વડોદરા : વડોદરા મહાનગર પાલિકા હોર્ડિંગ્સ, ગેંટ્રી ગેટ,યુનિ પોલ, કીયોસ્ક બોર્ડ નો વ્યવસાય કરતી ડીફોલ્ટર એજન્સીઓ ના બાકી નાણાં ની વસુલાત કરવામાં પાલિકા ના કોઈ એક તમામને લોકોના નાણાંના ભોગે બચાવવાનો પ્રયત્ન કરી રહ્યું છે તેવી ગંભીર નોંધ ગુજરાત હાઈકોર્ટે લીધી છે. ગુજરાત હાઈકોર્ટે જે ડિફોલ્ટર એજન્સી ના બાકી નાણાં હોય તે વહેલી તકે કોર્પોરેશને વસૂલ કરવા જોઈએ તેવી પણ સૂચના આપી હોવાનું આધાર ભુત સૂત્રો થી જાણવા મળે છે.
અધિકારીઓ-નેતાઓ ના આશીર્વાદ થી કોન્ટ્રાકટર-એજન્સીઓ પોતાની મનમાની કરી રહ્યા છે. પાલિકામાં એક કોન્ટ્રાક્ટમાં -એજન્સી ને બ્લેકલિસ્ટ કરે તો બીજા કોન્ટ્રાક્ટ તેને આપી દેવામાં આવે છે. છેલ્લા કેટલાક સમયથી પાલિકા ના માનીતા ડિફોલ્ટર એજન્સીઓ દ્વારા કરોડો રૂપિયા જમા ના કરાવતા ગુજરાત હાઈકોર્ટે પાલિકાને સૂચન કર્યું છૅ. મહાનગરપાલિકા સ્થાયી સમિતિની બેઠક એ ગેંટ્રી ગેટમાં હલકી કક્ષાની કામગીરી કરનાર રવિ કમ્યુનિકેશનને બ્લેક લિસ્ટ કરવાનો ઠરાવ થયો કે બાદ એજન્સી દ્વારા હાઇકોર્ટમાં સ્પેશ્યલ સિવિલ એપ્લીકેશન દાખલ કરવામાં આવી હતી જેમાં જજ પારડીવાલાએ તાજેતરમાં પાલિકાને કરેલા હુકમ મા ગંભીર નોંધ લીધી છે કે એક બાજુ લોકોના પૈસા લોકોની સુવિધા માટે વપરાય છે તો બીજી બાજુ ડિફોલ્ટર એજન્સીઓ ના કરોડો રૂપિયા બાકી પડે છે એટલે ચૂકવતી નથી કે કોર્પોરેશન તેની વસુલાત કરતી નથી.
ગુજરાત હાઈકોર્ટે એવી ગંભીર નોંધ લીધી છે કે સ્થાયી સમિતિમાં મ્યુનિસિપલ કમિશનર સાલીની અગ્રવાલે બાકી વસૂલાતનો ગંભીર વિષય રજુ કર્યો હોય તો તેની ઉપર ધ્યાન રાખવામાં આવ્યું નથી અને એવી પણ એક ધારણા ઊભી કરે છે કે કોઈ એક આ તમામ ડિફોલ્ટર એજન્સીઓનો બચાવ કરવાનો પ્રયત્ન કરી રહ્યું છે.હાઈકોર્ટે એવી પણ ગંભીર નોંધ લીધી છે કે જે ડિફોલ્ટર એજન્સી ના ટેન્ડર શરતો નક્કી થઈ છે તે પ્રમાણે નાણાં વસૂલ કરવા જોઈએ આ બાકી વસુલાત મોટી રકમ છે જે લોકોની સુવિધા માટે વપરાય છે.ડિફોલ્ટર એજન્સીઓ કરોડોની બાકી રકમ ચૂકવાતી નથી. જેથી જેના કોન્ટ્રાક્ટ ચાલુ રાખે છે જે પરવાનગી ને પાત્ર નથી આ સામે વડોદરા પાલિકાના વકીલે પણ હાઇકોર્ટમાં ખાતરી આપી હતી કે વહેલામાં વહેલી તકે પગલાં ભરી જલ્દીથી નાની ભરપાઈ થાય તેવા પ્રયત્ન કરીશું.
મહાનગર પાલિકા ના હોર્ડિંગ્સ, ગેંટ્રી ગેટ,યુનિ પોલ, કીયોસ્ક બોર્ડ નો વ્યવસાય કરતી ૨૦થી૨૨ ડીફોલ્ટર એજન્સીઓ ના બાકી નાણાંની કુલ રૂપિયા ૪૦ કરોડ ની વસુલાત છેલ્લા કેટલાક સમય થી બાકી પડે છે અને તે નાણાં ની વસુલાત કરવા હાઇકોર્ટે પણ ટકોર કરી છે છતાં કોર્પોરેશનનું તંત્ર આ દિશામાં કાર્યવાહી કરવામાં વિલંબ કરી રહ્યું છે. નાગરિકો વેરા-અન્ય ટેક્સ ના ભરે તો તેની સામે પઠાણી ઉઘરાણી કરવામાં આવે છે અને વ્યાજ પણ લેવામાં આવે છે પરંતુ આવા માનીતા એજન્સીઓને પાલિકાના અધિકારીઓ- નેતાઓ બચાવી રહ્યા છે. પાલિકાની તિજોરી એક બાજુ તળિયાઝાટક છે અને બીજી બાજુ કરોડ રૂપિયા વસૂલ કરવાના બદલે તેને બચાવવાનો કારસો ચાલી રહ્યો છે.