લોસ એન્જેલસના એક 14 વર્ષના છોકરાનું ટેલેન્ટ જોઈ એલોન મસ્કે તેને પોતાની કંપની સ્પેસ એક્સમાં નોકરી કરવાની ઓફર કરી છે. લોસ એન્જેલસનો 14 વર્ષીય કિશોર કેરન કાજીનું (Karen Kaji) ટેલેન્ટ જોઈ વિશ્વના સૌથી ધનીક વ્યક્તિ અને સ્પેસ એક્સ કંપનીના માલીક એલોન મસ્કે (Elon Musk) તેને પોતાની કંપનીમાં કમ્પ્યુટર એન્જિનિરિંગની (Computer Engineering) નોકરી ઓફર કરી છે. SpaceX તરફથી નોકરીની ઓફર મળ્યા બાદ તે વિશ્વનો સૌથી નાનો સ્પેસ એન્જિનિયર બની ગયો છે.
માત્ર 14 વર્ષની ઉંમરે પોતાનું ગ્રેજ્યુએશન પુર્ણ કરશે
કેરન કાજી એ સામાન્ય છોકરાઓ કરતા અલગ છે. જો વાત કરીએ તો સામાન્ય લોકો 22 વર્ષની ઉંમરે પોતાનું ગ્રેજ્યુએશન પુર્ણ કરતા હોય છે, પરંતુ કેરન કાજી માત્ર 14 વર્ષની ઉંમરે પોતાનું ગ્રેજ્યુએશન પુર્ણ કરશે. જે હાલ ચાલુ જુન મહિનાના અંતમાં સેન્ટા ક્લેરા યુનિવર્સિટીમાંથી કોમ્પ્યુટર એન્જિનિયરિંગમાંથી પોતાનું ગ્રેજ્યુએશન પુર્ણ કરશે. કેરન કાજીના માતા-પિતાએ જણાવ્યું હતું કે અમને ખબર પડી ગઈ હતી કે તે કોઈ સામાન્ય છોકરો નથી. માત્ર બે વર્ષની ઉંમરે તે સંપુર્ણ વાક્ય બોલતા શીખી ગયો હતો. તેની ઉંમર વધવાની સાથે તેનું ટેલન્ટ પણ વધી રહ્યું હતું.
સ્કુલના સમયે તેને ઇન્ટર્નશિપ શરૂ કરી હતી
કેરન કાજીના માતા-પિતાએ વધુમાં જણાવ્યું હતું કે કેરન જ્યારે ત્રીજા ધોરણમાં હતો ત્યારે તે રડીયો અને ટીવી પરના સમાચાાર પોતાના શિક્ષક અને અન્ય બાળકોને જણાવતો હતો. તેણે પોતાના સ્કૂલ સમયથી જ કામ કરવાનું શરૂ કરી દીધું હતું. તેણે Intel Labsa ખાતે AI રિસર્ચ કો-ઓપમાં ફેલો તરીકે ઇન્ટર્નશિપ પણ કરી હતી. કેરન કાજીના માતા-પિતાએ જણાવ્યુ હતું કે માત્ર 9 વર્ષની ઉંમરે તેણે લાસ પોસિટાસ કોમ્યુનિટી કોલેજમાં એડમિશન લીધું હતું અને 11 વર્ષની ઉંમરે કોમ્પ્યુટર સાયન્સ અને એન્જિનિયરિંગ કોર્સમાં પ્રવેશ મેળવ્યો હતો.
SpaceX લોકોની ઉંમર નહીં ટેલેન્ટન જુએ છે : કેરન કાજી
કેરન કાજીએ પોતાના સોશિયલ મીડિયા પર એક પોસ્ટમાં કહ્યું હતું કે હું સોફ્ટવેર એન્જિનિયર તરીકે વિશ્વની સૌથી શ્રેષ્ઠ કંપનીની ટીમમાં જોડાઈ રહ્યો છું તે મારા માટે ગર્વની વાત છે. આ કંપની એ કંપનીઓમાંથી એક છે જે લોકોની ઉંમર નહીં પરંતુ લોકોનું ટેલેન્ટ જુએ છે. કેરન કાજી એક માત્ર એવો કીશોર છે જેને નાની વયે એ કામ કરી બતાવ્યું છે જે આજ સુધી આ વયે કોઈએ પણ કર્યુ નથી.