નવી દિલ્હી: વોટ્સએપમાં (Whatsapp) ખામી સર્જાયાના અઠવાડિયા પછી જ અન્ય એક સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામના (Instagram) વપરાશકર્તાઓએ આજે મુશ્કેલીની ફરિયાદ નોંધાવી હતી. ઘણા યુએસ (US) અને યુરોપિયન વપરાશકર્તાઓના ફોનમાં આ એપ્લિકેશન કામ કરવાનું બંધ કરી દીધું છે. યુઝર્સે જાણ કરી કે તેમને એક મેસેજ (Message) મળ્યો છે કે તેમનું એકાઉન્ટ સસ્પેન્ડ કરવામાં આવ્યું છે. મોટી સંખ્યામાં લોકોએ આ ફરિયાદ કરી છે કે તેમનું એકાઉન્ટ લોક થઈ ગયું છે. ભારતમાં પણ કેટલાક યુઝર્સ તરફથી આવી ફરિયાદો મળી છે. આ મેસેજ વાંચીને વપરાશકર્તા ચોંકી ઉઠયા હતા તેમજ પોતાની ફરિયાદ અન્ય પ્લેટફોર્મ પર જણાવી રહ્યાં હતાં.
યુઝર્સના જણાવ્યા મુજબ, તેઓ ઈન્સ્ટાગ્રામ પર ઓનલાઈન થઈ શકતા ન હતા. તેના બદલે તેઓને મેસેજ મળી રહ્યો હતો કે તેઓનું એકાઉન્ટ સસ્પેન્ડ કરવામાં આવ્યું છે. મેસેજમાં એવું પણ લખવામાં આવ્યું છે કે યુઝર્સે એપના નિયમો તોડ્યા છે અને હવે તેઓ તેનો ઉપયોગ કરી શકશે નહીં. શેર કરવામાં આવેલા સ્ક્રીનશોટમાં, Instagram પર એક સંદેશ મોકલવામાં આવ્યો છે કે તમારું એકાઉન્ટ 31 ઓક્ટોબર 2022 ના રોજ સસ્પેન્ડ કરવામાં આવ્યું છે તેવું લખવામાં આવ્યું છે.
મળતી માહિતી મુજબ આ સમસ્યા ટેકનિકલ સમસ્યા હોય તેવું લાગે છે, એકાઉન્ટ્સ પર મોટા પાયે પ્રતિબંધ નથી. ઇન્સ્ટાગ્રામે એક ટ્વીટમાં કહ્યું કે તેણે આ સમસ્યા શોધી કાઢી છે – પરંતુ સસ્પેન્શન બગ હતું કે બીજું કંઈક હતું તે જણાવ્યું નથી. શું સમસ્યાનું નિરાકરણ થયા પછી તેઓને પુનઃસ્થાપિત કરવામાં આવશે. આ સમસ્યાનો ઉકેલ ક્યારે આવશે તે અંગે પણ જાણકારી આપી નથી.
જણાવી દઈએ કે આ પહેલા ગયા અઠવાડિયે મંગળવારે ઇન્સ્ટન્ટ મેસેજિંગ પ્લેટફોર્મ વોટ્સએપની સેવાઓ લગભગ દોઢ કલાક માટે બંધ રહી હતી. આ મામલે Whatsapp યુઝર્સ દ્વારા ટ્વિટર અને ફેસબુક પર ફરિયાદ દાખલ કરવામાં આવી હતી