Charchapatra

મગજને વાંચી લેતાં મશીનો

આર્ટીફિશિયલ ઇન્ટેલીજન્સ અને રોબોટના સર્જને માનવસમાજને ચિંતામગ્ન બનાવી દીધો છે અને હવે તો માનવતા મગજને વાંચી લેતાં મશીનો પણ આવી રહ્યાં છે. ઇલોન મસ્કની ન્યૂરાલિકે જેવી ટેકનોલોજી દ્વારા બ્રેઇન વેવ ડેટા એકત્ર કરવાનું શક્ય બન્યું છે. ન્યૂરાલિંક દ્વાર બનાવવામાં આવેલ બ્રેઇન કોમ્પ્યુટર ઇન્ટરફેસને કારણે દર્દી હવે માઉસને નિયંત્રિત કરી શકે છે અને માત્ર તેના વિચારો સાથે ઓનલાઇન ચેસ રમી શકે છે. ગયા વર્ષે વૈજ્ઞાનિકો લકવાગ્રસ્ત મહિલાના મગજની પ્રવૃત્તિનું ભાષાંતર કરવામા અને કમ્પ્યુટર સ્ક્રીન પર અવતરણ દ્વારા તેની વાણી અને ચહેરાના હાવભાવને વ્યક્ત કરવામા સફળ થયા હતા.

ન્યૂરલડેટા થકી મગજને વાંચી લેતા મશીનની એ સિધ્ધિ હતી. ન્યૂરોટેકનોલોજી હજી વિકાસના પ્રથમ તબક્કામાં છે. તેનો ઉપયોગ તબીબી ઉપકરણોમાં થશે. જે રીતે પરમાણુ શક્તિનો દુરુપયોગ મહાસત્તાઓ કરે છે તેજ રીતે આ શોધનો દુરુપયોગ પણ અંદાજ બહારનો છે. મનીમાઇન્ડેડ કંપનીઓ બિઝનેસની કાતિલ હરીફાઇમાં જાહેર અખબારોમા તેનો અમર્યાદિત ઉપયોગ કરશે. અન્ય કંપનીઓની ગુપ્ત માહિતી પણ ખેંચી શકાશે. મગજમાથી નીકળતા સિગ્નલો કે તરંગોનુ વિચારોનુ ખરીદ-વેચાણ ચાલુ થશે અને તે મુજબની વ્યુહરચના કરી શકાશે.

આ કરોડો રૂપિયાનો ખેલ માનવજીવનને પરેશા પણ કરી દેશો જાહેરાત અને શોધ હાલના યાંતિક જીવનમાં ભારે ગરબડ કરી શકે તેમ છે. હવે ટેકનોલોજીના વર્તમાન સમયમાં મગજના ડેટાની પણ સોદાબાજી શરૂ થશે અને કોઇ વ્યક્તિ કે કંપની શું કરવા ચાહે છે તે વાત ખાનગી રહેશે નહીં અને એ માહિતી જાણીને કંપનીનો પોતાની સ્ટ્રેટેજી બનાવશે. આ નવી ટેકનોલોજીનું માર્કેટ કરોડો રૂપિયાનું થનાર છે અને વેપાર-ઉપયોગની તે ખાસ જરૂરીયાત બની રહેશે. માનવજીવન અને અર્થતંત્રને ભારે અસર કરનાર આ શોધ 21મી સદીની એક અકલ્પ્ય સિદ્ધિ ગણી શકાય.
સુરત     – યુસુફ એમ. ગુજરાતી – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top