સુરત: પાંડેસરામાં (Pandesara) ડાઈગ મિલના પ્રિન્ટિંગના કારિગરનું (Worker) રહસ્યમય મોત (Death) થયુ હતું. સામી દિવાળીએ (Diwali) ઘરના મોભીનું મોત થતા પરિવારનો શોકમાં ગરકાવ થયો હતો. આજે પુરુષોત્તમભાઇ પરિવાર (Family) પાસે યુ.પી જવાના હતાં પરંતુ અચાનક પેટમાં દુ:ખાવો ઉપડતા પુરુષોત્તમભાઇનું મોત નિપજ્યુ હતું. મૃત્યુનું સાચું કારણ હાલ જાણી શકાયું નથી.
મળતી માહિતી મુજબ પાંડેસરાના સનાતન નગરમાં એક આધેડનું પેટના દુ:ખાવા બાદ અચાનક મોત નિપજતા ચર્ચાનો વિષય બન્યો હતો. અચાનક પેટમાં દુ:ખાવો ઉપડ્યા પાંડેસરાના નિવાસી પુરુષોત્તમભાઇનું મોતને ભેટ્યા હતા. પેટમાં દુ:ખાવો ઉપડતા પુરુષોત્તમભાઇને સિવિલ ખસેડાયા હતા પરંતુ સારવાર પહેલા જ તેમને તબીબોએ મૃત જાહેર કરતા સૌને આશ્ચર્ય થયું હતું. દિવાળીના પર્વની ઉજવણી કરવા પુરુષોત્તમભાઇ આજે વતન યુપી જવાના હતાં. પરંતુ તે પહેલાં જ તેમનું રહસ્યમય મોત નિપજ્યું હતું.
મૃતક પુરુષોત્તમભાઇના 13 વર્ષીય પુત્રએ જણાવ્યુ હતું કે પપ્પાને કોઈ બીમારી ન હતી. સવારે ઉઠ્યા બાદ અચાનક પપ્પાને પેટમાં દુ:ખાવો થયો અને જમીન પર ઢળી પડ્યા હતા. ત્યાર બાદ તરત જ સારવાર માટે સિવિલ લઇ જતા ફરજ પરના તબીબે પપ્પાને મૃત જાહેર કર્યા હતા. પપ્પા આજે બપોરે વતન યુપી જવાના હતા. તેઓ મિલના પ્રિન્ટિંગ વિભાગમાં કારીગર હતા. તેમજ આજે ગામ યુપી જવાના હતાં. જેની ટીકીટ પણ કન્ફર્મ હતી. પરંતુ પપ્પાનું અચાનક મોત થતા આખો પરિવાર શોકમાં ડુબી ગયો છે.
મૃતક પુરુષોત્તમભાઇના ભાઈ શિવાનભાઇએ જણાવ્યું હતું કે પુરુષોત્તમ ચંદ્રપાલ પાંડે મૂળ યુપીના રહેવાસી હતા. તેઓ ત્રણ સંતાનોના પિતા હતા. એક મહિના પહેલા જ પત્ની બે બાળકોને લઈ વતન ગઈ હતી. બસ આજે બપોરે તેઓ પરિવાર પાસે વતન જવાના હતા. પરંતુ સવારે ઉઠ્યા બાદ પુરુષોત્તમ ભાઇને અચાનક પેટમાં દુ:ખાવો થયો અને જમીન પર ઢળી પડ્યા હતા. ત્યાર બાદ સારવાર માટે સિવિલ લઈ આવતા મૃત જાહેર કરાયા હતા.
વધુમાં જણાવ્યું હતું કે ઘટના પાંડેસરાના સનાતન નગરમાં બની હતી. પુરુષોત્તમભાઈ ડાઈંગ મિલના પ્રિન્ટિંગ વિભાગમાં કારીગર હતા. આજે દિવાળી પર્વને લઈ વતન જવાના હતા. માટે બપોરની કન્ફર્મ ટિકિટ હતી. પરંતુ રહસ્યમય મૃત્યુને લઈ અનેક પ્રશ્નો ઉભા થયા છે. વતનમાં પરિવારને ઘટનાની જાણ કરાયા બાદ પરિવાર સુરત આવવા રવાના થઈ ગયો છે. હાલ પોલીસ પોસ્ટમોર્ટમની દિશામાં તપાસ કરી રહી છે.