અમેરિકાના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ જ્હોન એફ કેનેડીના પરિવારના બે સભ્યો બે દિવસથી ગુમ છે. આ પરિવાર ગુરુવારે મેરીલેન્ડમાં પારિવારિક પ્રવાસે ગયો હતો. ગુમ થયેલા લોકોમાં કેનેડીની પૌત્રી મેઓ કેનેડી મેકિનેન (40) અને તેનો 8 વર્ષનો પુત્ર ગિડન શામેલ છે. ચેસાપીક ખાડી નજીક કાયકિંગ (નાની બોટ દ્વારા નૌકાવિહાર) કરતી વખતે માતા અને પુત્ર નદીમાં વહી ગયા. સાંજના સમયે બચાવ દળને તેની જાણ થઈ હતી ત્યારબાદ સર્ચ ઓપરેશન શરૂ કરાયું હતું. પાર્ટીના સભ્યોને બોટ અને પેડલ મળી આવ્યા છે, પરંતુ બંનેની કોઈ ભાળ મળી નથી. અધિકારીઓના જણાવ્યા મુજબ, 24 કલાકથી ગુમ થવાથી તેઓની બચવાની સંભાવનાઓ ઓછી થઈ ગઈ છે.
મેરીલેન્ડના ગવર્નર લેરી હોગને શુક્રવારે અહેવાલ આપ્યો હતો કે મેઉ અને તેના પુત્ર ગિડોનની શોધ ચાલુ છે. મેવ મેરીલેન્ડના પૂર્વ લેફ્ટનન્ટ ગવર્નર કેથલીન કેનેડી ટાઉનસેંડની પુત્રી અને રોબર્ટ એફ. કેનેડીની પૌત્રી છે. રોબર્ટ એફ. કેનેડી ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ જ્હોન એફ કેનેડીના ભાઈ હતા. રોબર્ટની હત્યા 1968 માં કરવામાં આવી હતી, જ્યારે તે ડેમોક્રેટિક પાર્ટીના રાષ્ટ્રપતિ પદના ઉમેદવારની રેસમાં હતા.
શ્રદ્ધાંજલિ આપી
શનિવારે મેવના પતિ ડેવિડ મેક્કીને ફેસબુક પોસ્ટમાં શ્રદ્ધાંજલિ આપીને લખ્યું કે, “તેઓને ગુમ થયાને 24 કલાકથી વધુ સમય થઈ ગયો છે. હવે તેઓના બચવાની સંભાવના ઓછી છે. કુટુંબમાં, ગિડોન ઉપરાંત 7 વર્ષી ગેબ્રીલા અને 2 વર્ષનો ટોબી છે. મેવની માતા કેથલીન કેનેડીએ જણાવ્યું હતું કે કોસ્ટગાર્ડ્સ, પોલીસ અને અગ્નિશામકો મળીને એક સર્ચ ઓપરેશન ચલાવી રહ્યા છે, પરંતુ હજી સુધી તેમાં સફળતા મળી નથી. બચાવ ટીમ હવે તેમના મૃતદેહોની શોધ કરી રહી છે.