લઇ ભારતને તબાહ કરવાની...
એક દિવસ ગુરુજીએ આશ્રમમાં કહ્યું, ‘આપણો સૌથી મોટો દુશ્મન કોણ છે?’ ગુરુજીના સૌથી હોંશિયાર ગણાતાં શિષ્યે વિનયથી ઊભા થઈ તરત જ જવાબ...
નવી દિલ્હી(NewDelhi): આજે શુક્રવારે સવારે દિલ્હી એરપોર્ટ (Delhi Airport) પર પાર્ક એક ડોમેસ્ટીક ફ્લાઈટમાં બોમ્બ (Bomb) હોવાની ધમકી (Threat) મળતા અફરાતફરી મચી...
સુરત (Surat): ભટાર (Bhatar) ખાતે રહેતી અને ધોરણ 10માં (SSC) અભ્યાસ કરતી સગીરા (Teenage Girl) સાથે વિધર્મી યુવકે લગ્ન કરવાની લાલચ આપી...
અપેક્ષાનું ભારણતાજેતરમાં આપણા ચિત્તમાં ખળભળાટ મચાવતી ઘટનાઓ આપણા સમાજમાં ઘણા સમયથી આકાર લઈ રહી છે. ખાસ કરીને જાન્યુઆરીથી મે આ ઘટનાઓ આકાર...
રસોડાની ટાઇલ્સ નીચે દારૂ! બુટલેગરનો ચોંકાવનારો નવો કીમિયો
સચિન તેંડુલકરે લિયોનેલ મેસ્સીને વર્લ્ડ કપ જર્સી ભેટમાં આપી: મેસ્સીએ મુંબઈમાં ત્રિરંગો પકડ્યો
મ્યુલ એકાઉન્ટ ખોલવાના બહાને ઠગાઈ: વધુ 8 લોકો વિરુદ્ધ ગુનો દાખલ
સ્માર્ટ સિટીમાં પાણીનો ‘સત્યાનાશ’: ખિસકોલી સર્કલ પાસે હજારો લિટર પાણી બરબાદ, નિંદ્રાધીન તંત્ર સામે આક્રોશ
લગ્નની શરણાઈઓ પર લાગશે વિરામ: 16 ડિસેમ્બરથી ‘ધનાર્ક કમુરતા’ શરૂ થશે
દાહોદ સ્માર્ટ સિટી યોજના ખામીભરી: સુખદેવકાકા કોલોનીમાં ગટર ઉભરાઈ, ઘરોમાં ઘુસ્યું ગંદું પાણી
અંડર-19 એશિયા કપમાં ભારતે પાકિસ્તાનને હરાવ્યું: 90 રનથી મેચ જીતી
ઓપરેશનલ કારણોસર દિલ્હી ફ્લાઈટ રદ, મુસાફરો અટવાયા
પાલિકા તંત્રની બેદરકારી સામે વડોદરાના નાગરિકોનો આક્રોશ: રોડ ન બનતા જાતે જ ‘ખાતમુહૂર્ત’ કર્યું
હવામાનમાં બદલાવને કારણે ઠંડીની અસરમાં ઉતાર-ચઢાવ : લઘુતમ તાપમાન 12.4 ડિગ્રી
ભારત, ફ્રાન્સ અને બ્રિટન સહિત ઘણા દેશોએ ઓસ્ટ્રેલિયા આતંકવાદી હુમલાની કડક નિંદા કરી
દાહોદના સ્ટેશન રોડ પર ખોદેલા ખાડામાં મોપેડ પડતા મહિલા સહિત ત્રણને ઈજા
ડભોઇથી ચોરાયેલી મોટરસાયકલ સાથે ભાગતા યુવકનો અકસ્માત
બોડેલીના અલીખેરવા વિસ્તારમાં નર્મદા વસાહતના મકાનમાં ઉંદરે લગાડી આગ
સિંગવડના બારેલા ગામે આગથી બળેલા મકાનોની સાંસદ જશવંતસિંહ ભાભોરે મુલાકાત લીધી
ન્યાય મંદિર-દૂધવાલો મહોલ્લા પાસે ટ્રાફિક જામઃ તંત્ર જાગે નહિ તો આંદોલન!
