ગોધરા: ગોધરા જિલ્લામાં ગણેશ મહોત્સવને લઈને ગણેશ ભકતોમાં અનેરો આનંદ અને ઉત્સાહનો માહોલ છે.વરસાદી માહોલ વચ્ચે ગણેશજીનું ડી.જે અને ઢોલ નગારાના તાલ સાથે આગમન થવા સાથે ગણપતિ બાપા મોરિયાના નાંદ થી વાતાવરણ ગુંજી ઉઠ્યુ હતુ.ગણેશ મંડળો દ્વારા ગણેશ પંડાલો સજાવામાં આવવા સાથે નગર અને તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં આજે 50થી વધુ ગણેશજીની મૂર્તિનું સ્થાપના બ્રાહ્મણોના વૈદિક મંત્રોચ્ચાર સાથે કરવામાં આવનાર છે. ખાસ કરીને આ વખતે કોરોના ના ગાઈડ લાઈનનું પાલન ગણેશ મંડળો અવશ્ય કરવું પડશે…
દેવાધિદેવ મહાદેવ નો શ્રાવણ માસ પૂર્ણ થતા હવે ગણેશ ભકતો ગણેશજીની ભક્તિમાં લીન થનાર છે ગણેશ ચતુર્થીના ગણતરીના કલાકો બાકી હતા. ત્યારે ગોધરા સહિત જિલ્લાના ગ્રામ્ય વિસ્તાર મા વરસાદી માહોલ વચ્ચે ગણેશ મંડળો દ્વારા તડામાર તૈયારીઓ કરવા સાથે આખરી ઓપ આપવામાં આવી રહયો હતો.. બજારોમાં શ્રીજીની 150 રૂપિયાથી લઈને 10 હજારથી વધુ કિંમતની નાની-મોટી મૂર્તિઓનું વેચાણ થઈ રહયુ હતુ.ગણેશ મંડળો દ્વારા ગણેશ પ્રતિમાઓ પીઓપી ની ખરીદી કરતા જોવા મળી રહ્યા હતા.જ્યારે માટીની નાની મૂર્તિઓ બજારમાં જોવા મળતા અનેક લોકો એ માટીની મૂર્તિ ખરીદી પ્રથમ કરી હતી.
આ વખતે જન-જન સુધી સંદેશો પહોંચે તે હેતુથી કોરોના ને લગતી, પર્યાવરણ અને સ્વચ્છતા ને લગતી અનેક થીમ્સ ગણેશ પંડાલો માં જોવા મળવા સાથે ગણેશ પંડાલો ને સજાવામાં આવી રહ્યા છે.આ વખતે સરકાર ની ગાઈડલાઈન નુ ગણેશ મંડળો દ્વારા પાલન કરીને શ્રીજીની ચાર ફૂટ સુધીની મૂર્તિઓ ખરીદી કરવા સાથે ઢોલ નગારા અને ડી.જે.પર ગણેશજીના ભક્તિ મય ગીતો વચ્ચે શ્રીજીનું ભવ્ય આગમન થતુ જોવા મળેલ હતુ. ગણેશ ચતુર્થી એટલે આજે શુક્રવારના દિવસે નગર અને તાલુકાના ગ્રામ્ય વિસ્તારની શેરીઓમાં ઠેરઠેર ગણેશજીની પ્રતિમા મુકાશે.