Madhya Gujarat

શહેરાના વાડી, વલ્લભપુર ગામના કેટલાક પશુઓમા એલ.એસ. ડીનો રોગ જોવા મળ્યો

શહેરા: શહેરા તાલુકાના વાડી  અને વલ્લભપુર ગામ ખેતી અને પશુપાલન પર નભતું ગામ છે.આ બે ગામમા 1000 થી 1500જેટલા પશુઓ હોવા સાથે અહીંના પશુપાલકો  ડેરી મા દૂધ ભરતા હોય છે.  પશુપાલકોના અમુક  પશુઓમાં એલ.એસ. ડી નો  રોગ જોવા મળતા પશુપાલકો ભારે ચિંતિત થઈ ઉઠયા છે. પશુઓની પીઠ પર ફોલ્લા જેવા નાના ગુમડાઓ થઈ જતા હોય છે. શરૂઆત માં પશુને એક બે નાના ગુમડા થયા બાદ આખા શરીર માં થતા હોય છે. વાડી અને વલ્લભપુર ગામમાં પશુઓને આવો રોગ થતા પશુપાલકો ભારે ચિંતિત થઈ ઉઠયા હતા. પશુ ચિકિત્સા અધિકારી ડો.એ.બી. કાનાણી , પી.એમ. બુખડિયા તેમજ પશુધન નિરીક્ષક એચ.આર.પટેલ સહિતની ટીમ ગામ ખાતે પહોંચી જઈને ગામના અગ્રણી રાજેન્દ્રસિંહ સોલંકી તેમજ દોલત સિંહ ને સાથે રાખીને પશુપાલકોના ઘરે જઈને પશુઓની સારવાર શરૂ કરી હતી.

અને પશુપાલકોને પશુ ચિકિત્સા અધિકારી ડો. બી. એ.કાનાણી એ મચ્છર જન્ય રોગ હોવા સાથે ગરમીના કારણે પણ પશુઓના પીઠ પર ગુમડા થઈ જતા હોવાનુ જણાવ્યું હતુ.જ્યારે  નવી વાડી ગામ ખાતે રહેતા  પશુપાલક કાળાભાઈ માછીની  ગાય નુ મોત થતા અન્ય પશુપાલકો પોતાના પશુઓને લઈને ચિંતિત થયેલ હતા. વાડી ગામ ખાતે આવેલ પશુ ડોક્ટર સહિતની ટીમ દ્વારા ગામના વિવિધ વિસ્તારમાં આવેલ પશુપાલકોના પશુઓની તપાસ કરીને જરૂરી સારવાર કરવામાં આવી હતી.

અન્ય ગામોમાં અમુક પશુઓને મચ્છરજન્ય રોગ દેખા દીધો હોય ત્યારે પશુ ચિકિત્સા અધિકારી અને તેમની ટીમ દ્વારા આવા ગામોને પણ મુલાકાત લેવામાં આવે તે હાલની પરિસ્થિતિને જોતા અત્યંત જરૂરી છે.પશુપાલકો પોતાના પશુઓનું દૂધ ડેરી મા ભરતા હોય ત્યારે દૂધ ઉત્પાદકોના હિત માટે પંચામૃત ડેરીના પશુ ડોક્ટર ની ટીમ તાલુકાના વિવિધ ગામોની  મુલાકાત લઈને આ રોગ પશુઓમાં વધુ વકરે નહીં તે માટે પશુઓની  સારવાર શરૂ કરે તેમ 500થી વધુ પશુપાલકો  ઈચ્છી રહયા છે.

Most Popular

To Top