Gujarat Main

કોરોનામાં રસીકરણ તેજ બન્યું : સવા કરોડ લોકોએ રસી લીધી

રાજ્યમાં કોરોનાના કેસો ઘટયા છે ત્યારે હવે રસીકરણ તેજ બન્યુ છે. જેના પગલે રાજયમાં અત્યાર સુધીમાં સવા કરોડ લોકોએ રસી લીધી છે.

આરોગ્ય વિભાગના સત્તાવાર સૂત્રોએ કહ્યું હતું કે રાજ્યમાં અત્યાર સુધીમાં સવા કરોડ લોકોએ રસી લીધી છે. જેમાં જેમાં પ્રથમ ડોઝનું ૯૯,૪૧,૩૯૧ અને બીજા ડોઝની ૨૬,૩૧,૮૨૦ લોકોએ રસી લીધી છે.

આજે ૧૮થી ૪૪ વર્ષના લોકો પૈકી ૨૭,૨૭૨ લોકોએ પ્રમથ ડોઝની રસી લીધી છે. ૬૦થી વધુ વયના અને ૪૫થી ૬૦ વર્ષના કુલ ૩૬,૧૭૭ વ્યકિત્તઓએ પ્રથમ ડોઝનું અને ૬૭,૩૬૮ લોકોએ બીજી ડોઝની રસી લીધી છે.

Most Popular

To Top