આપણે જગતને જે જે આપીએ છીએ તે તે જગત આપણને બમણું કરીને આપે છે. સામાન્ય રીતે દરેક સંબંધો આજે ‘give and take’ પ્રકારનાં બની ગયાં છે. આપણે આપણાં વર્તન – વ્યવહારો દ્વારા બીજાને ખુશી-શાંતિ, પ્રેમ, કરુણા આપીએ છીએ, કયાંક મુશ્કેલીમાં બીજાને મદદ કરીએ છીએ, કોઇકને વસ્તુઓ આપી મદદરૂપ થઇએ છીએ – આ બધું જ આપણને જે તે સમયે જગતમાંથી ડબલ થઇને પાછું મળે છે. હા, આપનાર વ્યકિત ગમે તે હોઇ શકે. તે તમારી સાથે ઋણાનુબંધથી જોડાયેલી ન પણ હોય. આજે માનવીની ખોજ શાંતિની છે અને પ્રયત્નો અશાંતિના. બારણે બાવળનું ઝાડ વાવવું છે અને ઇચ્છા કેરી ખાવાની! પોતાનાં વર્તન વ્યવહારો દ્વારા બીજાને જાણ્યે-અજાણ્યે દુ:ખી કરવાં છે અને ઇચ્છા છે સુખી થવાની. જેવું વાવીશું તેવું લણીશું. આ સંદર્ભમાં પંકિત છે કે ‘દિવસભરની ઘટમાળ જાણે મુકદ્મો, નિંદર ને હું ચુકાદો ગણું છું.’
સુરત – વૈશાલી જી. શાહ- આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.
પાછા ફરવાનો નિયમ: આપવું તેનાથી બમણું મેળવવું
By
Posted on