Charchapatra

મોર્નિંગ વોક

મોર્નિંગ વોકના અનેક ફાયદાઓ છે. નિયમિત ચાલવાથી ઇમ્યુનિટ (રોગ પ્રતિકારક શકિત) વધે છે. હાડકા મજબૂત બને છે. સ્નાયુઓ, સાંધાઓ અને લીગામેન્ટમાં સટ્્રેન્થ વધે છે. કમરના દુ:ખાવામાં રાહત મળે છે. બ્લડ પ્રસર અને ડાયાબિટિસ કન્ટ્રોલમાં રહે છે. સારું કોલેસ્ટેરોલ (HDL) વધે છે અને ખરાબ કોલેસ્ટેરોલ (HDL) ઘટે છે. હાર્ટ એટેક, બ્રેઇન એટેક અને કેન્સરનું જોખમ ઘટે છે. પાચનતંત્ર સુધરે છે. ખાધેલુ પચી જાય છે અને ભૂખ લાગે છે. ચાલવાથી બ્રેઇનમાં સીરોટોનીન અને તોરએમિનેફ્રીનનો સ્ત્રાવ વધવાથી મેન્ટલ હેલ્થ ઘણી સુધરે છે.

હતાશાનિરાશા ડીપ્રેશનમાં ઘણો ફાયદો થાય છે. મેન્ટલ સ્ટ્રેસ પણ ઓછો થાય છે. ઉંઘ પણ સારી આવે છે. વજન નિયંત્રણમાં રહે છે. ચાલતી વખતે શું કાળજી લેવી? ચાલતા પહેલાં હંમેશા વોર્મ અપ કરો, ચાલતાં પહેલાં થોડું પાણી પીવુ અને હળવો નાસ્તો (દૂધ-ફળ-નટસ) કરવો. ચાલતી વખતે સારી કવોલીટીના શુભ (રીબોક/નાઇકે વ.) પહેરવા (બીજે કસર કરી લેજો). જમ્યા પછી તુરંત ચાલવુ નહિ. તમારી ક્ષમતાથી વધુ ચાલશો નહિ. ક્ષમતા ધીરે ધીરે વધારતા જાવ. ઝડપથી 30 મિનિટ ચાલવું.

12 થી 15 મિનિટમાં એક માઇલ (2000 સ્ટેપ્સ) જો વજન ઓછું કરવા માટે ચાલતા હોવ તો એક કલાકની 4 માઇલ (લગભગ 6 થી 6 1/2 કિ.મી.)ની સ્પીડ રાખો. (એક મિનિટના 150 સ્ટેપ્સ). 3500 કેલરી બાળવાથી 1 પાઉન્ડ વજન ઉતરે છે. જો ઘુંટણમાં પેઇન થતું હોય, ઘુંટણના સ્નાયુ કે લીગામેન્ટમાં ઇજા થઇ હોય તો knee-brace અવશ્ય પહેરો. તેનાથી ઘુંટણના સ્નાયુ અને લીગામેન્ટને સપોર્ટ મળશે.

વળી સ્ટીફનેસ અને પેઇનમાં ફાયદો થશે. હાર્ટરેટને 160 મિ.થી વધવા નહિ દો. 4000 સ્ટેપ્સ (લગભગ 30 કિ.મી.) ચાલવાથી મૃત્યુ જલદી આવતુ નથી. 2300 થી 2400 સ્ટેપ્સ ચાલવાથી હાર્ટએટેકથી થતા મૃત્યુનુ જોખમ ઓછુ થઇ જાય છે. રોજ 10 મિનિટપણ ચાલશો તો આયુષ્યમાં ત્રણ વર્ષનો વધારો થશે. બને ત્યાં સુધી સવારે જ ચાલો કેમકે સવારે વાતાવરણમાં ઓકિસજનનું પ્રમાણ વધુ હોય છે. ચાલતી વખતે ટાઇટ કપડા પહેરવા નહિ અને મોઢેથી શ્વાસ લેવો નહિ. ચાલ્યા પછી થોડી સ્ટ્રેચીંગ એકસરસાઇઝ અચૂક કરવી. રોજ 10 થી 15 મિનિટ યોગ પ્રાણાયામ ધ્યાન કરો. કપાલભાતી અતુલોમ વિલોમ અને ભસ્ત્રિકાસન નિયમિત રીતે કરો. ધ્યાનથી તમને અનન્ય શાંતિનો અનુભવ થશે. ખોરાકમાં સ્યુગર સોલ્ટ તળેલુ ખુબ જ ઓછુ લેવું. જો વૃધ્ધાવસ્થામાં લાકડીના ટેકા વગર અને કોઇનાટેકા વગર ચાલવુ હોય તો યુવાવસ્થાથી જ મોર્નીંગ વોક શરૂ કરી દો!
શિકાગો – ડો. કિરીટ એન. ડુમસિયા        – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top