ઝઘડિયા: (Jhagadia) ભરૂચ LCB ટીમ દ્વારા ઝઘડિયાના રાજપારડી નગર નજીક એક ખેતરમાંથી (Farm) ભારતીય બનાવટના વિદેશી દારૂનો (Alcohol) રૂ. ૩૪૦૮૦૦/-નો જથ્થો ઝડપી પડાયો છે. પોલીસને (Police) મળેલી બાતમીના આધારે કાર્યવાહી કરતા દારૂ પકડાયો હતો. LCBએ બાતમી મુજબના ખેતરમાં જઇને રેડ કરી હતી.
- ઝઘડિયા રાજપારડીના ખેતરમાંથી LCB પોલીસે રૂ. 3.40 લાખનો દારૂ ઝડપી પાડ્યો
- ચોક્કસ બાતમીને આધારે દારૂના કાર્ટિંગ પૂર્વે જ રેઈડ, બે બુટલેગરોને વોન્ટેડ જાહેર કરાયાં
મળતી વિગતો મુજબ ભરૂચ LCB પીઆઇ ઉત્સવ બારોટના માર્ગદર્શન હેઠળ એલસીબી પીએસઆઇ એમ. એમ. રાઠોડ તા. ૬ઠ્ઠીના રોજ ઝઘડિયા તાલુકાના રાજપારડી પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતાં. એ દરમ્યાન બાતમી મળી હતી કે રાજપારડીના નેત્રંગ રોડ પર ઉમિયા નગર ખાતે રહેતો લીસ્ટેડ બુટલેગર વિજય અંબુભાઇ વસાવા, ભારતીય બનાવટના વિદેશી દારૂનો જથ્થો મંગાવી નેત્રંગ રોડ પર એક ખેતરમાં કટિંગ કરે છે. LCB બાતમી મુજબના ખેતરમાં જઇને રેડ કરી હતી, જેમાં ખેતરમાં સંતાડેલી ભારતીય બનાવટના વિદેશી દારૂની કુલ ૩૦૧૨ જેટલી બોટલો, કિંમત રૂ. ૩,૪૦,૮૦૦/- મળી આવતાં તે જપ્ત કરી છે. પોલીસે વિજય અમરસંગ ઉર્ફે અંબુ વસાવા (રહે. ઉમિયા નગર, નેત્રંગ રોડ, રાજપારડી, તા.ઝઘડિયા) તેમજ અમિત ઉર્ફે ડોલલાલ ઠાકોરભાઇ વસાવા (રહે. કરજણ કોલોની સામે, નેત્રંગ રોડ, રાજપારડી) ને વોન્ટેડ જાહેર કર્યા છે.
ભીલાડ પોલીસનો દારૂનો વોન્ટેડ આરોપી કડોદરા પોલીસે ઝડપી પાડયો
પલસાણા ભીલાડ પોલીસ મથકે દારૂનો ગુનાનો વોન્ટેડ અને માથાભારે ઇસમ કડોદરા પોલીસ મથકની હદમાં હોવાની બાતમી આધારે કડોદરા પોલીસે તેને જડપી પાડી ભીલાડ પોલીસને હવાલે કરવાની તજવીજ હાથધરી હતી.મળતી માહીતી અનુસાર બે માસ અગાઉપાલીકરમબેલી, બામણપુજા ચેક પોસ્ટ જાહેર રોડ પરથી ભીલાડ પોલીસે એક રીક્ષામાંથી વિદેશી દારૂ સાથે એક ઇસમને જડપી પાડી ૬૦૬૦૦રૂપીયાનો મુદ્દામાલ કબજે કર્યો હતો. આ ગુનામાં સોનુ યાદવ નામના ઇસમને પોલીસે વોન્ટેડ જાહેર કર્યો હતો. તેમજ સોનુએ સુરત શહેર તથા કડોદરા વિસ્તારમાં મારામારી તેમજ હત્યાના ગુનામાં પણ પકડોયેલ હતો. દરમ્યાન આ માથાભારે ઇસમ કડોદરા સત્યમ નગરમાં હોવાની બાતમી કડોદરા પોલીસને મળતા કડોદરા પોલીસની ટીમે સ્થળપર જઇ માથાભારે સોનુ ઉર્ફે વિનાયક શ્રીરામ યાદવ ઉ.વ ૨૮ ૨હે કડોદરા સત્યમ નગર મુળ રહે ઉત્તરપ્રદેશ નાઓને પોલીસે જડપી પાડી ભીલાડપોલીસને હવાલે કરવાની તજવીજ હાથધરી હતી.