નાસા: નાસાએ (NASA) એક એનિમેશન વીડિયો (Animation video) બહાર પાડ્યો છે. આ વીડિયો કોઈ કાર્ટુન એનિમેશન વીડિયો નથી પરંતુ તેમાં બતાવવામાં આવ્યુ છે કે કઈ રીતે પાછલા 10 વર્ષમાં સમુદ્રનું સ્તર (Sea level) વધ્યું છે. જે ખૂબ જ આશ્ચર્યજનક ઘટના છે.
પૃથ્વીનું (Earth) સમુદ્રનું સ્તર વધી રહ્યું છે અને નાસાના સંશોધકો દાયકાઓથી તેનો અભ્યાસ કરી રહ્યા છે, પરંતુ આટલા મોટા સ્કેલ પર બનતી કોઈ વસ્તુની કલ્પના કરવી મુશ્કેલ હોઈ શકે છે. પરંતુ નાસા દ્વારા બહાર પાડવામાં આવેલા વીડિયોમાં સ્પષ્ટ રીતે જોઇ શકાય છે કે છેલ્લા 30 વર્ષોમાં સમુદ્રનું જળસ્તર આશરે 10 સેમી એટલે કે લગભગ 4 ઈંચ જેટલું વધ્યુ છે.
નાસા સાયન્ટિફિક વિઝ્યુલાઇઝેશન સ્ટુડિયોના ડેટા વિઝ્યુલાઇઝર એન્ડ્રુ જે. ક્રિસ્ટેનસેન દ્વારા પ્રકાશિત કરાયેલા ડેટા વિઝ્યુલાઇઝેશન દર્શાવે છે કે ત્રણ ટૂંકા દાયકાઓમાં સમુદ્રનું સ્તર કેટલું વધ્યું છે. નાસા દ્વારા દરિયાના સ્તર પર ઉપગ્રહથી સતત નિરીક્ષણ કરાવામાં આવી રહ્યુ હતું, જેના પરિણામે 1993 અને 2022 ની વચ્ચે નિરીક્ષણ કરતા ઉપગ્રહો દ્વારા કેપ્ચર કરાયેલ વૈશ્વિક દરિયાઈ સ્તરમાં અવલોકન કરાયેલા ફેરફારોને એનિમેટ કરીને એક છબી તૈયાર કરવામાં આવી છે.
સતત બદલાતી આબોહવા અને વધતા તાપમાન છે કારણ
ઉપગ્રહો દ્વારા 1993થી સમુદ્રનું સ્તર નિયમિતપણે માપવામાં આવે છે જે પિંગ માઇક્રોવેવ સમુદ્રની સપાટી પરથી સંકેત આપે છે અને તે પાછા ફરવામાં કેટલો સમય લે છે. તેના આધારે સંશોધકો દરિયાની સપાટીની ઊંચાઈની ગણતરી અને નિરીક્ષણ કરી શકે છે.
ન્યુ સાઉથ વેલ્સ યુનિવર્સિટી, સિડનીના સમુદ્રશાસ્ત્રી મેથ્યુ ઈંગ્લેન્ડે જણાવ્યુ હતુ કે સતત બદલાતી આબોહવા અને વધતા તાપમાનને કારણે હિમનદીઓ પ્રભાવિત થાય છે. ઉત્તર અને દક્ષિણ ધ્રુવ પર પડે છે. જેના કારણે ત્યાંનો બરફ પીગળે છે. પર્વતોના ગ્લેશિયર્સ પીગળી રહ્યા છે અને નદીઓ દ્વારા સમુદ્રના જળ સ્તરમાં વધારો થઈ રહ્યો છે.
નીચાણવાળા ટાપુઓ અને દરિયાકાંઠાના વિસ્તારો ડૂબી જવાની સંભાવના ધરાવે
દરિયાની સપાટી વધવાને કારણે ટાપુઓ વિશ્વના નકશા પરથી અદૃશ્ય થઈ જશે. ગયા વર્ષે જૂન અને જુલાઈમાં એન્ટાર્કટિકાનો બરફ ખૂબ જ ઝડપથી પીગળ્યો હતો. દરિયાઈ હીટવેવ જમીન કરતાં 58 ટકા વધુ હતું. જેના કારણે ધ્રુવીય વિસ્તારોમાં બરફ ઝડપથી પીગળી રહ્યો છે.
ગયા વર્ષે યુરોપમાં હીટવેવને કારણે 15,000 લોકોના મોત થયા હતા.જો ઉત્સર્જન ઘટાડવામાં નહીં આવે તો સ્થિતિ ખૂબ જ ખરાબ થવાની છે. જો કે તે હજુ પણ સુધારી શકાય છે. જેથી આવનારી માનવ પેઢીને કોઈપણ પ્રકારની સમસ્યાનો સામનો ન કરવો પડે.
2013 અને 2022 ની વચ્ચે દરિયાની સપાટી દર વર્ષે 4.62 મીમીના દરે વધી
યુનાઈટેડ નેશન્સ એજન્સી વિશ્વ હવામાન સંસ્થા(WMO)એ જણાવ્યું કે સમુદ્રનું સ્તર વધવાનું મુખ્ય કારણ તાપમાનમાં વધારો છે. જેના કારણે હિમનદીઓ પીગળી રહી છે. સમુદ્રની ગરમી વધી રહી છે. 2013 અને 2022 ની વચ્ચે દરિયાની સપાટી દર વર્ષે 4.62 મીમીના દરે વધી છે.
આ 1993 થી 2002 સુધીની ઝડપ કરતાં બમણી છે. ડબલ્યુએમઓના સેક્રેટરી જનરલ પીટરી તાલાસે કહ્યું કે ગ્લેશિયર્સ પીગળવા અને દરિયાની સપાટીમાં ઝડપથી વધારો એ ખૂબ જ ખતરનાક પ્રક્રિયા છે. તેનું કારણ ગ્રીનહાઉસ વાયુઓનું મોટી માત્રામાં મુક્તિ છે. આ સદીમાં જળસ્તરમાં વધારો થતો રહેશે. આ પછી પણ, આગામી હજારો વર્ષો સુધી સમુદ્રનું સ્તર વધતું રહેશે.