Vadodara

ટ્રકમાં પાવડરની આડમાં સંતાડેલો 2.96 લાખનો દારૂ-બિયર ઝડપાયો

વડોદરા: વડોદરા શહેરના છાણી બ્રિજ નીચે ઉભેલી ટ્રકમાં પાવડરની થેલીઓની આડમાં 2.96 લાખનો વિદેશી દારૂ અને બિયરના જથ્થા સાથે રાજસ્થાનના ચાલકને ઝડપી પાડ્યો હતો.જ્યારે ફરાર દારૂ લાવનરા તથા ક્લીનરનેઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે. દારૂનૂું કટિંગ શરૂ થવાના પહેલા ક્રાઇમ બ્રાન્ચે રેઇડ પાડી હતી. વિદેશી દારૂ-બિયરનો જથ્થો,બે મોબાઇલ, ટ્રક અને રોકડ રકમ મળી 18.44 લાખનો મુદ્દામાલ જપ્ત કરી છાણી પોલીસને સોંપાયો છે.

ટૂકમાં સમયમાં પવિત્ર શ્રાવણ માસ પુરો થવા જઇ રહ્યો છે. જેને લઇને બૂટલેગરો પણ સતેજ થઇ ગયા છે અને દારૂનો સ્ટોક કરવાની મથામકમાં લાગી ગયા છે. શહેરમાં બહારથી દારૂ મંગાવવાનું કાઉન્ટ ડાઉન શરૂ થઇ ગયું છે. જેને સ્થાનિક પોલીસ સહિત ડીપીસી,પીસીબી અને એલસીબી સહિતના એજન્સીઓ પણ એક્ટિવ થઇ ગઇ છે.રવિવાર રાત્રે ક્રાઇમ બ્રાન્ચ પીઆઇ એચઆઇ ભાટી, પીએસઆઇ કે જે વસાવા અને પીએસઆઇ પીએમ ધાખડા સહિતના સ્ટાફ નાઇટમાં પેટ્રોલિંગની કામગીરીમાં હતો. તે દરમિયાન બાતમી મળી હતી કે એક ટ્રક છાણી બ્રિજ નીચે હેવી વોટર પ્લાન્ટની સામે ઉભો છે. જેમાં વિદેશી દારૂનો જથ્થો મોટી માત્રામાં ભરેલો છે અને ટૂક સમયમાં જ કટિંગ થવાનો છે.

જેના આધારે ક્રાઇમ બ્રાન્ચની ટીમે બાતમી મુજબના સ્થળ પર સ્થળ પર પહોંચી ગઇ હતી. બાતમી મુજની ટ્રકમાં તપાસ કરતા એક શખ્સ બેઠેલો હતો. જેથી તેનું નામ પૂછતા રઘુવીરસિંહ મદનસિંહ રાઠોડ (રહે. પરદોસગામ તા.હુર્દા, જિ.ભીલવાડા રાજસ્થાન) હોવાનું જણાવ્યું હતું. તેને સાથે રાખીને ટ્રકમાં તપાસ કરતા પાવડરની થેલીઓમાં આડમાં વિદેશી દારૂ અ્ને બિયરનો જથ્થો છુપી રાખેલો મળી આવ્યો હતો. જેથી પોલીસે રાજસ્થાનની શખ્સની ધરપકડ કરવા સાથે વિદેશી દારૂ અ્ને બિયરનો જથ્થો રૂ.2.96 લાખ,બે મોબાઇલ અને રોકડ રકમ અને ટ્રક મળી 18.44 લાખનો મુદ્દામાલ કબજે કરી આગળની તપાસ માટે છાણી પોલીસને સોંપ્યો હતો. જ્યારે ફરાર ટ્રકના કંડક્ટર કાળુ રાવ (રહે રાજસ્થાન) તેમજ વિદેશી દારૂ લાવનાર જીવરાજ જાટ (રહે. રાજસ્થાન)ને વોન્ટેડ જાહેર કરી તેમને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે.

Most Popular

To Top