Charchapatra

યુવાનોમાં જીમની હદ બહારની ઘેલછા

કેટલાક વખત પહેલાં અભિનેતા સિદ્ધાર્થ શુક્લાનું અકાળે અવસાન થયું અને હાલ તેના જેવા જ સંજોગોમાં દક્ષિણના અભિનેતા શ્રી પુનિત રાજકુમાર ૪૬ વર્ષ ની ઉંમરે જ જીમમાં જ કસરત કરતાં ઢળી પડ્યા અને અવસાન પામ્યા. આ બન્ને દુઃખદ પ્રસંગો યુવાનો માટે લાલબત્તી રૂપ છે . તેઓએ સમજવું જોઈએ કે હદ બહારની કસરત કેટલી ભયજનક નીવડી શકે છે. સવાલ એ થાય છે કે જીમ ટ્રેનરો કોઈ પણ નવાગંતુક ઘરાક પાસે તેનો મેડિકલ રિપોર્ટ લઈને આવવાનો આગ્રહ કરે છે અને કસરતો તેની ક્ષમતા પ્રમાણે સૂચવે છે ? કે પછી બધાને એકી લાકડીએ હાંકે છે ?  અને એક ચોક્કસ સમય પર મેડિકલ રિપોર્ટ ફરી કઢાવવાનો આગ્રહ રાખે છે ? જો આમ નહીં થતું હોય તો જીમ ટ્રેનરો આ પ્રકારનાં અપમૃત્યુ માટે જવાબદાર ગણાય કે નહીં ? આ જ વાત કેટલાક કહેવાતી હર્બલ ટોનિકના પ્રચારકોને પણ લાગુ નહીં પડે, જેઓ દરેક પોતાના નવા બનાવેલા ઘરાકને પોતાનાં બે કે ત્રણ ઉત્પાદનો પર ચડાવે છે જાણે લાખ દુઃખો કી ત્રણ દવા. પછી ઘરાક સ્થૂળ હોય કે પાતળો હોય.
નાનપુરા સુરત            – પિયુષ મહેતા         – આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top