SURAT

વરાછા, સેન્ટ્રલ, લિંબાયત ઝોનના અમુક વિસ્તારમાં તા. 23, 24મી એ પાણી પુરવઠો ખોટકાશે

સુરત : લિંબાયત ઝોનમાં (Limbayat Zone) ટી.પી. સ્કીમ નં. 33 (ડુંભાલ)નો ઇન્ટરસીટી રોડ ઉપર ટોરન્ટ પાવરના સબસ્ટેશન (substation) પાસે ખાડી નજીકથી પસાર થતી ડુંભાલ જળવિતરણ મથકની (water distribution station) ડિસ્ટ્રીબ્યુશન નળિકામાં વારંવાર લીકેજ (leakage) ઉદ્દભવતું હોય છે. નળિકા પરથી ટોરન્ટના 5 થી 6 હાઈવોલ્ટેજ કેબલો પસાર થતા હોય, જેથી સલામતીના ધોરણે સદર નળિકામાં ઉદ્ભવતા લીકેજના કાયમી નિરાકરણ લાવવા માટે હાલમાં નવી નળિકાને હયાત નળિકા સાથે જોડાણની કામગીરી કરવામાં આવશે. આ કામગીરી તા. 23 મી નવેમ્બરે કરવાની હોય, લિંબાયત, વરાછા અને સેન્ટ્રલ ઝોનના અમુક વિસ્તારોમાં પાણી પુરવઠો ખોટકાશે.

કયા કયા વિસ્તારો અસરમાં આવશે?
તા. 23મીએ ડુંભાલની સીતારામ સોસાયટી અને આઈમાતા રોડ અને તેની આસપાસનો વિસ્તાર, અશ્વિનીકુમાર, ફુલપાડા, લંબે હનુમાન રોડ, કાપોદ્રા તેમજ ઉમરવાડા તેની આસપાસનો વિસ્તાર, આઈમાતા રોડ તથા તેની આસપાસનો વિસ્તાર, દિલ્હીગેટથી ચોક હજાર, રાજમાર્ગથી ઉત્તર તરફના વિસ્તારમાં મહીઘરપુરા, રામપુરા, હરીપુરા, સૈયદપુરા, શાહપોર, નાણાવટ અને આજુબાજુનો વિસ્તાર અને કતારગામ ઝોનના સુમુલ ડેરી રોડ, અલકાપુરી, ગોટલાવાડી તથા તેની આસપાસના વિસ્તાર, પરવત પાટીયાથી ડુંભાલ લિંબાયતજળ વિતરણ મથક સુધીના વિસ્તારી ગોપાલનગર, ડીમ્પલનગર, જે.કે. નગર, જલારામ નગર, ઓમનગર, લિંબાયત ઝોન ઓફિસની આજુબાજુનો વિસ્તાર, લિંબાયત નીલગીરી સર્કલનો આજુબાજુનો વિસ્તાર, મહાપ્રભુનગર સર્વે ૧ અને ૨, ચાર નગર, સંજયનગર, રણછોડ નગર, શ્રીનાથ નગર 1,2, 3 અને 4, ત્રિકમ નગર, રામેશ્વરનગર, રેલ્વે ફાટક પાસેનો વિસ્તાર, સાંઈપુજન રેસીડેન્સી, નવાગામમાં સમાવિષ્ટ શિવીરાનગર, ખોડીયારનગર, સીતારામનગર, નંદનવન, શીકેશ એવન્યુ કેવી રેસીડન્સી, આંબેડકર આવાસ, ઉમિયાનગર-૧, ૨ વિગેરે તથા તેની આસપાસની સોસાયટી વિસ્તાર, હાઉસીંગ બોર્ડ, સાંઈકૃપા કોમ્પલેક્ષ, શ્રમજીવી વસાહત, સોનિયા નગર, સિલ્વર ડાઈન, રાજ્ય નગર, સિધ્ધિ વિનાયક-1 વગેરે વિસ્તારો અસરમાં આવશે.

બાકીના આ વિસ્તારોમાં પણ પાણી પુરવઠો ખોરવાશે
તા. 24મીએ ડુંભાલની સીતારામ સોસાયટી અને આઈમાતા રોડ અને તેની આસપાસનો વિસ્તાર, અશ્વિનીકુમાર, ફુલપાડ, લંબે હનુમાન રોડ, કાપોદ્રા, કંરજ તેમજ ઉંમરવાળ તેની આસપાસનો વિસ્તાર, આઈમાતા રોડ તથા તેની આસપાસનો વિસ્તાર, બેગમપુરા, સલાબતપુરા, ગોપીપુરા, સગરામપુરા, નાનપુરા, રૂદરપુરા, સોની ફળીયા અને તેની આજુબાજુના વિસ્તાર, પરવત પાટીયાથી બાલ જળ વિતરણ મથક સુધીના વિસ્તારો ગોપાલનગર, ડીમ્પલનગર, જે.કે. નગર, જલારામ નગર, ઓમ નગર, લિંબાયત ઝોન ઓફિસની આજુબાજુનો વિસ્તાર, લિંબાયત નીલગીરી સર્કલનો આજુબાજુનો વિસ્તાર, મહાપ્રભુનગર સર્વે 1અને 2 જવાહર નગર, સંજય નગર, રણછોડનગર, શ્રીનાથજી નગર 1 થી 4 વિક્રમ નગર, રામેશ્વર નગર, રેલ્વે ફાટક પાસેનો વિસ્તાર, સાંઈપુજન રેસીડેન્સી વિગેરે તથા નવાગામમાં વિહીરાનગર, ખોડીયારનગર, સીતારામનગર, નંદનવન, શીકેશ એવન્યુ, કેવીરેસીડન્સી, ઓબેડકર આવાસ, ઉમિયાનગર-1, આસપાસની સોસાયટી વિસ્તાર, હાઉસીંગ બોર્ડ, સાંઈકૃપા કોલે, ધજીવી વસાહત, સોનિયા નગર, સિલ્વર ડાઉન, રાજીવ નગર, સિધ્ધિ વિનાયક-1 વિસ્તાર.

Most Popular

To Top