વડોદરા તા.24 શહેરના વિકાસ માટે વડોદરા શહેરમાં ટુરીઝમને પ્રોત્સાહિત કરવા આ (સીમ્પોઝીયમ) કાર્યશાળાનું ઉદ્દધાટન મુળુભાઇ હર્ષદભાઇ બેરાજી, મંત્રી, ટુરીઝમ અને કલ્ચરલ પ્રવૃત્તિના વરદ હસ્તે અને મુખ્યમહેમાન તરીકે પૂ.વ્રજરાજકુમારજી મહારાજ અને મહારાજા સમરજીતસિંહજી ગાયકવાડએ હાજરી આપેલ છે.
ગેસ્ટ ઓફ ઓનર (આમંત્રિત મહેમાન) તરીકે નિલેષભાઇ રાઠોડ, મેયર બાળુભાઇ શુકલ, દંડક, ગુજરાત સરકાર, અશોકભાઇ પટેલ, વિજયભાઇ શાહ, સતિષભાઇ પટેલ, યોગેશભાઇ પટેલ, સમરજીતસિંહ ગાયકવાડ, અશોકભાઇ પટેલ, નંદાબેન જોષી, અતુલભાઇ ગોર, દિલીપભાઇ રાણા, અનુપસિંહ ગેહલોત, ડૉ. હિતેન્દ્રભાઇ પટેલ ટીમ વડોદરા અને વડોદરાના મુખ્ય દંડક બાળુભાઇ શુકલની સ્પીચગઇ કાલનું સફળ ચંદ્રયાન મીશન અને કવિ નર્મદની જન્મજયંતિ – સૌ મહાનુભાવોનું સ્વાગત કરવામાં આવ્યું હતું.
- પ્રવચનમાં કોણે શુ કહ્યું :
- મેડીકલ સુવિધા વધારતા દર્દીઓને આકર્ષી શકાય – બહારના દેશોમાં ખર્ચાળ જયારે ભારતમાં મેડીકલ ખર્ચ ઓછો છે – ભારતમાં મેડીકલ સુવિધા ખૂબ સારી છે. – નિલેષ રાઠોડ , મેયર
- સૌ મહાનુભાવોનું સ્વાગત –આ સિમ્પોઝીયમમાં ટુરીઝમ એવી છે જે ખૂબ ઝડપથી વધે છે. આ સિમ્પોઝીયમમાં સૂચન આવશે તેને આવકારમાં આવશે. – સમરજીતસિંહજી ગાયકવાડ
- આ સંસ્કારી નગરીને ફરીથી વિકાસ નો પ્રયતનો કરવા- ચાર સંસ્કાર જાગૃત કરવા – કોઇને નડવું નહી- અહંકાર કરવો નહી–બળવું નહી – વિકાસમાં કોઇને અડવું નહી – વિચારને સંકલ્પ બનાવવો – સંકલ્પ સાથે પુરૂષાર્થ –વડોદરાના વિકાસ એ સૌનો સંકલ્પ થવો જોઇએ. – પૂજ્યપાદ ગોસ્વામી 108 વ્રજરાજકુમારજી મહારાજશ્રી
- ગુજરાતના દરેક સ્થાપત્ય મહારાજા ગાયકવાડ દ્વારા જાળવણી કરવામાં આવેલ વડોદરામાં સાંસ્કૃતિક વારસાના કારણે તેનો વિકાસ થશે – ચાર્મધારીણી એ ૧૮૦૦ના દાયકામાં મળી આવેલ છે. – બાળુ શુકલ, દંડક
- સ્ટેચ્યુ ઓફ યુનીટી જોવા આવનાર પ્રવાસીઓને આપણે ધ્યાને લઇએ તો વડોદરામાં તેઓને આકર્ષી શકીએ છીએ. વડોદરામાં ગાઇડને લાઇસન્સ આપીએ તો પ્રવાસીઓની સંખ્યામાં વધારી શકાય – ડો. મિતેશ શાહ -(MBBS,DIH,HA)-પ્રમુખ, IMA વડોદરા