Vadodara

ગેંડા સર્કલથી મનિષા ચોકડી બ્રિજ બનાવવા સરકાર 100 કરોડ આપશે પણ પાલિકાને 10 કરોડ બોજો પડશે

વડોદરા : રાજ્ય સરકાર દ્વારા ગેંડા સર્કલ મનીષા ચોકડી સુધીના ૩.૫ કિલો મીટર નો ગુજરાતનો સૌથી લાંબો બ્રિજ બનાવવાની જાહેરાત કરી હતી. જો કે સરકાર ના ગ્રાન્ટ માંથી રૂપિયા આવવાના બંધ થઈ જતા છેલ્લા કેટલાક સમયથી ડચકાની ગતિએ કામગીરી ચાલતી હતી. પાલિકાના હોદ્દેદારો તથા તમામ પદાધિકારીઓને ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી અને પ્રદેશ પ્રમુખને રજુઆત કરતા પાલિકા ને બ્રિજ માટે રાજ્ય સરકાર 100 કરોડ રૂપિયા આપશે તેવી જાહેરાત કરતા પાલિકાના મ્યુનિસિપલ કમિશનર ,મેયર, ડેપ્યુટી મેયર, ચેરમેન અને અધિકારીઓ બ્રિજની મુલાકાતે ગયા હતા.સપ્ટેમ્બર 2022 સુધીમાં બ્રિજ કમ્પલેટ થઈ જશે તેવી જાહેરાત કરી હતી. વડોદરા મહાનગરપાલિકા સ્માર્ટ સિટી તરફ આગળ વધી રહ્યું છે. સ્માર્ટ સિટીના કોઈપણ પ્રકારના પ્રોજેક્ટ હજી સુધી પુરા કરવામાં આવ્યા નથી. જ્યારે રાજ્ય સરકાર દ્વારા સ્વર્ણિમ ગુજરાત અંતર્ગત વડોદરા શહેરમાં ટ્રાફિકની સમસ્યા થી નાગરિકો પરેશાન થઈ રહ્યા છે. તેને લઈને ગેંડા સર્કલ થી મનીષા ચોકડી સુધીના ૩.૫ કિલોમીટર બ્રિજની મંજૂરી આપવામાં આવી હતી

 ૨૦૦ કરોડનો પ્રોજેકટ 36 મહિનામાં બ્રિજની કામગીરી પૂર્ણ કરવાની સમયમર્યાદા હતી 18 10 2017 ના રોજ કોન્ટ્રાક્ટરને વર્ક ઓર્ડર આપવામાં આવ્યો હતો. જેની કામ પૂર્ણ થવાની મર્યાદા 18 10 2020 છે. પરંતુ હજી સુધી બ્રિજની કામગીરી પૂર્ણ કરવામાં આવી નથી. હજી નાગરિકોને ટ્રાફિકની સમસ્યાથી પીડાઈ રહ્યા છે. ત્રણ વર્ષથી વધુનો સમય થઈ ગયો હોવા છતાં સરકારે તબકકવાર 76 કરોડ રૂપિયા સ્વર્ણિમ ગુજરાત યોજનામાંથી આપવામાં આવ્યા છે. સરકાર દ્વારા ફંડ રોકી દેવામાં આવ્યું છે. જ્યારે નગરપાલિકાએ નાગરિકોના વેરામાંથી ૪૪ કરોડ રૂપિયા આ બ્રિજ માં ખર્ચવામાં આવ્યા છે. 120 કરોડ રૂપિયા આ બ્રિજ માં અત્યાર સુધી ખર્ચ કરવામાં આવ્યો છે.

પાલીકાના હોદ્દેદારો અને ભાજપના પદાધિકારીઓ સાથે થોડા દિવસ અગાઉ ગાંધીનગર મુખ્યમંત્રી સાથે બેઠક યોજવામાં આવી હતી. જેમાં બ્રિજ પર 100 કરોડ રૂપિયાની માગણી પણ કરવામાં આવી હતી. મુખ્યમંત્રી ઘણા મુદ્દામાં ટિમ વડોદરા ની ઝાટકણી કાઢી હતી.વડોદરા ટીમ ની ટમરી ઉતરી ગઈ હતી બેઠક બાદ 24 કલાક સુધી હોદ્દેદારો અને પદાધિકારીઓ ના પગાર પડેલા હતા મીડિયા સમક્ષ બોલવા તૈયાર ન હતા. હકીકત તો એ છે કે વડોદરા નો સૌથી મોટો બ્રિજ નો  3.5 કિ.મી લંબાઈ નો પ્રોજેક્ટ ડખા માં બેસી ગયો છે.આવક ક્યાંથી ઊભી કરવી આ બ્રિજ કેવી રીતે પૂરો કરવો પાલિકા તેના ઘમાસાણા માં છે. પાલિકાના સત્તાધિશોની ઊંઘ મોડે મોડે ઉડી હતી. આ પ્રોજેક્ટથી અડધી દાઢી કર્યા નો પ્રોજેક્ટ છે. મેયર કેયુર રોકડિયા એ જણાવ્યું હતું કે 2017માં ગુજરાતના સૌથી લાંબા ફલાયઓવરની જાહેરાત કરવામાં આવી હતી. બ્રિજની ૬૫ ટકા જેટલી કામગીરી પૂર્ણ થઇ ગઇ છે.

બ્રિજ માટે 110 કરોડ ની જરૂર છે ત્યારે  મુખ્યમંત્રીએ 100 કરોડ રૂપિયાની  આપવાની જાહેરાત કરતા હવે કામગીરી પૂરજોશમાં ચાલુ થશે.૧૦ કરોડનો બોજો હજુ પાલિકા પર પડશે. મુખ્યમંત્રીને પાલિકાના હોદ્દેદારો શહેર સંગઠન અને પ્રદેશ સંગઠન  સાંસદ ધારાસભ્ય દ્વારા બ્રિજ માટે રજૂઆત કરવામાં આવી હતી. મ્યુનિ. કમિશનર શાલિની અગ્રવાલ જણાવ્યું હતું કે રાજ્ય સરકારે 100 કરોડ મંજૂર કર્યા છે ઝડપથી કામગીરી શરૂ કરવામાં આવશે પોલીસ અને પાલિકા સાથે સંકલન કરીને ટ્રાફિકની વ્યવસ્થા પણ કરવામાં આવશે. મોટાભાગે સરકારે રૂપિયા આપી દીધા છે 110 કરોડમાં થી 100 કરોડ સરકાર આપશે જેથી ૧૦ કરોડનો બોજો પડશે. ચેરમેન હિતેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે ગેંડા સર્કલથી મનીષા ક્રોસિંગ સુધીનો બ્રિજ આકાર લઈ રહ્યો છે. કોરોના સમયમાં પણ બ્રિજની કામગીરી ચાલુ રહી હતી. ૭૦ થી ૭૫ ટકા જેટલી કામગીરી પૂર્ણ થઇ જાય છે.પાલિકા હોદેદારો, શહેર સંગઠન ,પ્રદેશ સંગઠન, ધારાસભ્ય, સાંસદ નો આભાર માન્યો હતો. અને ટૂંક સમયમાં વડોદરા શહેરના નાગરિકો બ્રિજનો ઉપયોગ કરી શકે તેવી કામગીરી કરવામાં આવશે.

Most Popular

To Top