સંતરામપુર : મહિસાગર જીલ્લાના સંતરામપુર તાલુકાની સરકારી સ્ટેટ હોસ્પિટલમાં ઓક્સીજન પ્લાન્ટનું લોકાર્પણ રાજય કક્ષાના શિક્ષણ મંત્રી કુબેરભાઈ ડીંડોરના હસ્તે કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે તેઓએ જણાવ્યું હતું કે, ઓક્સીજન પ્લાન્ટનું ક્ષમતાં 0.94 મેટ્રીક ટન છે. જેના દ્વારા દર મિનિટે 500 લીટર ઓકસીજન જરુરીયાતમંદ દદીંઓને આપી શકાશે. જે એક સાથે સો દાખલ દર્દીઓને ઓકસીજન પુરો પાડી શકાશે. આ પ્રસંગે વધુમાં કુબેરભાઇ ડીંડોરે જણાવ્યું હતું કે, કોરોનાની બીજી લહેર દરમિયાન ડીસીએચસી સંતરામપુર ખાતે કોરોનાના દર્દીઓ સારવાર માટે અને આઈપીડી (ઈન્ડોર) ખાસ સુવિધા રાજય સરકારે ઉપલબ્ધ કરી હતી. આ હોસ્પિટલના ડોકટરોને સ્ટાફે કોરોનાના કપરાં સમયમાં દર્દીઓની સારી સારવાર કરતાં તેમનું સન્માન કરવામાં આવ્યું હતું.
સમગ્ર રાજ્યમાં આજે પીએમકેર અંતર્ગત ભરૂચ, પાટણ, પાલનપુર, થરાદ, ખેડબ્રહ્મામાં, ભીલોડા, માણસા, વડનગર, ગોધરા, સંતરામપુર, ગરૂડેશ્વર, ન્યુ સિવિલ હોસ્પિટલ વિગેરે સ્થળે ઓક્સિજન પ્લાન્ટનું લોકાર્પણ કર્યું હતું. આ પ્રસંગે જીલ્લા વિકાસ અધિકારી મહિસાગર જીલ્લા પંચાયત પ્રમુખ, મુખ્ય જીલ્લા આરોગ્ય અધિકારી અને જીલ્લા ભાજપ પ્રમુખ દશરથભાઈ બારીયા, જીલ્લા આરોગ્ય સમિતિના ચેરમેન, સંતરામપુર પ્રાન્ત અધિકારી ને પ્રમુખ તાલુકા પંચાયત સંતરામપુર, પ્રમુખ નગરપાલિકા સંતરામપુર, તાલુકા ભાજપ સંગઠનનાં હોદ્દેદારો, પદાધિકારો વિગેરે મોટી સંખ્યામા હાજર રહ્યાં હતાં.