વડોદરા: વડોદરા જિલ્લાના તલસટ ખાતે આવેલ રે.સ.નં.152 બ્લોક નં. 86 ની પ્રતિબંધિત જમીન વિસ્તારમાં નિયમ વિરુદ્ધ વડોદરા શહેરી વિકાસ સત્તા મંડળના તત્કાલીન જૂનિયર નગર નિયોજક દ્વારા એન.એ.માટે મંજુરી આપતાં તે બાબતે ખાતાકીય તપાસ હાથ ધરી તેઓ સામે કાર્યવાહી કરવા પૂર્વ મ્યુનિ.કાઉન્સિલર તથા આમ આદમી પાર્ટી વડોદરા લોકસભાના પ્રમુખ દ્વારા વુડા કચેરી ખાતે ચિફ એક્ઝિક્યુટિવ ઓથોરિટીને આવેદનપત્ર સાથે રજૂઆત કરવામાં આવી હતી.
વડોદરા જિલ્લાના તલસટ ખાતે રે.સ.નં. 152 બ્લોક નં. 86 વાળી જમન પ્રતિબિંબ વિસ્તાર-1માં આવેલી છે.
આથી વુડાના મંજૂર અને અમલી સામાન્ય વિકાસ નિયમન વિનિયમો ઝોનિંગ રેગ્યુલેશન મુજબ સવાલવાળી જમીનમાં બાંધકામ કે વિકાસની એટલે કે એન.એ.ની પરવાનગી મળવાપાત્ર ન હોવા છતાં વડોદરા શહેરી વિકાસ સત્તા મંડળ (વુડા) ના તત્કાલીન જૂનિયર નગર નિયોજક દ્વારા પત્ર ક્રમાંક નં. યુડીએ/પ્લાન5/અ/47/2021 તા. 10/03/2021 ના રોજ આપેલ જે બાબતે ભ્રષ્ટાચાર થયો હોવાની શક્યતાને પગલે પૂર્વ મ્યુનિ. કાઉન્સિલર તથા આમ આદમી પાર્ટી, વડોદરાના લોકસભા પ્રમુખ વીરેન રામી દ્વારા વડોદરા શહેરી વિકાસ સત્તા મંડળ (વુડા) કચેરી ખાતે ચિફ એક્ઝિક્યુટિવ ઓથોરિટીને આવેદનપત્ર સાથે રજૂઆત કરવામાં આવી હતી જેમાં સમગ્ર મામલે ખાતાકીય તટસ્થ તપાસ હાથ ધરવામાં આવે સાથે જ લાંચરુશ્વતવિરોધી શાખા દ્વારા પણ આ મામલે તપાસ કરી યોગ્ય કાર્યવાહીની માંગ કરવામાં આવી હતી.