કાલોલ : સામાન્ય રીતે આપણા દેશમાં પંદરમી ઓગસ્ટ અને છવીસ જાન્યુઆરી ને દીવસે સૈનીકોને યાદ કરવામાં આવે છે અને બાકીના દિવસોમાં મોટા...
જેની દેશમાં ભારે આતુરતાથી રાહ જોવાઈ રહી છે અને રાજકીય રીતે જેની ભારે ચર્ચા છે તેવી બિહારમાં વિધાનસભાની ચૂંટણીમાં આજે એટલે કે...
ન્યાયિક કાર્યવાહીમાં ખોટા પુરાવા રજૂ કરતા ફરિયાદી સામે આવકવેરા વિભાગને પણ જાણ કરવા કોર્ટનુ અવલોકન કાલોલ: હાલોલ કોર્ટ દ્વારા ૧૦ લાખના ચેક...
गरीब को तो बच्चों की पढ़ाई मार गईबेटी की शादी और सगाई मार गईकिसी को तो रोटी की कमाई मार गईकपड़े की...
હરિયાણાની મતદાર યાદીમાં ગેરરીતિના આરોપો વચ્ચે કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ ગત રોજ તા. 5 નવેમ્બર બુધવારે એક પ્રેસ કોન્ફરન્સ કરીને ચૂંટણી પંચ...
ભૂગોળનું સામાન્ય જ્ઞાન ધરાવનારને પણ એટલી જાણ હોય છે કે આપણી પૃથ્વી પર બે તૃતીયાંશ ભાગ પાણી છે અને બાકીનો ભાગ જમીન....
અમલસાડ સ્ટેશન પૂર્વ અને પશ્ચિમ વિસ્તારના લગભગ 15 જેટલા ગામ સાથે જોડાયેલા છે. આ બધા ગામડાના વ્યકિતને સુરત- વડોદરા તરફ કે વાપી,...
ભૂતકાળમાં ‘રેવા’ નામના ફિલ્મની સાઉન્ડ અને વિડિયોગ્રાફી જોઇ યુવા અવસ્થામાં જોયેલ અંગ્રેજી મૂવી ‘મેકીનાસ ગોલ્ડ’ની યાદ આવી ગઇ. ટેકનોલોજીની દૃષ્ટિએ એક આનંદની...
તા. ૩/૧૧ ના ગુજરાતમિત્રમાં સુરત મહાનગરપાલિકાની ફરિયાદ માટેની whatsapp વિશે લખાયું તે વિષય પર હું ચર્ચાપત્ર લખવા વિચારતો જ હતો અને ગુજરાતમિત્રએ...
સત્તાની આડમાં નેતાઓ ભ્રષ્ટાચારને પોષણ આપતા વિવિધ વિભાગના અધિકારીઓના સગાસંબંધીને મનપાના જાહેર કામોના કોન્ટ્રાક્ટો આપી નાગરિકોના વેરાના રૂપિયે જ બીનજરૂરિયાત ખર્ચ કરતા...
જીવન આખું જેમની પાછળ ખર્ચી નાખ્યું હોય એવા સંતાનો દ્વારા વડીલોની અવગણના કરવામાં આવે તે ખૂબ જ આઘાતજનક છે. જીવનભરની કમાણીમાંથી ભેગી...
આંગણવાડી આશાવર્કર અને વિવિધ વિભાગના કામદારો વિરોધ નોંધાવશે સમગ્ર રાજ્ય સહિત વડોદરા જિલ્લામાંથી 4 હજારથી વધુ સ્ત્રી પુરુષ કામદારો રેલીમાં જોડાશે (...
કમિશન ₹3 કરવાના સરકારી આશ્વાસન બાદ ગુજરાતની 17,000 દુકાનો ફરી ધમધમશે; મિનિમમ કમિશન ₹30,000 કરવા માટે પણ સકારાત્મક વલણ વડોદરા સહિત સમગ્ર...
મૃત્યુ, ડુપ્લિકેટ અને સ્થળાંતરિત મતદારો દૂર થશે; વૃદ્ધ-દિવ્યાંગો માટે વિશેષ સહાયતા વડોદરા ભારત ચૂંટણી પંચ દ્વારા જાહેર કરાયેલા મતદારયાદીની ખાસ સઘન સુધારણા...
ભારતની ઘાતક સુપરસોનિક ક્રુઝ મિસાઇલ બ્રહ્મોસ હવે વિદેશી બજારમાં વધુ એક મોટી સફળતા મેળવવા જઈ રહી છે. વિશ્વના સૌથી મોટા મુસ્લિમ બહુમતી...
