રાંદેર વિસ્તારમાં લોકલ ટ્રાન્સમિશનનના કેસો સામે આવી રહ્યા છે. જેના પગલે રાંદેર વિસ્તારને માસ કોરેન્ટાઈન પણ જાહેર કરી દેવામાં આવ્યો છે. આજે પણ શહેરમાં રાંદેર વિસ્તારનો એક પોઝીટીવ કેસ સામે આવતા આ વિસ્તારના સ્થાનિક કોર્પોરેટર હેમાલી બોધાવાલા દ્વારા રાંદેર-અડાજણ વિસ્તારના રહેવાસીઓને ઘરમા જ રહેવા માટેનો પત્ર લખી સોશીયલ મીડીયામાં શેર કર્યો છે. જેમાં તેઓએ જણાવ્યું છે કે, રાંદેર-અડાજણવાસીઓ દેશ અને દુનિયા જે વૈશ્વિક મહામારી માંથી ગુજરી રહી છે તે રોજબરોજ વધુ ફેલાઈ રહી છે,આપણા સુરતની વાત કરીયે તો અત્યારે 16 સુરતીઓ આ કોરોના ના ભરડામાં ફસાયા છે.આ બધા દર્દીઓ ને બચાવવા ડોક્ટરો અને વહીવટી તંત્ર 24 કલાક ઝઝૂમી રહ્યું છે.એમાં પણ આપણા રાંદેર-અડાજણ વિસ્તારના 6 લોકો કોરોના પોઝિટિવ નીકળી આવ્યા છે આ આપણા સૌ માટે ખુબજ ગંભીર અને મહત્વના સમાચાર છે.
ચાઇનાના વુહાન શહેરની એક રિપોર્ટમાં કહેવાયું છે કે 1 પોઝિટિવ વ્યક્તિ 3300 લોકોને ચેપ લગાડી શકે છે જો એ ખુલ્લે આમ ફરે તો.આપણા 6 રાંદેરવાસીઓ જે કોરોના ના દર્દી છે તેમના કારણે કોમ્યુનિટી સ્પ્રેડની શક્યતા ઘણી ઘણી વધારે છે આ આપણા માટે એલારામની ઘંટડી છે તે થીજ લોકડાઉનના સમય દરમિયાન ઘર માં રેહવું તેજ તેનો ઉપાય છે. હજુ ઘણા લોકો મોજ મસ્તી,ટાઈમ પાસ અને જરૂરી ચીજ વસ્તુઓના બહાના કરી બહાર નીકળે છે,થોડું ઓછું હશે તો ચલાવી લો અવશકતા થોડી ઓછી કરી દો પણ આપણા મિત્રો કે પરિવાર માં આ કોરોના ઘુસી ગયો તો એના નુકસાનની ભરપાઈ આપણે નહિ કરી શકીયે. આપ સૌન બે હાથ જોડીને વિનંતી કરૂ છું કે, તમે તમારા બાળકો, પરિવાર સાથે ઘરમાં જ રહો.