Dakshin Gujarat

ઓલપાડના પરીઆ ગામની સીમમાં H.R.D.હેડ ઉપર હુલલો

દેલાડ: ઓલપાડ (Olpad) તાલુકાના દેલાડ ગામે (Delad Village) જીવનરક્ષા હોસ્પિટલની બાજુમાં આવેલ સાંઇલાલા સોસાયટીના મકાન નં.10માં સંકેતકુમાર ખુમાનસિંહ સોલંકી રહે છે.તે આ વિસ્તારની ફેક્ટરીમાં H.R.D.હેડ (HRD Head) હોવાથી તેણે નરસિંહ નામના શખ્સને ફેક્ટરીમાં કામે લગાડ્યો હતો.જે કામની મજુરી નરસિંહ નામમાં કામદારે તેની પાસેથી લેવાની બાકી હતી.જે બાબતે ગત મંગળવાર,તા.૦૧ ના રોજ બપોરે ૧૨ કલાકના સુમારે ઓલપાડ તાલુકાના પરીઆ ગામની સીમમા મહેક ઇન્ડસ્ટ્રીઝ થી પરીઆ ગામ તરફ જતા ખેતરાડીવાળા રોડ પરથી ફરિયાદી સંકેત સોલંકી જયારે પસાર થઈ રહ્યો હતો,ત્યારે કામદાર નરસિંહએ કટર જેવા તિક્ષ્ણ હથિયાર વડે તથા અજાણ્યા ઈસમે લાકડીના સપાટો મારી સંકેત સોલંકી ઉપર હુમલો (Attack) કરતા તેને મોંઢા,હોઠ ઉપર તથા ગળાના ભાગે ઇજાઓ થઈ હતી આ બનાવની ફરિયાદના આધારે પોલીસે (Police) ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

જંબુસર MLA હુમલા પ્રકરણમાં તેમના સમર્થકોએ ભારે વિરોધ
જંબુસરના ધારાસભ્ય સામે થયેલા ઉમરાના મુદ્દે બુધવારે તેમના સમર્થકો એ પાર્ટી તોડનાર કેટલાક હોદ્દેદારો સામે ભારે નારાજગી ઊભી થઈ હતી જેમાં કથિતપણે ગુજરાત પ્રદેશ મહામંત્રી સંદીપ માંગરોલાને પાર્ટીના હોદ્દા પરથી ઉતારવાની માંગ કરી હતી.સામે વિધાનસભાની ચૂંટણી આવતાં સાથે કેટલાક વિવાદો ઊભા થઈ રહ્યા છે જંબુસરના કોંગ્રેસના ધારાસભ્ય સંજયભાઈ સોલંકી કથિતપણે ખુદ પાર્ટીના જ કેટલાક હોદ્દેદારો દ્વારા હુમલો કરતા તેના ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે. જે મુદ્દે બીજા દિવસે કોંગી ધારાસભ્ય સંજય સોલંકીના સમર્થકોએ મોટી સંખ્યામાં જંબુસર ખાતે આવીને ભારે આક્રોશ સાથે જણાવ્યું હતું કે આ હુમલો પ્રદેશ કોંગ્રેસના મહામંત્રી સંદીપભાઈ માંગરોલાના ઇશારે થતા હોવાથી ખુદ પાર્ટીને નુકસાન થઈ રહ્યું છે.

પ્રદેશ કોંગ્રેસ મહામંત્રીના પદેથી તેમને હટાવવા પ્રબળ માંગ કરી હતી.તેમના સમર્થકોએ આક્રોશમાં જણાવ્યું હતું કે પ્રદેશ મહામંત્રીને જંબુસરથી ચૂંટણી લડવાના મૂડમાં હોવાથી કોંગ્રેસ પાર્ટીને બાલીસતાથી નુકસાન કરવાની પેરવી ચાલી રહ્યાનો આક્ષેપ કર્યો હતો.જો કે જંબુસર તાલુકો આયાતી ઉમેદવાર હરગીઝ ચલાવવાના ફિરાકમાં નથી.જેથી તેઓને મહામંત્રીપદેથી દૂર કરવા માંગ કરી છે.

બારડોલીમાં મોટર સાઇકલમાં નવી ટ્યુબના નાણા માગનાર કારીગર ઉપર હુમલો
બારડોલી : બારડોલીના ધામડોદ નાકા ખાતે આરટીઓ કચેરી સંકુલના માર્ગ ઉપર આવેલી એસ.એસ.ટાયર્સ નામની ટાયર્સ રીપેર અને પંચર રીપેર કરતી દુકાને ભરવાડ કોમ ના જણાતા ઈસમ દ્વારા નવી ટ્યુબના પૈસા ચૂકવ્યા વગર પલાયન થઈ જતાં. કારીગરે પૈસાની ઉઘરાણી કરતા કારીગરને મોડી રાત્રે પોતાના પરિવારજનો સાથે આવી ધિંગાણું મચાવી ઢોર માર મારી ગંભીર ઈજાઓ પહોંચાડતા મામલો પોલીસ મથકમાં પહોંચ્યો છે.બારડોલીના ધામડોદ નાકા મુકામે આવેલ આરટીઓ કચેરી નજીક સંકુલમાં બારડોલી કડોદ મેઇન રોડ ટચ એસ એસ ટાયર્સ નામની ટાયર રિપેર શોપ માં ગતરોજ બપોરના સમયે નજીકમાં આવેલી ભરવાડ વસાહતમાં રહેતા જોગાભાઈ ભરવાડ નામનો માથાભારે ઈસમ તેની મોટરસાયકલ નું પંચર કરાવવા આવ્યો હતો.

Most Popular

To Top