Madhya Gujarat

ડાંગરની નવી જાત જીઆર-12 રોગ અને જીવાત સામે ટકી રહે છે

આણંદ : ડભોઈ ખાતે આવેલ ડાંગર સંશોધન કેન્દ્ર ખાતે ખેડૂત શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ખેડૂતોને ડાંગરની નવી જાત જીઆર 21 વિશે માહિતી આપવામાં આવી હતી. આ જાત જીઆર 21 જે રોગ અને જીવાત સામે ટકી રહે તેવી મધ્યમ ટૂકી દાણાવાળી અને સારી ગુણવતા ધરાવતી જાત છે. આણંદ કૃષિ યુનિવર્સીટી દ્વારા ડાંગર સંશોધન કેન્દ્ર ડભોઈ ખાતે ખેડૂત શિબિરનું આયોજન કુલપતિ ડો. કે. બી. કથીરીયાના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતું. જેમા કુલ 35 જેટલા ખેડૂત ભાઈઓ ઉત્સાહ ભેર ભાગ લીધો હતો. આ કાર્યક્રમમાં અતિથિ વિશેષ તરીકે વિજયભાઈ સોલંકી, નાયબ નિયામક, વોટર મેનેજમેન્ટ ફોરમ- અમદાવાદથી ખાસ ઉપસ્થિત રહ્યા હતા.

આ કાર્યક્રમની શરૂઆતમાં ડી.કે.રાઠવા, એગ્રીકલ્ચર ઓફીસરે કાર્યક્રમમાં આમંત્રિત સર્વેનું હાર્દિક સ્વાગત કર્યું હતું. આ કાર્યક્રમમાં અત્રેની કચેરીના વડા એ.જી.પંપાણીયાએ ખેડૂતોને ડાંગરની નવી જાત જીઆર -21 વિશે માહિતી આપી ડાંગરની જાત જીએઆર-13 કરતા નવી જાત જીઆર 21 જે રોગ અને જીવાત સામે ટકી રહે તેવી મધ્યમ ટૂકી દાણાવાળી અને સારી ગુણવતા ધરાવતી જાત છે.

તેનું વાવેતર કરવા સમજાવી કેન્દ્ર ખાતેની કામગીરીથી ખેડૂત ભાઈઓને અવગત કરાવ્યા હતાં. સરદાર સરોવર પ્રોજેક્ટ અંતર્ગત કાર્યરત સિનિયર રિસર્ચ ફેલો, ડો.વિપુલ એન. રૈયાણીએ ખેડૂતોને ડાંગરની આધુનિક ખેતી પદ્ધતિ, ડાંગરના પાકમાં ખાતર વ્યવસ્થાપન તેમજ લિફ કલર ચાર્ટ વિશે સપુંર્ણ માહીતી આપી અને તેનો કેવી રીતે ઉપયોગ કરવો અને તેના દ્વ્રારા ખાતરની બચત થાય તે વિશે માહીતી આપી હતી. એગ્રીકલ્ચર ઓફીસર, ધનસિંગ રાઠવાએ નાડેપ કમ્પોસ્ટ અને જૈવિક ખાતરની ઉપયોગિતા વિશે ખેડૂત મિત્રોને જાણકારી આપી હતી.

Most Popular

To Top