દિલ્હી (Delhi) દારૂ કૌભાંડ કેસમાં ન્યાયિક કસ્ટડીનો સામનો કરી રહેલા આમ આદમી પાર્ટીના સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે (Arwind Kejriwal) તિહાર જેલમાં તેમને ઇન્સ્યુલિન આપવા માટે રાઉઝ એવન્યુ કોર્ટમાં અરજી કરી છે. શુક્રવારે કેજરીવાલના વકીલ તિહાર પ્રશાસન અને ED વચ્ચે આ મામલાને લઈને કોર્ટમાં લાંબી ચર્ચા થઈ હતી, ત્યારબાદ કોર્ટે પોતાનો નિર્ણય સુરક્ષિત રાખ્યો હતો. રાઉઝ એવન્યુ કોર્ટે કહ્યું છે કે તે આ અરજી પર 22 એપ્રિલે પોતાનો ચુકાદો આપશે.
કેજરીવાલની અરજી પર સુનાવણી કરતી વખતે રાઉઝ એવન્યુ કોર્ટે કહ્યું કે અમે મેડિકલ બોર્ડ બનાવવા પર વિચાર કરી શકીએ છીએ. જે આરોગ્ય અંગેનો રિપોર્ટ આપશે. કેજરીવાલ તરફથી કહેવામાં આવ્યું હતું કે તેમણે અમારા ડોક્ટરની પણ સલાહ લેવી પડશે. કોર્ટે કહ્યું કે ઠીક છે તમે આવતીકાલ સુધીમાં જવાબ દાખલ કરો અમે સોમવારે આદેશ આપીશું. જેના પર અરજદાર વતી કહેવામાં આવ્યું હતું કે અમારા અસીલ સાથે કંઈક ખોટું થઈ રહ્યું છે. તેમની તબિયત ખરાબ છે. સોમવાર આવવામાં હજુ 3 દિવસ બાકી છે.
AIIMSના ડોક્ટરોએ તપાસ કરવી જોઈએ – ED
EDએ કહ્યું કે AIIMSના ડોક્ટરને કેજરીવાલના સ્વાસ્થ્યની તપાસ કરવાની મંજૂરી આપવી જોઈએ. આના પર કેજરીવાલના વકીલે કહ્યું કે અમને EDની સલાહની જરૂર નથી. EDને આ કેસ સાથે કોઈ લેવાદેવા નથી. કેજરીવાલનું ભોજન ત્રણ વાર ચેક કરવામાં આવે છે અને પછી તેમને ભોજન આપવામાં આવે છે. કેજરીવાલના વકીલે કહ્યું કે કોર્ટે જેલ ઓથોરિટીને પૂછવું જોઈએ કે કઈ સત્તા હેઠળ કેજરીવાલના ફૂડની દરેક ડિટેલ ઈડીને આપવામાં આવી હતી.
ઇન્સ્યુલિનની જરૂર નથી- તિહાર એડમિનિસ્ટ્રેશન
તિહાર પ્રશાસને કોર્ટને કહ્યું કે કેજરીવાલનું ઘરનું રાંધેલું ભોજન AIIMSના રિપોર્ટ મુજબ હોવું જોઈએ અને જો એવું ન હોય તો મારે એવું સૂચન કરવું પડશે કે જેલ મેન્યુઅલ પ્રમાણે ઘરે બનાવેલું ભોજન ન આપવું જોઈએ. જેલ ઓથોરિટીએ કહ્યું કે કેજરીવાલે આહારનું પાલન કરવું જોઈએ, ઈન્સ્યુલિનની કોઈ જરૂર નથી. જો તે ઈન્સ્યુલિન લેશે તો શુગર લેવલ નોંધપાત્ર રીતે ઘટી જશે. જેલ ઓથોરિટીએ કહ્યું કે AIIMS રિપોર્ટ જણાવે છે કે તેમણે કેરી, ચિકૂ, કેળા વગેરેથી બચવું પડશે.