Sports

અંતિમ T-20, ઉમરાન મલિક અને સંજુ સેમસનને તક મળશે?

નેપિયર : ન્યૂઝીલેન્ડ (New Zealand) પ્રવાસે ગયેલી ભારતીય ટીમ (Indian team) આવતીકાલે મંગળવારે જ્યારે અહીં ત્રીજી અને અંતિમ ટી-20 રમવા માટે મેદાને ઉતરશે ત્યારે પોતાના અભિગમમાં ફેરફાર કરવા માટે પ્રયત્નશીલ ટીમ ઇન્ડિયા સામે બીજો સવાલ એ ઊભો થશે કે શું ટીમમાં મં ઉમરાન મલિક અને સંજુ સેમસન જેવા ખેલાડીઓને તક મળશે કે નહીં?

ઓસ્ટ્રેલિયામાં રમાયેલા 20 વર્લ્ડકપમાં અપેક્ષા અનુસાર પ્રદર્શન ન કર્યા પછી એવી સંભાવના હતી કે ભારત કેટલાક અન્ય ખેલાડીઓને અજમાવશે પરંતુ જો આપણે બીજી ટી-20 માટે ટીમના સંયોજનને જોઈએ તો, એવા સંકેતો છે કે ટીમ નવી શરૂઆત કરવામાં અચકાય છે. સૂર્યકુમાર યાદવના શાનદાર વ્યક્તિગત પ્રદર્શનને બાદ કરતાં, ભારતીય ટીમે રવિવારે ફરી એકવાર કુલ 160 રન બનાવવા માટે સંઘર્ષ કરવો પડ્યો હોત, જે ઓસ્ટ્રેલિયામાં વર્લ્ડકપની યાદ અપાવે છે જ્યાં ભારતીય ટીમ મોટો સ્કોર બનાવવામાં ફેલ ગઇ હતી.

પાવર પ્લેમાં ભારતનું વલણ ખૂબ જ ચિંતાનો વિષય છે. બીજી ટી-20 માં, ઋષભ પંતને ઇશાન કિશનની સાથે ટોપ ઓર્ડરમાં અજમાવવામાં આવ્યો હતો પરંતુ તેને ઇચ્છિત પરિણામ મળ્યું ન હતું. પંતના લેવલને જોતા સિરીઝની અંતિમ મેચમાં તેની પાસેથી વધુ સારા પ્રદર્શનની અપેક્ષા છે. સેમસન એવો બેટ્સમેન છે જે મોટો ફરક લાવી શકે છે, પરંતુ ટીમ તેને પ્લેઈંગ ઈલેવનમાં સામેલ કરી રહી નથી.

સીનિયર ખેલાડીઓની ગેરહાજરીમાં, શુભમન ગિલ પણ ઇનિંગ્સની શરૂઆત માટે દાવેદાર છે પરંતુ ટીમે ઇનિંગની શરૂઆત કરવા માટે બે ડાબોડી બેટ્સમેનોની પસંદગી કરી હતી. પંડ્યા ટીમમાં વધુ એવા બેટ્સમેનોનો સમાવેશ કરવા આતુર છે જેઓ બોલિંગ પણ કરી શકે અને દીપક હુડા તેને આવો જ એક વિકલ્પ આપે છે. ઉમરાન મલિકને પણ બીજી ટી-20માં સામેલ ન કરાયો તે નવાઇ ઉપજાવનારું રહ્યું હતું. આ વર્ષે ત્રણ ટી-20 રમી ચૂકેલા ઉમરાનને જસપ્રીત બુમરાહની ગેરહાજરીમાં ટોચની ટીમ સામે રમવાના પ્રેશરનો સામનો કરવાની તક મળવી જોઈતી હતી.

Most Popular

To Top