Trending

ડેટિંગ એપ પર સપનાનો રાજકુમાર શોધવાનું યુવતીને ભારે પડ્યું, બની રોમાંસ સ્કેમનો ભોગ

નવી દિલ્હી: દુનિયાભરમાં ઘણાં લોકો એવાં હોય છે જેમને જીવન મળતા નથી, તેના લીધે તેઓ અવનવા અખતરા કરતા હોય છે. જીવનમાંથી એકલતાપણું દૂર કરવા માટે અનેક રીતો અપનાવતા હોય છે. આ રીતોમાં ડેટિંગ એપનો (Dating app) પણ સમાવેશ થાય છે. આ એપના માધ્યમથી દૂનિયાના કોઈ પણ ખુણામાં બેસીને લોકો વાત કરી શકે છે. જો કે વાસ્તવમાં કોણ કેવું છે તેનું માત્ર આપણે અનુમાન જ કરી શકીએ છીએ. ડેટિંગ એપથી માણસને ઓળખી શકવું મુશ્કેલ ભર્યું બને છે. ઘણીવાર આવી ડેટિંગ એપ પર પણ સ્કેમ થાય છે. હાલમાં ડેટિંગ એપના માધ્યમથી રોમાંસ સ્કેમ(Romance scam) ખૂબ ફૂલ્યફાલ્યું છે. તાજેતરમાં જ એક મહિલા તેનો શિકાર બની હતી.

સોશિયલ મીડિયાના જમાનામાં પોતાના જીવનનું એકલાપણું દૂર કરવા માટે ડેટિંગ એપની લોભામણી જાહેરાતો સોશિયલ મીડિયા પર જોવા મળે છે. જેનાં કારણે ઘણાં લોકોના જીવનમાં આશાનું કિરણ જાગે છે. તેઓ આવી એપને ડાઉનલોડ કરે છે અને પોતાના જીવન સાથી માટે શોધખોળ કરે છે.

કંઈક આવી જ ઘટના એક યુવતી સાથે બની છે. જેમાં ડેટિંગ એપની જાહેરાતે તેના જીવનમાં આશાનુ કિરણ જગાડ્યું પણ તેને તેનો જીવનસાથીના બદલે દગો મળ્યો. જ્યાર સુધી યુવતી સમજી શકે કે તે રોમાંસ સ્કેમનો શિકાર બની છે ત્યાર સુધી તો તેણે પોતાની નોકરી, ઘર અને સર્વસ્વ ગુમાવી દીધું હતું. આવા સ્કેમના કિસ્સાઓ હાલ વધી રહ્યાં છે.

અમેરિકામાં રહેતી શ્રેયા પોતાના જીવનમાં એકલી થઈ ગઈ હતી જેના કારણે તેણે પોતાના સપનાના રાજકુમારને શોધવા માટે ડેટિંગ એપનો સહારો લીધો હતો. એપ પર તેને એક એવો વ્યકિત મળ્યો જેની સાથે વાત કરીને શ્રેયાને અનુભવ થયો કે આજ તેનો જીવન સાથી છે. તેના આ જ સપનાના રાજકુમારે શ્રેયાને 3.69 કરોડનો ચૂનો ચોપડ્યો હતો.

શ્રેયાએ પોતાની આપવીતી જણાવતા કહ્યું કે તે વ્યકિતએ પોતાના પ્રોફાઈલમાં એવી વિગતો લખી હતી કે તે વાંચી મને લાગ્યું કે મને મારા સપનાનો રાજકુમાર મળી ગયો. જો કે પછીથી મને જાણ થઈ કે હું રોમાંસ સ્કેમમાં ફસાઈ ગઈ છું.

રોમાંસ સ્કેમમાં દગો આપનાર પોતાને એવી રીતે રજૂ કરે છે કે તેને પ્રેમની જરૂર છે. ત્યાર પછી તેઓ ખોટી એપના માધ્યમથી ક્રિપ્ટોમાં રોકાણ કરવા કહે છે. જો કે ક્રિપ્ટોમાં રોકાણ કરવા માટેની એપ પણ ખોટી હોય છે. આ એપ પર તમને કસ્ટમર કેરનો નંબર પણ આપવામાં આવે છે.

શરૂઆતમાં તમે આ એપથી પૈસા કમાઈ શકો છો, ડિપોઝિટ કરી શકો છો જો કે અંતે તો તમારા પૈસા ફસાઈ જાય છે અને તમને અનુભવ થાય છે કે તમે રોમાંસ સ્કેમમાં ફસાઈ ગયા છો. આવી સ્કીમમાં પહેલા પણ અનેક લોકો ફસાયા છે. ડેટિંગ એપનો સહારો લઈ લોકોના ઈમોશન સાથે રમીને ધણાં લોકોને લૂંટવામાં આવ્યાં છે. શ્રેયા પણ આવી જ સ્કીમનો ભોગ બની જેના કારણે તેણે પોતાનું ઘર પોતાના મહેનતની કમાણી ગુમાવી.

Most Popular

To Top