વડોદરા તા.5 વડોદરા શહેરના નવાપુરા વિસ્તારમાં છેલ્લા કેટલા સમયથી સમસ્યાઓથી ઘેરાયેલો વિસ્તાર છે તે વિસ્તારમાં પાણી, ગેસની તથા પાણી ભરાય સહિતની સમસ્યાઓ ફક્ત નવાપુરા વિસ્તારમાં બની રહ્યા છે. એવું લાગે છે કે સમસ્યા અને નવાપુરા વિસ્તાર એક બીજા પર્યાય બની ગયા હોય તેવું લાગે છે. આમ આજ રોજ નવાપુરા વિસ્તારનાં કેટલાક લોકો ભાજપના કોર્પોરેટરને જણાવ્યું હતું કે નવાપુરા વિસ્તારમાં આવેલ માળી મોહલ્લામાં વીજ થાંભલો પડી જાય તેવો છે જેથી ભાજપના નગર સેવકો સ્થળ પર જઈને તપાસ કરીને જીઇબીના અધિકારી સાથે સંપર્ક કરતા જીઇબીના અધિકારીએ નગરસેવકને જો ઉદ્ધતાઈ જવાબ આપતો હોય તો આમ પબ્લીકને શું જવાબ આપે તેવું લોક મુખે ચર્ચાય રહ્યું છે.
નવાપુરા માળી મોહલ્લામાં એક વીજ થાંભલો પડી જાય તેવી હાલત હતો જેથી ત્યાના રહીશો દ્વારા ભાજપના કોર્પોરેટરને જાણ કરી હતી. જાણ થતાની સાથે જ ભાજપના કોર્પોરેટર સ્થળ પર જોઈ જોતા તો તે ખરેખર પડી જાય તેવી સ્થિતિમાં હતો જેથી ભાજપના કોર્પોરેટરે બરાનપુરામાં જીઇબી સ્ટેશનના અધિકારીને ટેલીફોનીક સંપર્ક કરતા જણાવ્યું હતું કે નવાપુરા વિસ્તારમાં એક વીજ થાંભલો છે તે પડી જશે અને કોઈ જાનહાની થશે અને વરસાદી માહોલ છે જેન લઈને કોઈ ઘટના બને તે માટે તમે તેને દુર કરી આપો જેથી અધિકારી જણાવ્યું હતું કે મારી જોડે આ કમ્પ્લેન આવી ગઈ છે મેં જોઈ પછી તેને હટાવી નાખીશ.
ત્યારે નગરસેવકે અધિકારી જણાવ્યું હતું કે ત્યાર સુધી કોઈ મરી જશે તો શું થશે ત્યારે અધિકારે જણાવ્યું હતું કે મારી જવાબદારી રહેશે. આવી રીતે જો અધિકારી કોર્પોરેટરને જ ઉદ્ધતાઈ જવાબ આપતા હોય તો આમ પ્રજાને શું જવાબ આપતા હશે તેઓ આ એક ઉત્તમ નમુનો આજ રોજ સામે આવ્યો હતો. હજુ તો વડોદરા શહેરમાં ભારે વરસાદ વરસ્યો નથી અને જો ભારે પવન સાથે આ વરસાદ વરસ્યો અને વીજ થાંભલો પડી જશે તો આનો જવાબદાર કોણ આમ પાલિકાના તંત્ર અને જીઇબીના અધિકારીએ તાત્કાલી યુદ્ધના ધોરણે આ વીજ થાંભલો દુર કરવો જોઈએ જેથી કોઈ મોટી દુર્ઘટના સર્જાતા અટકી શકે તેવું નવાપુરા વિસ્તારમાં ચર્ચા ચાલી રહી હતી.