Madhya Gujarat

દાહોદ જિલ્લામાં રોગચાળો બેકાબૂ હોસ્પિટલો દર્દીઓથી ઉભરાઇ

દાહોદ: દાહોદ શહેર સહિત જિલ્લામાં ડેન્ગ્યુ, મલેરીયા જેવા પાણીજન્ય રોગોએ માથું ઉચક્યું છે ત્યારે દાહોદ આરોગ્ય વિભાગ ડેન્ગ્યુ જેવા રોગોને જાણે નાથવામાં સંદરત નિષ્ફળ નીવડી રહ્યું છે. દાહોદની હોસ્પિટલો હાઉસફુલ થઈ ગઈ છે જ્યાં જુઓ ત્યાં ડેન્ગ્યુના કેસો જાેવા મળી રહ્યાં છે ત્યારે આરોગ્ય તંત્ર સફાળે જાગી આરોગ્યલક્ષી કામગીરી કરે તે અત્યંત આવશ્યક બન્યું છે. વર્ષાઋતુ લગભગ હવે વિદાય લઈ રહી છે પરંતુ બેવડી ઋતુના કારણે હાલ દાહોદ શહેર સહિત જિલ્લામાં ડેન્ગ્યું, મલેરીયા જેવા રોગોએ ભરડો લેતાં લોકો હેરાન પરેશાન થઈ રહ્યાં છે.

માત્રને માત્ર આરોગ્ય વિભાગ કામગીરી કરતી હોવાની મોટી મોટી ગુલબાંગો પોકારી રહી હોય તેમ લાગી રહ્યું છે. જાણવા મળ્યાં અનુસાર, દાહોદ તાલુકામાં ૨૫૦ ડેન્ગ્યુના કેસો છે અને તેમાંય દાહોદ શહેરના ૧૦૬ કેસોનો સમાવેશ થાય છે. દાહોદ શહેરની સરકારી હોસ્પિટલોથી લઈ ખાનગી હોસ્પિટલો દર્દીઓની ભરમારથી હાઉસફુલ થઈ ગઈ છે અને તેમાંય મોટાભાગના કેસો ડેન્ગ્યુ, મલેરીયાના કેસોના દર્દીઓ જાેવા મળી રહ્યાં છે.

આરોગ્ય વિભાગની ટીમો દ્વારા માત્રને માત્ર જાણે કાગળ પરજ કામગીરી કરતાં હોય તેમ લાગી રહ્યું છે. નિરંતર ફોગીંગ પણ કરવામાં આવતું હોવાનું સામે આવ્યું નથી. આરોગ્ય લક્ષી કામગીરી પણ જાેવા મળતી નથી. દાહોદ શહેર સહિત જિલ્લાવાસીઓમાં આરોગ્ય વિભાગની નબળી કામગીરીને પગલે પણ અંદરો અંદર આક્રોશ જાેવા મળી રહ્યો છે. વરસાદી માહોલ વચ્ચે ગટરના ગંદા પાણી રસ્તાઓ ઉપર ફરી વળ્યાં છે અને જેને પગલે ઠેર ઠેર ખાડા, ખબોચીયા જેવો ઘાટ પણ સર્જાયો છે અને આવા ખાડા, ખબોચીયામાં પાણી એકઠું થતાં ડેન્ગ્યું જેવા મચ્છરો પણ વધ્યાં છે જ્યાં જુઓ ત્યાં ગંદકીનું સામ્રાજ્ય જાેવા મળી રહ્યું છે. નિયમની સાફ સફાઈ પણ કરાતી ન હોવાની લોકોમાં બુમો ઉઠવા પામી છે ત્યારે આ સમગ્ર મામલે પ્રજાહિતના આરોગ્યને ધ્યાનમાં રાત્રી સંલગ્ન તંત્ર દ્વારા કામગીરીનો આરંભ કરવામાં આવે તે અત્યંત આવશ્યક છે.

Most Popular

To Top