National

હરિદ્વાર: નિર્મલ અખાડામાં સંતોનું વધુ એક જૂથ ઘૂસ્યું, ઉગ્ર હોબાળો

શ્રી પંચાયતી નિર્મળ અખાડામાં (Nirmal Akhada) મિલકતના વિવાદને લઈને ગુરુવારે સંતો (Saints) વચ્ચેનો હોબાળો એટલો વધી ગયો કે પોલીસ-પ્રશાસનને તાબળતોડ સ્થળ પર પહોંચવું પડ્યું. અધિકારીઓએ પોતાની પૂરેપૂરી શક્તિ લગાવી મામલો શાંત પાડવાનો પ્રયાસ કર્યો હતો. જોકે સંતો તેમના આગ્રહ પર અડગ રહ્યાં હતા. દરમિયાન પોલીસે (Police) એક જૂથના વડાને કસ્ટડીમાં (Custody) લીધા હતા.

  • હરિદ્વારના નિર્મલ અખાડામાં સંતોનું વધુ એક જૂથ ઘૂસ્યું
  • હોબાળાની જાણ થતાં પોલીસ અને વહીવટી અધિકારીઓ ફોર્સ સાથે ઘટનાસ્થળે પહોંચી ગયા
  • સંતો તેમના આગ્રહ પર અડગ રહ્યાં

શ્રી પંચાયતી નિર્મલ અખાડામાં બે જૂથો વચ્ચે લાંબા સમયથી ચાલી રહેલા મિલકત વિવાદમાં ગુરુવારે સવારે પંજાબનો બીજો જૂથ મેદાનમાં ઉતર્યો હતો. આ અંગે સ્થળ પર ભારે હોબાળો થયો હતો. હોબાળાની જાણ થતાં પોલીસ અને વહીવટી અધિકારીઓ ફોર્સ સાથે ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. અધિકારીઓએ મામલો શાંત પાડવાનો પ્રયાસ હતો પણ સંતોનો ઉગ્ર વિરોધ સતત ચાલતો રહ્યો હતો.

પોલીસ-પ્રશાસન કલાકો સુધી સંતોને અખાડામાંથી બહાર જવા વિનંતી કરતા રહ્યા. પરંતુ સંતો અખાડા પર પોતાનો અધિકાર જણાવતા બહાર જવા તૈયાર ન હતા. આ પછી બીજા જૂથના વડા પ્રેમ સિંહને પોલીસ દળ દ્વારા ઝડપી લેવામાં આવ્યા અને કસ્ટડીમાં લેવામાં આવ્યા છે. જ્યારે ગ્રુપના અન્ય સભ્યો સતત મેદાનમાં હાજર રહી હંગામો કરતા રહ્યા હતાં.

હોબાળો કરી રહેલા સંતોને પોલીસે સ્થળ પરથી જવાનું કહ્યું હતું. આ જૂથના જગતાર સિંહને પણ પોલીસે કસ્ટડીમાં લીધા છે. સિટી મેજિસ્ટ્રેટ અવધેશ કુમાર સિંહ, સીઓ સિટી મનોજ કુમાર ઠાકુર, નગર કોટવાલ રાકેન્દ્ર સિંહ કથૈત, કંખલ એસઓ મુકેશ સિંહ ચૌહાણ સહિત નજીકના પોલીસ સ્ટેશનના પોલીસ દળોએ સ્થળ પર તૈનાત રહી મામલો થાળે પાડવાના પ્રયાસ કર્યા હતાં.

Most Popular

To Top