ગાંધીનગર: ગુજરાતમા હવે ફરીથી ધીરે ધીરે ઠંડીનું પ્રમાણ વધી રહ્યું છે. ખાસ કરીને કચ્છના નલીયામાં આજે 11 ડિગ્રી ઠંડી નોંધાઈ હતી. વલસાડમાં પણ 14 ડિગ્રી ઠંડી નોંધાવવા પામી છે. હવામાન વિભાગના સત્તાવાર સૂત્રોએ કહ્યું હતું કે, રાજયના અન્ય શહેરો પૈકી અમદાવાદમાં 18 ડિ.સે., ગાંધીનગરમાં 16 ડિ.સે., ડીસામાં 17 ડિ.સે., વડોદરામાં 18 ડિ.સે., સુરતમાં 20 ડિ.સે., વલસાડમાં 14 ડિ.સે., ભૂજમાં 15 ડિ.સે., નલિયામાં 11 ડિ.સે., અમરેલીમાં 17 ડિ.સે., ભાવનગરમાં 19 ડિ.સે.,રાજકોટમાં 16 ડિ.સે., સુરેન્દ્રનગરમાં 17 ડિ.સે. લઘુત્તમ તાપમાન નોંધાયું હતું.
રાજ્યમાં કોરોનાના વધુ 38 નવા કેસ, સૌથી વધુ અમદાવાદમાં 9 કેસ
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરનાના નવા 38 કેસ નોંધાયા છે. જેમાં સૌથી વધુ અમદાવાદમાં 9 કેસ નોંધાવા પામ્યા છે. આ ઉપરાંત રાજ્યના અન્ય શહેરોમાં વડોદરા મનપામાં 8, નવસારી, વલસાડમાં 4-4, સુરત મનપામાં 3, અમદાવાદ ગ્રામ્ય, અરવલ્લી આણંદ, ભાવનગર મનપા, ગાંધીનગર મનપા, મહિસાગર, મહેસાણા, રાજકોટ ગ્રામ્ય અને સુરત ગ્રામ્યમાં એક-એક કેસ નોંધાયો છે.રાજ્યમાં હાલમાં કોરોનાના 350 એક્ટિવ કેસ છે, જ્યારે 345 કેસ સ્ટેબલ છે, તો વળી 05 દર્દીઓ વેન્ટીલેટર પર રાખવામાં આવ્યા છે. રાજ્યમાં આજે 37 કોરોના દર્દીઓ સાજા પણ થયા છે.