પારડી : પારડી નેશનલ હાઇવે (Pardi National Highway) નં.48 કુમાર-કન્યા શાળા (School) સામે પારડીના નોટરી એડવોકેટ અને પારડી શહેર ભાજપ (BJP) ઉપાધ્યક્ષ નિલેશ પટેલ તેમની શિક્ષિકા પત્ની (Wife) દિપ્તી પટેલને વલસાડ સેન્ટ જોસેફ હાઈસ્કૂલમાં સવારે 7 વાગ્યાના સુમારે મુકવા માટે જઈ રહ્યા હતા. તે દરમ્યાન મુંબઈથી (Mumbai) અમદાવાદ (Ahmedabad) જતા ટ્રેક પર એક કન્ટેનરના ચાલકે ફર્સ્ટ ટ્રેક પર અચાનક ઓવરટેક કરતા નિલેશભાઈની કારને ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો.
- કાર સીધી ધડાકાભેર હાઈવે રેલિંગ અને પોલ સાથે અથડાતા કાર ત્રીજા ટ્રેક પરના સાઈડની રેલિંગમાં ઘુસી ગઈ
- અકસ્માતમાં કારના ફૂડચા ઉડી ગયા, વલસાડ તરફ જતી કારની દિશા વાપી તરફ થઇ ગઈ
- કન્ટેનર ચાલકને પોલીસ મથકે લઇ જવાયો
અકસ્માત સર્જાતા કાર સીધી ધડાકાભેર હાઈવે રેલિંગ અને પોલ સાથે અથડાતા કાર ત્રીજા ટ્રેક પરના સાઈડની રેલિંગમાં ઘુસી ગઈ હતી. વલસાડ તરફ જતી કારની દિશા વાપી તરફ થઇ ગઈ હતી. જોકે, અકસ્માત થતા જ કારની એરબેગ ખુલી જતા આગળ બેઠેલી તેમની પત્ની દિપ્તીબેન પટેલ અને નિલેશભાઈનો ચમત્કારિક બચાવ થયો હતો. ઘટનામાં કન્ટેનર ચાલકને પોલીસ મથકે લઇ જવાયો હતો. અકસ્માતમાં કારના ફૂડચા ઉડી ગયા હતા. અકસ્માત અંગે પારડી પોલીસ મથકે ફરિયાદ કરવાની તજવીજ હાથ ધરી હતી.
માતાના મંદિરે દર્શને જતી વેળા કારનું ટાયર ફાટતાં અકસ્માત: છ મિત્રો પૈકી એકનું મોત
અંકલેશ્વર: હાંસોટ-કતપોર જવાના માર્ગ ઉપર વાંશનોલી ગામ પાસે કારને અકસ્માત નડતા છ મિત્રો પૈકી એક યુવાનનું ગંભીર ઈજાઓને કારણે મોત નીપજ્યું હતું. અંકલેશ્વર શહેરના નિરાંત નગર સોસાયટીમાં રહેતા ગીરીશ કાલિદાસ આહિર તેના મિત્રો દક્ષ નીલેશ જોશી, અંકિત દશરથ વસાવા ,ભાવેશ હસમુખ ચૌહાણ, મહેશ આહીર અને રવીન્દ્ર વસાવા સાથે હાંસોટના કતપોર ગામે ખોડીયાર માતાના મંદિરે દર્શન અર્થે કાર નંબર-જી.જે.૨૩.બી.૮૧૮૧ લઇ નીકળ્યા હતા તે દરમિયાન હાંસોટ-કતપોર જવાના માર્ગ ઉપર વાંશનોલી ગામ પાસે કારનું ટાયર ફાટતા અકસ્માત સર્જાયો હતો આ અકસ્માતમાં અંકિત વસાવાનું ગંભીર ઈજાઓને પગલે મોત નીપજ્યું હતું, જ્યારે અન્ય યુવાનોને ઈજાઓ પહોંચતા તેઓને તાત્કાલિક સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. અકસ્માત અંગે હાંસોટ પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.