મુંબઈ: (Mumbai) શાહરુખ તથા ગૌરી ખાને આર્યન માટે પર્સનલ બોડીગાર્ડ રાખવાનો નિર્ણય લીધો છે. શાહરુખની સાથે જેમ બોડીગાર્ડ રવિ પડછાયાની જેમ રહે છે, તે જ રીતે આર્યનની સાથે પણ હવે બોડીગાર્ડ રહેશે. ડ્રગ્સ કેસ પછી શાહરૂખ ખાન (ShahRukh Khan) અને તેના પરિવારે ઘણા એવા નિર્ણય લીધા છે. પુત્ર આર્યન ખાન (Aryan Khan) ની સુરક્ષાને લઈને પણ શાહરૂખ-ગૌરી ચિંતિત છે. આજ કારણ છે કે તેઓ આર્યનને મન્નતથી દૂર રાખવાની પણ યોજના બનાવી રહ્યા છે. ડ્રગ્સ કેસ પછી હવે શાહરૂખ-ગૌરી (Gauri Khan) એ એક એવા નિર્ણયો લીધા છે જેના પછી આર્યન ખાન કદાચ પોતાની મરજીનો માલિક રહેશે નહીં.
શાહરુખ ખાન તથા ગૌરી ખાન દીકરા આર્યનની તબિયત તથા પ્રોટેક્શન અંગે ઘણાં જ સ્ટ્રિક્ટ થઈ ગયા છે. ડ્રગ્સ કેસમાં ફસાયા બાદ અને 28 દિવસ જેલમાં રહ્યા પછી શાહરુખ તથા ગૌરી ટેન્શનમાં રહ્યા હતા. દીકરો ઘરે આવ્યા બાદ તેમણે મોટો નિર્ણય લીધો છે. શાહરૂખ ખાને પુત્ર માટે એક બોડીગાર્ડ રાખ્યો છે જે દરેક વખતે તેની સાથે રહેશે. જાણવા મળ્યા મુજબ ડ્રગ્સ કેસ બાદ શાહરૂખ અંદરથી પુરી રીતે હલી ગયો છે. તે વિચારી રહ્યો છે કે જો આર્યનની સાથે તેનો બોડીગાર્ડ હોત તો કદાચ આજે આટલી મોટી મુશ્કેલીનો સામનો કરવો પડ્યો ન હોત. જણાવી દઈએ કે શાહરૂખ ખાનનો પર્સનલ સિક્યોરિટી ઈન્ચાર્જ રવિ હાલ તેમના આખા પરિવારની સિક્યોરિટી સંભાળે છે.
એવી પણ ચર્ચા છે કે શાહરૂખ ખાન આર્યન ખાનને મન્નતથી દૂર મોકલશે. ડ્રગ્સ કેસમાં જામીન મળ્યા બાદ આર્યન ખાને પોતાનો પાસપોર્ટ કોર્ટમાં જમા કરાવ્યો છે. શરત પ્રમાણે આર્યન મુંબઈ કે ભારત બહાર પરવાનગી વગર જઈ શકશે નહીં. શાહરૂખ અને ગૌરી ખાન પુત્ર આર્યન ખાનને દિવાળી પછી મન્નતથી દૂર કરવા વિશે વિચારી રહ્યા છે. મુંબઈથી દૂર શાહરૂખ પોતાના પુત્રને અલીબાગ મોકલવાનો છે. અહીંયા શાહરુખનું વિશાળ ફાર્મહાઉસ છે જ્યાં તેને પોતાની સાથે સમય વિતાવવાનો અને પોતાની જાત માટે વિચારવાનો સમય મળે. આર્યન અલીબાગ વાળા ફાર્મફાઉસમાં રહેશે. જાણવા મળ્યા મુજબ અલીબાગમાં આર્યનની સાથે ગૌરી તથા અબ્રાહમ રહેશે. શાહરૂખ ઈચ્છે છે કે અહીંના વાતાવરણમાં રહીને તેનો પુત્ર મેંટલ ટ્રોમામાંથી બહાર આવે.