Gujarat Main

ગુજરાતમાં ધો. 9થી 12 સુધીની આ પરીક્ષાઓનું શિડ્યુલ બદલાયું, કઈ તારીખે પરીક્ષા લેવાશે, જાણો..

ગાંધીનગર: (Gandhinagar) ઓમિક્રોનની (Omicron) દહેશત વચ્ચે ગુજરાતમાં (Gujarat) કોરોનાના (Corona) કેસમાં સતત વધારો નોંધાઈ રહ્યો હોય રાજ્ય સરકાર એલર્ટ (Alert) મોડમાં આવી ગઈ છે. ખાસ કરીને શાળાઓ (Schools) ખુલ્યા બાદ વિદ્યાર્થીઓ (Students) આ રોગની ચપેટમાં આવવા માંડતા સરકાર ચિંતામાં મુકાઈ છે. અત્યાર સુધીમાં રાજ્યમાં કુલ 33 વિદ્યાર્થી કોરોનાથી સંક્રમિત થયા છે, જેના પગલે સરકારે પરીક્ષાના કાર્યક્રમમાં (Exam schedule) ફેરફાર કરવાનો નિર્ણય લીધો છે. સરકારે ધોરણ 9થી 11 તથા SSC-HSC બોર્ડની પરીક્ષા પાછળ ઠેલવાનો નિર્ણય લીધો છે. હવે ધોરણ 10 અને 12 બોર્ડની પરીક્ષા (Board exam) 14ના બદલે 28 માર્ચથી લેવામાં આવશે. આ ઉપરાંત સરકારે ઉનાળું વેકેશનનો (Summer vacation) સમયગાળો પણ પાછળ ઠેલવાની જાહેરાત કરી છે.

પરીક્ષાનો કાર્યક્રમ બદલવા પાછળ સરકાર દ્વારા એવી દલીલ કરવામાં આવી છે કે કોરોનાનું જોખમ તો વધ્યું જ છે પરંતુ તે સાથે જ વિદ્યાર્થીઓને અભ્યાસક્રમ પૂર્ણ કરવામાં પૂરતો સમય મળ્યો નથી. વિદ્યાર્થીઓને અભ્યાસ માટે વધુ સમય મળી રહે તે માટે પરીક્ષા પાછળ ઠેલવાનું નક્કી કરાયું છે. નવા કાર્યક્રમ અનુસાર પરીક્ષાઓ બે અઠવાડિયા મોડી લેવાશે.

તમને જણાવી દઈએ કે ગુજરાત સરકારના આ નિર્ણયની અસર ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડની માન્યતા ધરાવતા 32 લાખ કરતા વધુ વિદ્યાર્થીઓ પર પડશે. આ વિદ્યાર્થીઓને બે અઠવાડિયા વધુ અભ્યાસ કરવાની તક મળશે. તેઓ સારી રીતે પરીક્ષાની તૈયારી કરી શકશે.

રાજ્ય સરકારે વિદ્યાર્થીઓના હિતમાં આ નિર્ણય લીધા

  • રાજ્ય સરકારે ધોરણ 9 થી 12ની પરીક્ષાના કાર્યક્રમ બદલ્યો.
  • પ્રિલીમ અને દ્વિતીય પરીક્ષા 27 જાન્યુઆરીના બદલે 10 ફેબ્રુઆરી એ લેવામાં આવશે.
  • બોર્ડના વિષયોની સૈદ્ધાંતિક પરીક્ષા 9 ફેબ્રુઆરી ના બદલે હવે 24 ફેબ્રુઆરીથી લેવામાં આવશે.
  • ધોરણ 10, 12ની બોર્ડની પરીક્ષા 14 માર્ચના બદલે 28 માર્ચથી શરૂ કરાશે.
  • ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહની પ્રાયોગિક પરિક્ષા 14 ફેબ્રુઆરીના બદલે 2 માર્ચથી લેવામાં આવશે.
  • ધોરણ 9, 11ની વાર્ષિક પરીક્ષા 11 એપ્રિલના બદલે 21 એપ્રિલથી શરૂ કરાશે.
  • ઉનાળુ વેકેશન 2 મે થી 5 જૂનના બદલે હવે 9 મે થી 12 જૂન સુધી રાખવામાં આવશે.
  • નવું શૈક્ષણિક સત્ર 6 જૂનના બદલે 13 જૂનથી શરૂ થશે.

Most Popular

To Top