Columns

મારા દીકરાના લગ્ન જાન્યુ.-2019 માં થયા છે હજી સુધી સંતાન નથી તો સંતાનયોગ કયારે છે?

લોકડાઉનમાં નોકરી ચાલી ગઇ છે. આર્થિક સ્થિતિ સારી નથી. મારો ભાગ્યોદય કયારે થશે? નોકરી કયારે મળશે? કયો નંગ પહેરી શકાય? મિલ્કત વેચાશે? – હીદાયત શાહ-સુરત
ઉ.:
તમારો લાંબો પત્ર મળ્યો. તમારા ગ્રહયોગો જીવનમાં સંઘર્ષ અને પરિશ્રમ સૂચવે છે. 74 વર્ષની ઉંમરે તમે જીવનમાં ભાગ્યોદયની આશા રાખો છો. નોકરી ચાલી ગઇ છે. નોકરી માટે પ્રયત્નો કરશો તો 2022-23 માં નાની મોટી નોકરી મળશે. નોકરી ટેક્ષ્ટાઇલ, મેડીકલ કે કેમીકલ્સ લાઇનમાં કલાર્ક તરીકે હિસાબ કે નામું લખવાનું કામ મળે. તમારું મકાન 2024-25 માં વેચાવાનો યોગ છે. તેથી પાછલી જિંદગીમાં થોડો આર્થિક ટેકો રહેશે. તમે બુધનું પાનું (પન્ના) પહેરો છો તે બરાબર છે.સૂર્યનું રત્ન માણેક સતત પહેરો. સવારે વહેલા ઊઠી સૂર્યને જળ અર્પણ કરો.

પ્ર.: મારી વહુનું નામ પારૂલ છે. 18.1.19 ના રોજ મારા દીકરા સાથે લગ્ન થયા છે. હજી સુધી સંતાન નથી. તો સંતાનયોગ કયારે છે?જયોતિબેન કાપડિયા, (સુરત)
ઉ.: બહેનશ્રી, તમારી પુત્રવધૂના જન્માક્ષર જોતાં સંતતિ મોડા થવાનો યોગ છે. થોડી મુશ્કેલી પણ છે. સંતાન સુખ જોવા માટે પતિ અને પત્ની બંનેની કુંડળી હોવી જરૂરી છે. તમારી પુત્રવધૂના ગ્રહોનું સાર સંતાન યોગ 2024-25 માં છે. મીસ કેરેજનો પણ યોગ છે. તેથી સાવધાની રાખવી. ગુરુવારે પીળા રંગનાં કપડાં ધારણ કરવાં. ગુરુવારે ચણાની દાળ લઇ તેને બાફી રોટલી સાથે ગાયને ખવડાવવી. તેમાંથી એક દાણો કાઢી લઇ તમારી પુત્રવધૂએ જમતાં પહેલાં ખાવો. ગુરુ ગ્રહના મંત્ર જાપ કરવા. શુક્રવારે દૂધ, ચોખા, સાકર, દહીં, સફેદ ચંદન, સફેદ વસ્ત્ર, ઘી, સફેદ ફૂલનું દાન કરવું. પોતાની ભોજનની થાળીમાંથી રોટલી ગાયને ખવડાવવી.

પ્ર.: મારા પુત્ર યશના લગ્ન કયારે થશે? લવ મેરેજ કે એરેન્જ મેરેજ? પાત્ર કેવું મળશે?- જયોતિબેન (સુરત)
ઉ.: તમારા પુત્રનો સપ્તમેશ વક્રી છે. મોડા લગ્નના યોગ છે. લગ્ન 2024-25 માં થવાની શકયતા છે. એરેન્જ મેરેજની શકયતા છે. છોકરી ઘરરખ્ખુ, સંસ્કારી, સમજુ મળશે. તમારા છોકરા કરતાં ઉંમરમાં મોટી મળવાની શકયતા છે. શ્યામ વર્ણની મળશે.

પ્ર.: હાલમાં હું સ્ટુડન્ટ વીઝા કન્સલ્ટન્સીનો જોબ કરું છું? મારો પ્રોગ્રેસ આ જોબમાં છે કે લાઇન બદલવી જરૂરી છે? સંતાનયોગ કયારે છે?– પંકિત દેસાઇ (વડોદરા)
ઉ.: તમારા ગ્રહયોગ જોતાં લાઇન બરાબર છે. કદાચ 2023 માં નોકરી છોડવી પડે તેવું દેખાય છે. આ સિવાય તમે ટ્રાવેલ એજન્ટને ત્યાં તેમજ વિદેશ સાથે સંકળાયેલી કંપનીમાં નોકરી કરી શકો. સંતાન સુખ માટે ઉપાસના કરો. મંત્રજાપ કરો. સંતાનસુખ માટે પતિ પત્ની બંનેની કુંડળી જરૂરી છે. સંતાનયોગ 2024-25 માં છે.

Most Popular

To Top