બેંકમાં 150 થી વધુ એકાઉન્ટ ઓનલાઈન ખોલાવ્યાં – Gujaratmitra Daily Newspaper

Vadodara

બેંકમાં 150 થી વધુ એકાઉન્ટ ઓનલાઈન ખોલાવ્યાં

વડોદર: પંજાબના પંજાબી સિંગર સિધ્ધુ મુસેવાલાની હત્યાના ચકચારભર્યા બનાવમાં વોન્ટેડ જાહેર કરાયેલા કેનેડા રહેતો માસ્ટર માઇન્ડ ગોલ્ડી બરારના નામે પંજાબના ડોક્ટરો તેમજ અન્ય આગેવાનો પાસે ખંડણી વસૂલવા ધમકી આપતી ગેંગનો એક સાગરીત વડોદરા શહેર માં થી ઝડપાયો છે. ત્યારે પંજાબમાં છેલ્લા કેટલાક સમયથી ગોલ્ડી બરારનો આંતક ખુબ વધી ગયો છે. જેના પરિણામે તે અનેક નામી આગેવાનોને ખંડની ધમકી આપતા હોય છે. અમૃતસરના બે ડોક્ટરોએ આ અંગે પંજાબના ઉચ્ચ પોલીસ અધિકારીઓને રજૂઆત કરી હતી કે અમારી પાસે કોઈ અજાણ્યા ઈશ્મો ખંડની માંગે છે. જેને પગલે પંજાબ પોલીસે ખંડણી વસૂલતી ગેંગનો પર્દાફાશ કરી બિહારના બે સાગરીતોને ઝડપી પાડયા હતા.આ ગેંગ ઇન્ટરનેટ કોલ્સ કરીને ધમકી આપતા હોય છે. અને આ ગેન્ગના બેન્ક એકાઉન્ટમાં રૃપિયા ટ્રાન્સફર કરાવી લેતી હોવાની વિગતો બહાર આવી હતી.

પંજાબના અમૃતસરના ડોક્ટરો પાસે ખંડણી વસૂલવા અપાયેલી ધમકીની તપાસ દરમિયાન પકડાયેલા બંને બિહારીઓની તપાસ દરમિયાન વડોદરામાં છુપાયેલા ગોલ્ડી બરાર ગેંગનો આરોપીનું શરીફ નામના સાગરીતનું નામ ખુલ્યું હતું જેના પરિણામે પંજાબ પોલીસની ટીમે વડોદરા પોલીસની મદદ લીધી હતી. વડોદરા પોલીસે શરીફ શેખના મોબાઇલ લોકેશનના આધારે વોચ રાખી હતી અને પીએસઆઇ પીપી વસાવા,કોન્સ્ટેબલ રામ સાગર પોલીસની ટીમ દ્વારા દુમાડ ખાતે એક ગેરેજ નજીકથી શરીફ ઉર્ફે મજરઆલમ નુરૃલહુડા શેખ(હાલ રહે. છાણી રેલ્વે સ્ટેશન પાસે અબ્દુલભાઇના મકાનમાં, મૂળ રહે.જોવ કટિયા,જિ.બેતિયા, બિહાર)ને ઝડપી પાડયો હતો. પ્રાથમિક તપાસમાં બે મહિના પહેલાં જ ભાડાના મકાનમાં રહેવા આવેલા શરીફ શેખે પોતે કાંઇ જાણતો નથી તેમ કહી બચાવનો પ્રયાસ કર્યો હતો.જેથી પંજાબ પોલીસે વડોદરાની કોર્ટમાંથી ટ્રાન્ઝિટ રિમાન્ડ મેળવી તેને લઇ પંજાબ ખાતે રવાના થયા હતા.

લોરેન્સ બિશ્નોઇ અને ગોલ્ડીના નામે ખંડણી માંગનાર ગેંગના બેન્કમાં 150 ખાતા જાણવા મળ્યા છે. પંજાબમાં નેતાઓ,ડોક્ટર્સ અને ઉદ્યોગપતિઓ પાસે ખંડણી વસૂલતી ગેંગના ૧૫૦ જેટલા બેન્ક એકાઉન્ટ હોવાની વિગતોની પંજાબ પોલીસ આ અંગે વધુ તપાસ કરી રહી છે. આ પૈકી મોટાભાગના બેન્ક એકાઉન્ટ ઓનલાઇન ખોલવામાં આવ્યા હોવાની વિગતો પણ બહાર આવી છે. અમૃતસરના ડોક્ટરને રૃ.છ લાખની રકમ ટ્રાન્સફર કરવા માટે સિધ્ધુ મુસેવાલા હત્યા કેસના માસ્ટર માઇન્ડ ગોલ્ડી બરારના નામે ધમકી આપવાના કેસમાં પંજાબ પોલીસે વડોદરામાં રહેતા શરીફ શેખની અટકાયત કરી છે.

પ્રાપ્ત વિગતો મુજબ,ગોલ્ડી બરાર, લોરેન્સ બિશ્નોઇ અને જગ્ગુ ભગવાનપુરીયાના નામે પંજાબમાં જુદાજુદા લોકોને ખંડણી માટે ધમકી આપવામાં આવી રહી છે.તેઓ રકમ નહિં જમા કરાવે તો સિધ્ધુ મુસેવાલા જેવા હાલ થશે તેમ કહી રકમ માંગી રહ્યા છે.આ ગેંગ દ્વારા જુદીજુદી બેન્કોમાં 150 જેટલા એકાઉન્ટ હોવાની વિગતો ખૂલતાં તમામ ખાતા સીઝ કરાવી વ્યવહારોની તપાસ શરૃ કરી છે. બિહારના પ્રિન્સ અને વિકાસે વડોદરાના શરીફનું નામ કબૂલ્યું પોલીસ સમક્ષ ખોલ્યું હતું. પંજાબ પોલીસે ખંડણી માટેના કોલ્સની ડીટેલ મેળવી બિહારથી બે શખ્સોને ઝડપી પાડવામાં સફળતા મળી હતી ત્યાર બાદ બિહારના પ્રિન્સ અને વિકસે વડોદરામાં રહેતા શરીફનું નામ પોલીસ સમક્ષ કબુલ્યું હતું.

Most Popular

To Top