ઓવરલોડેડ ગાડીમાં કચરો એકત્ર કરતી મહિલાનો જીવ જોખમમાં
કપડવંજના ફતિયાવાદમાં દીપડાની આશંકા: બે પશુઓનું મારણ, ગ્રામજનોમાં ફફડાટ
કાલોલના હિંમતપુરા નજીક હાઈવે પર ટેન્કર–ઇકો ગાડી વચ્ચે ભીષણ અકસ્માત, પાંચ ઈજાગ્રસ્ત
અફવા કે ફેક્ટ? હાઈકોર્ટનો લેખિત ઓર્ડર ન આવે ત્યાં સુધી પ્રમુખપદ નિલ સોની પાસે યથાવત્
એક હજાર કરોડના સાયબર ફ્રોડ પાછળ ચીની નાગરિકો અને કંપનીઓનો હાથ, CBIએ ચાર્જશીટ દાખલ કરી
કોંગ્રેસની રેલીમાં PM મોદી વિરુદ્ધ વિવાદાસ્પદ સૂત્રોચ્ચાર, ભાજપે કહ્યું- ઘુસણખોરોની સેવા કરતા રહો
ઓસ્ટ્રેલિયામાં સિડનીના બોન્ડી બીચ પર ભીષણ ગોળીબાર: 11ના મોત, અનેક લોકો ઘાયલ
પંકજ ચૌધરી બન્યા ઉત્તર પ્રદેશ ભાજપના નવા અધ્યક્ષ
વડોદરામાં ‘ગ્લોબલ હિન્દુ વૈષ્ણવ પ્રેરણા મહોત્સવ’ની ભવ્ય ઘોષણા
વડોદરામાં યોજાયેલી “સાડી ગૌરવ રન”માં 4 હજારથી વધુ મહિલાઓએ ભાગ લઈ આકર્ષણ જમાવ્યું
સાડી ગૌરવ મેરેથોનમાં બી.એ.પી.એસ. મહિલાઓની ઉત્સાહભરી ભાગીદારી
સાડી ગૌરવ રનમાં પર્ફોર્મિંગ આર્ટ્સ ફેકલ્ટીની અનોખી સાંસ્કૃતિક ભાગીદારી
સુરતના સેન્ટ્રલ ઝોનમાં આગામી 2 દિવસ પાણીકાપ, 4 લાખ જેટલી વસ્તીને સીધી અસર થશે
અમેરિકાની બ્રાઉન યુનિવર્સિટીમાં અંતિમ પરીક્ષા દરમિયાન ગોળીબાર થયો, 2ના મોત
બારડોલી: બારડોલી ટાઉન પોલીસમથક અંતર્ગત આવતા તેન ગામની ચાણક્યપુરી સોસાયટીમાં ટોળાં દ્વારા માર મારવાની ઘટના સામે આવી છે. ચાર શંકાસ્પદ ઇસમને ચોર જાણીને ટોળાએ ઢોર માર મારતાં ચકચાર મચી ગઇ હતી. પોલીસે બંને ઇસમનો કબજો લઈ પૂછપરછ હાથ ધરી હોવાનું જાણવા મળે છે.
તેનના ચાણક્યપુરી વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી ચોર આવતા હોવાની વાતથી રહીશો રાત્રિ ફેરી ફરી રહ્યા છે. થોડા દિવસ પહેલાં ચોર ટોળકીએ રાત્રિ દરમિયાન ચોરીનો પ્રયાસ કરી સ્થાનિકો પર પથ્થરમારો પણ કર્યો હતો. ચોરની બૂમ વચ્ચે ચાણક્યપુરી અને આજુબાજુની સોસાયટીના રહીશો રાત્રિ ફેરી ફરી ચોરો સામે રક્ષણ મેળવવાનો પ્રયાસ કરી રહ્યા છે.
ત્યારે શુક્રવારે રાત્રે 8.30 વાગ્યાની આસપાસ ચાણક્યપુરી વિસ્તારમાં સિદ્ધેશ્વર પાર્ક સોસાયટીની પાછળ ચાર અજાણ્યા શખ્સ નજરે પડ્યા હતા.
સ્થાનિકોએ આ ચાર શંકાસ્પદ ઈસમોને પકડી ચોર સમજીને ઢોર માર માર્યો હતો. જો કે, આ બંને ઈસમ ચોર છે કે કેમ તે હજી સુધી નક્કી થઈ શક્યું નથી. તેમ છતાં બંને ટોળાનો ભોગ બન્યા હતા. ઘટનાની જાણ થતાં જ ટાઉન પોલીસ સ્થળ પર પહોંચી હતી અને ચારેય ઇસમોનો કબજો મેળવ્યો હતો. તેમને સારવાર માટે સરકારી હોસ્પિટલમાં લઈ જવાયા હતા. પોલીસે તમામ ઈસમોની પૂછપરછ શરૂ કરી હોવાનું જાણવા મળી રહ્યું છે. પ્રાથમિક પૂછપરછમાં ચારેય યુવકે માછલી પકડવા આવ્યા હોવાનો ખુલાસો પોલીસ સમક્ષ કર્યો હતો. મોબલિંચિંગ જેવી ઘટનાએ આકાર લેતાં પોલીસ પણ દોડતી થઈ ગઈ હતી.
‘ચોર આવ્યો ચોર આવ્યો’ની પોસ્ટ પણ વાયરલ થાય છે
ચાણક્યપુરી વિસ્તારમાં છેલ્લા કેટલાક દિવસથી ચોરની બૂમો પડી રહી છે ત્યારે લોકો પોતાની સલામતી માટે રાત્રિ ફેરી ફરી રહ્યા છે. જો કે, કેટલાક આગેવાનો રોજેરોજ ‘ચોર આવ્યો ચોર આવ્યો’ની પોસ્ટ સોશિયલ મીડિયામાં ફોટો સાથે શેર કરતા હોય, તેના કારણે વિસ્તારનું વાતાવરણ ગરમાય છે. જેનો ભોગ શંકાસ્પદ ઈસમો બન્યા હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે. ત્યારે મોબલિંચિંગ જેવી ઘટના માટે જવાબદાર કોણ?
ટોળાનો ભોગ બનનારા ઈસમો
ઈશ્વર પુને પવાર, રવિ દાસુ ગામીત, ચીમન શિવરામ પવાર, ગુલાબ જીવણ પવાર (તમામ રહે., સિવિલ કોર્ટની સામે ખાડામાં, બારડોલી)