નવસારી, વલસાડ: (Navsari, Valsad) નવસારી-વલસાડ જિલ્લામાં રવિવારે કોરોનાનો નવો કોઈ કેસ નોંધાયો ન હતો. નવસારીમાં સતત ત્રીજા દિવસે પણ કોરોનાનો એકપણ કેસ નહીં નોંધાતા જિલ્લામાં 1567 કેસો (Case) યથાવત રહ્યા છે. હાલમાં જિલ્લામાં કુલ 1567 કોરોના પોઝિટિવ કેસો યથાવત રહ્યા છે. અત્યાર સુધીમાં રવિવારે માત્ર 193 સેમ્પલ લેવાયા હતા. જેથી જિલ્લામાં કોરોનાના કુલ 137567 સેમ્પલ લેવામાં આવ્યા હતા, જેમાંથી 135807 સેમ્પલ નેગેટિવ આવ્યા હતા. હમણાં સુધીમાં કુલ 1460 દર્દીઓ સાજા (Recover) થઇ ચુક્યા છે, જ્યારે જિલ્લામાં હજુ 5 દર્દીઓ એક્ટિવ કેસ છે.
વલસાડ જિલ્લામાં 14 ફેબ્રુઆરીએ સતત બીજા દિવસે કોઈ કેસ નોંધાયો નથી. જિલ્લામાં અત્યાર સુધી કોરોનાના 1354 કેસ નોંધાયા છે, જે પેકી 1200 લોકોને ને રજા આપી દેવામાં આવી છે,જ્યારે 3 દર્દીઓ સારવાર હેઠળ છે.વલસાડ જિલ્લામાં વાપી, ઉમરગામ, ધરમપુર, કપરાડા તાલુકામાં એકપણ એક્ટિવ કેસ નથી. આરોગ્ય વિભાગે અત્યાર સુધી કોરોનાના 35490 ટેસ્ટ કર્યાં છે, જે પેકી 34136 નેગેટિવ અને 1354 પોઝિટિવ નોંધાયા છે. જિલ્લામાં અત્યાર સુધી કોરોનાથી 9 અને કોરોના પોઝિટિવ પરંતુ અન્ય કારણોસર 142 દર્દીઓના મોત થયા છે. જિલ્લામાં અત્યાર સુધીમાં વલસાડમાં 519, પારડીમાં 192, વાપીમાં 405, ઉમરગામમાં 119, ધરમપુરમા્ં 53, કપરાડામાં 66 કેસ નોંધાયા છે.
ચૂંટણીમાં ફોર્મ ભરતી વખતે હજારોના ટોળા સામે કાર્યવાહી નહી અને દુકાનો ચલાવતા વેપારીઓને ખસેડી દેવાયા
ભરૂચ : લોકડાઉન અને કોરોના કાળથી જ ભરચક વિસ્તારોને બંધ કરી દેવાયા હતા. જેમાં નાના મોટા તમામ ધંધાઓ બંધ કરી દેવાયા હતા. ભરૂચના મુખ્ય બજારમાં રવિવારી બજારીનો રંગ જામતો હતો. જે હવે ધીરે ધીરે શરૂ થતા આજે રવિવારી ભરાતા નગરપાલિકાના અધિકારીઓના પેટમાં દુખાવો ઉપડતા તમામ નાના વેપારીઓને હટાવી દેવાના ચક્રો ગતિમાન કર્યા હતા.
જો કે હવે મોંઘવારી અને બેરોજગાર બનેલા આ ધંધાદારીઓ હવે એક્શનમાં આવી ગયા છે. નગરપાલિકાએ રજૂઆત કરવા પહોંચેલા આ ધંધાદારીઓ માટે પોલીસ કાફલો આવ્યો હતો. ભરૂચની પ્રજા નગરપાલિકા પહોંચે એટલે પોલીસ કાફલો ત્યાં હાજર હોય છે. ત્યાં સરકારી ગાઈડ લાઈન પાલન કરવા કહે છે. સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ફોર્મ ભરતી વખતે હજારોના ટોળા સામે પોલીસ કાર્યવાહી કરતી નથી અને વેપારીઓ સામે પોલીસે કાર્યવાહી કરતા વેપારીઓમાં રોષ છવાયો છે. વેપારીઓએ દર રવિવારે રાબેતા મુજબ ધંધા કરવા દેવાની માંગ કરી હતી.