Entertainment

મા-દિકરી બંને એક જ પુરુષના પ્રેમમાં?!

મા અને દિકરી એક જ પુરુષના પ્રેમમાં પડે તો? આ સવાલ અમારો નથી. આજથી શરૂ થઇ રહેલી વેબ સિરીઝ ‘આધા ઇશ્ક’નો છે જે વૂટ પર જોવા મળશે. રોમા અને તેની દિકરી  રેની એક જ પુરુષના પ્રેમમાં પડે છે. આવા પ્રેમનું શું થાય? પ્રેમ તો પ્રેમ છે તો મા-દિકરી વચ્ચે તેની સ્પર્ધા હોય શકે? સવાલ પેલા પુરુષનો પણ છે. તે કોને ચાહે છે? કુણાલ રોય કપૂર, આમના શરીફ, વગેરે મુખ્ય ભૂમિકા ભજવી રહ્યા છે. કુણાલ કપૂર કે જે મિલીંદનું પાત્ર ભજવે છે તે નાની ઉંમરે પરણેલો છે અને તેના સપનાઓ પૂરા નથી થયા. તેને દિકરી પણ છે અને તે એક સારો પિતા છે. એક છોકરી મિલીંદની ગર્લફ્રેન્ડ બને છે તો હવે શું થશે? એક સંબંધને કારણે બીજા કેટલા સંબંધો બદલાઇ જાય છે?

આજની પેઢીમાં ધૈર્ય નથી અને કુણાલ કહે છે કે આજે દરેક વયજૂથના લોકો સાથે આ બની રહ્યું છે અને તેનું કારણ સ્ત્રીઓને પણ મળેલી સ્વતંત્રતા છે. તે હવે પોતાની રીતે કમાય પણ શકે છે એટલે પોતાની રીતે નિર્ણયો પણ લે છે. આજના સમાજમાં આ બધુ આ બધું બની રહ્યું છે. જો મને મારા સંબંધમાં અસંતોષ હોય તો હું બીજો સંબંધ શોધી લઉં છું અને તે પુરુષ જેટલું જ સ્ત્રી માટે પણ સાચુ છે.

કુણાલ રોય કપૂર કપૂરે ‘જસ્ટ મહોબ્બત’ ટી.વી. શ્રેણીથી શરૂઆત કરેલી અને હવે ‘આધા ઇશ્ક’ સુધી પહોંચ્યો છે. આ દરમ્યાન તેણે ‘દિલ્હી બેલી’, ‘યે જવાની હે દીવાની’, ‘એકશન જેકસન’, ‘અઝહર’, ‘કાલાકાંડી’, ‘3 દેવ’ સહિતની ફિલ્મોમાં કામ કર્યું પણ ફિલ્મમાં નાનો દેખાતો કુણાલ ટી.વી. શ્રેણી અને વેબસિરીઝમાં મોટો થઇ જાય છે. ‘ગોઇંગ વાઇરલ પ્રા. િલમીટેડ’ યા ‘ગુડ લક’, ‘સાઇડ હીરો’, ‘ટી.વી. એફ ટ્રિપલિંગ’, ‘પરછાંઇ: ઘોસ્ટ સ્ટોરીઝ બાય રસ્કિન બોન્ડ’, ‘બંદિશ બેન્ડિટ્‌સ’, ‘સેન્ડવિચ ફોરેવર’ જેવી સિરીઝ જોતાં આ વાતની પ્રતિતિ થશે અને એટલે જ તે ‘આધા ઇશ્ક’ વેબસિરીઝથી ખુશ છે. તેની પાસે વિરલ શાહની એક ફિલ્મ જરૂર છે પણ તે કહે છે કે મારી વેબસિરીઝ જુઓ.

કુણાલ રોય કપૂરનો મોટો ભાઇ સિધ્ધાર્થ રોય કપૂર (જેની ત્રીજી પત્ની વિદ્યાબાલન) છે અને નાનો ભાઇ આદિત્ય રોય કપૂર છે. ત્રણે પોતાની રીતે ફિલ્મ – ટી.વી.નાં સક્રિય છે. કુણાલ રોય કપૂર સાથે ‘આધા ઇશ્ક’માં કામ કરી રહેલા આર્ટિસ્ટો ખુશ છે. નંદિતા મહેરા અને ભૈરવી રાયચુરા દિગ્દર્શિત આ સિરીઝને ભારતીય રોમેન્ટિક ડ્રામા તરીકે ઓળખાવવામાં આવી છે. આમના શરીફ, ગૌરવ અરોડા, પ્રતિભા રાંટા પણ આ સિરીઝ બાબતે ઉત્તેજના અનુભવી રહ્યા છે. આમના શરીફ તેમાં રોમા અને પ્રતિભા રાંટા રેને બની છે જે સાહિર બનેલા ગૌરવ ચોપડાને ચાહે છે. આ સિરીઝમાં લાંબો સમય પછી ‘તારે જમીં’ પરનો દર્શિલ સફારી યુવાન તરીકે દેખાશે. કુલ ૯ એપિસોડ ધરાવતી આ સિરીઝ પ્રેમના ઘણા ખૂણા દર્શાવશે. કુણાલ રોય કપૂરનું પાત્ર પાસે એક ખૂણો છે.

Most Popular

To Top