કેન્દ્ર સરકાર(CENTRAL GOVT)ના ઉપરાજ્યપાલ(LG)ની સત્તા વધારનારા બિલના વિરોધમાં સમગ્ર ગુજરાત રાજ્યમાં વિરોધ પ્રદર્શન(PROTEST)નું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સુરત સહિત ગુજરાતભરના તમામ 33 જિલ્લાઓમાં આક્રોશ પ્રદર્શન કરી કેન્દ્ર સામે દેખાવ કર્યો હતો. સુરત(SURAT)ના રિંગરોડ સ્થિત વનિતા વિશ્રામ ગ્રાઉન્ડના ગેટ સામે આમ આદમી પાર્ટીના(AAP)ના સુરત શહેરના પદાઘીકારીઓ અને કાર્યકરો દ્વારા શનિવારના રોજ હાથમાં બેનરો સાથે સૂત્રોચ્ચાર કરી આક્રોશ ઠાલવવામાં આવ્યો હતો.
આપનું કેહવું છે કે કેન્દ્ર સરકાર એટલે કે દિલ્હીના CM કેજરીવાલને ચૂંટણીમાં પરાસ્ત ન કરી શક્યા અને ભવિષ્યમાં પરાસ્ત કરી શકાશે નહીં એવી ગળા સુધી ખાતરી થવાથી વડાપ્રધાન હવે LG મારફતે કેજરીવાલની પાંખો કાપી લેવા આતુર બની ગયા છે ! માટે જ દિલ્હીના બોસ કોણ : CM કે LG? જેવા બેનરો હાથમાં લઇ સરકારને યાદ કરાવવા આ દેખાવ જરૂરી છે. દેશની રાજધાની દિલ્હીમાં હવે મુખ્યમંત્રીને શહેરના ‘મેયર’ જેટલી જ સત્તા રહેશે; એટલે કે નામની જ સત્તા રહેશે !
ઉલ્લેખનીય છે કે આ બિલ આવ્યા બાદ આખરી નિર્ણયો CM નહી પણ LG- લેફ્ટનન્ટ ગવર્નર-ઉપરાજ્યપાલ લેશે ! 15 માર્ચ 2021ના રોજ સંસદમાં ‘દિલ્હી રાષ્ટ્રીય રાજધાની ક્ષેત્ર શાસન સંશોધન વિધેયક-2021’ કેન્દ્ર સરકારે રજૂ કર્યું છે ! આ બિલ મંજૂર થતાં ‘નોમિનેટેડ’ LG પાવરફૂલ બનશે; અને ઈલેકટેડ CM સત્તાહીન બનશે ! સવાલ એ છે કે લોકશાહીમાં સર્વોચ્ચ કોણ; નોમિનેટેડ કે ઇલેકટેડ? ત્યારે સુરતના આપના કોર્પોરેટર પાયલ સાકરિયા જણાવે છે કે ગુજરાતના લોકો “આપ”ને ચાહે છે એનો બદલો દિલ્હીના લોકો પાસેથી શા માટે લીધો અમિત શાહ જી? ભાજપ સરકાર કેજરીવાલ સરકારના સારા કામોની નોંધ આખા દેશમાં લેવાઈ રહી છે તેથી ડરી રહી છે જેથી દિલ્હીમાં LGને આગળ કરીને જનમતને દબાવવાનું કામ કરીને લોકશાહીની હત્યા કરી રહી છે :
LG બિલની મુખ્ય જોગવાઈઓ
- મંત્રીમંડળ જે નિર્ણય કરે તે નિર્ણય લાગુ પાડતા પૂર્વે LGની ‘સલાહ’ લેવી પડશે
- LGએ બાબતો નક્કી કરશે કે કઈ કઈ બાબતોમાં પોતાની સલાહ લેવી
- દિલ્હી વિધાનસભાએ બનાવેલ કોઈ પણ કાયદામાં ‘LG’નું માનવાનું રહેશે
- દિલ્હી વિધાનસભા કે તેની કોઈ સમિતિ વહીવટી નિર્ણયોની તપાસ કરી શકશે નહીં; આવા નિયમો બનાવેલ હોય તે બધા રદ થઈ જશે
- દરેક ફાઈલ LG પાસે જશે. દિલ્હી વિધાનસભા; LGને પૂછ્યા વિના કોઈ કાયદો કે નિયમો બનાવી શકશે નહીં
- દિલ્હી વિધાનસભાએ પસાર કરેલ બિલને LG મંજૂરી નહી આપે જે વિધાનસભાના ક્ષેત્ર બહારનું હોય ! આવા બિલને LG રાષ્ટ્રપતિની વિચારણા માટે રીઝર્વ રાખી શકશે
- દિલ્હી વિધાનસભાનું કામકાજ લોકસભાના નિયમો મુજબ ચાલશે. વિધાનસભામાં જે વ્યક્તિ હાજર ન હોય; તેની આલોચના કરી શકાશે નહીં