છેલ્લા બાર વર્ષથી સુરત માટે જે રીતે સૌરાષ્ટ્ર તરફની ટ્રેનની માંગણી કરવામાં આવતી હતી. તે સુરત- મહુવા ટ્રેનને વિધીવત રીતે રેલવે મંત્રી દર્શના જરદોષ દ્વારા મંજૂર કરવામાં આવી છે. આ મામલે રેલવે મંત્રી દર્શના જરદોષે શહેર અને સૌરાષ્ટ્રવાસીઓ માટે આ દાયકા જૂની માંગણી સંતોષાતા અભિનંદન પાઠવ્યા હતા. તેમણે સાંસદ નારાયણ કાછડિયાનો પણ આભાર માન્યો હતો. જેઓએ સતત તેઓ સાથે આ ટ્રેન માટે એક દાયકાથી રજૂઆત કરી રહ્યાં હતાં.
આ ઉપરાંત આવનારા દિવસોમાં શહેરને વધુ ટ્રેનો આપવા માટેની વાત રેલવેના અધિકારીઓ અને કાપડ મંત્રી દર્શના જરદોષ દ્વારા કરવામાં આવી હતી. તેમણે સુરત રેલવે સ્ટેશનની સમસ્યા માટે ડીઆરએમ સત્યેન કુમાર સાથે પણ ચર્ચા કરી હોવાની વિગત જાણવા મળી છે. દરમિયાન સાંસદ નારાયણ કાછડિયાએ આ મામલે ઓન લાઇન સ્પીચ આપીને રેલવે મંત્રી દર્શના જરદોષને રજૂઆત કરી હતી.
સુરત-મહુવા ટ્રેનનુ ટાઇમ શિડયુલ ઘોષિત કરાયું
સુરત મહુવા ટ્રેનનુ ટાઇમ શિડ્યુલ ઘોષિત કરવામાં આવ્યુ છે. તેમાં 9049-9050 નંબરની આ ટ્રેન બે બાજુએ અમદાવાદ, વિરમગામ, વડોદરા, સુરેન્દ્ર નગર બોટાદ, ધોળા, ઢસા, સાવરકુંડલા, રાજુલા ખાતે ઉભી રહેશે. આ ટ્રેન શનિવારે નિયમીત ઉપાડવામાં આવશે. આ ટ્રેન તે સુરતથી રાત્રે દસ વાગ્યે ઉપડશે બીજા દિવસે સવારે સાડા નવ વાગ્યે પહોંચશે. મહુવાથી આ ટ્રેન સાંજે સાડા સાત વાગ્યે ઉપડશે જે સવારે સાડા છ વાગ્યે સુરત પહોંચાડશે. આ ટ્રેન બુધવાર અને શુક્રવાર સિવાય અન્ય તમામ દિવસોએ ઉપડશે