કોરોના હવે હળવો થતાં રૂપાણી સરકાર હવે વિધાનસબાની ચૂંટણી પર નજર કેન્દ્રિત કરી રહી છે. હવે આગામી દિવસોમાં કેબિનેટ મંત્રીઓ બે જિલ્લાઓના પ્રવાસ કરીને સરકારની યોજનાઓના અમલીકરણ વિશે જાત માહિતી મેળવશે એટલું જ નહીં કયાંય ક્ષતિ રહી જતી હોય તો તેને સુધારશે .
આજે ગાંધીનગરમાં સીએમ વિજય રૂપાણીના અધ્યક્ષસ્થાને કેબિનેટ બેઠક મળી હતી. જેમાં લેવાયેલા નિર્ણય મુજબ તમામ કેબિનેટ મંત્રીઓ બે જિલ્લાઓની મુલાકાત લેશે, જે જિલ્લાના પ્રભારી મંત્રી હોય . તે સિવાયના જિલ્લાઓની મુલાકાત લઈને જિલ્લા વહીવટી તંત્રના અધિકારીઓ સાથે બેઠક કરશે, એટલું જ નહીં જિલ્લાના ભાજપના સંગઠ્ઠનના પદાધિકારીઓ સાથે પણ બેઠક કરશે , લોકોની સમસ્યાઓ જાણીને તે મુદ્દે સીએમ રૂપાણીને રિપોર્ટ કરવાનો રહેશે.