તતાકાલિક સારવાર વિભાગનું વિસ્તરણ,16 બેડના એરકન્ડિશનર વોર્ડના પ્રારંભ બાદ જનરેટરનો અભાવ વીજળી ગુલ થતા ફરજ પર હાજર સ્ટાફને બેટરીના અજવાળે દર્દીની સારવાર...
અમેરિકાના સૌથી મોટા શહેર ન્યૂ યોર્કના નવા ચૂંટાયેલા મેયર ઝોહરાન મમદાનીએ પોતાના વિજય ભાષણમાં ઇમિગ્રેશન પર યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને સીધો પડકાર...
ઉત્તર પ્રદેશના દેવરિયામાં આજ રોજ તા. 5 નવેમ્બર બુધવારે કાર્તિક પૂર્ણિમાના દિવસે એક મોટી દુર્ઘટના ટળી હતી. સરયુ નદીમાં ભક્તોથી ભરેલી એક...
વડોદરા મહાનગરપાલિકાની ઈલેક્ટ્રિકલ-મેકેનિકલ સુવેઝ ડી. વર્ક્સ શાખા દ્વારા ઈન્દ્રપૂરી સુવેઝ પંપીંગ સ્ટેશનનું આગામી ત્રણ વર્ષ માટે ઓપરેશન અને મેઈન્ટેનન્સ કરાવવા માટેની દરખાસ્ત...
પ્રતિકા રાવલ ભલે 2025 મહિલા વર્લ્ડ કપની સેમિફાઇનલ અને ફાઇનલમાં રમી ન હોય પરંતુ ભારતની ઐતિહાસિક જીતમાં તેનું યોગદાન ભૂલી શકાય નહીં....
કારની પૂરપાટ ટક્કર: મકરપુરા રોડ પર અકસ્માતમાં બે યુવક ઘાયલ, કારચાલક મહિલાની ધરપકડ વડોદરા શહેરના મકરપુરા એરફોર્સ રોડ પર ગમખ્વાર અકસ્માત સર્જાયો...
આજવા ડેમ નજીકની નેરોગેજ લાઇનને પાલિકાની જમીન પર શિફ્ટ કરવાની પ્રક્રિયા શરૂ મિયાગામ-ડભોઇ-સમિયાલા બ્રોડગેજ લાઇન માટે વેસ્ટર્ન રેલવેને જમીન આપવા અંગે નિર્ણય...
સ્વર્ણિમ જયંતિ યોજના હેઠળ પૂર્વ ઝોનમાં ફાયર સેવાની સુવિધા વધારાશે G+4 માળની ઇમારતમાં 24 સ્ટાફ ક્વાર્ટર્સ અને 6 અધિકારી ક્વાર્ટર્સ બનાવવામાં આવશે...
લખનૌમાં ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે ગુનાખોરી અને માફિયાગીરી સામે કડક સંદેશ આપ્યો છે. આજ રોજ તા . 5 નવેમ્બર બુધવારે તેમણે...
કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ અને લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી નવી દિલ્હીના ઇન્દિરા ભવન ખાતે મત ચોરીના મુદ્દા પર પ્રેસ કોન્ફરન્સ કરી છે....
જૂનાગઢના ભારતી આશ્રમના મહામંડલેશ્વર મહાદેવ ભારતી બાપુ આખરે 80 કલાકની શોધખોળ બાદ ઈટવા ઘોડી જંગલ વિસ્તારમાંથી મળ્યા છે. મહાદેવ ભારતી બાપુની તબિયત...
જમ્મુ-કાશ્મીરના કિશ્તવાડ જિલ્લામાં આજ રોજ તા. 5 નવેમ્બર બુધવારે વહેલી સવારે સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે ભયાનક અથડામણ થઈ હતી. આ અથડામણ...
કોસંબા નજીક હાઈવે પર સોમવારે સવારે દોઢ ફૂટની ટ્રોલી બેગમાંથી 5.2 ફૂટની મહિલાનો મૃતદેહ મળ્યો હતો. આ કેસ બે જ દિવસમાં પોલીસે...
એક સુભાષિતનો સારાંશ કંઇક એવો છે કે હાથી-ઘોડા કે વાઘનો બલિ નથી ચડાવવામાં આવતો. ‘અજાપુત્ર’ (બકરા)નો જ બલિ ચડાવવામાં આવે છે. એક...
સુરત રેલ્વે સ્ટેશન અને ઉધના રેલ્વે સ્ટેશન પર સ્પેશલ યુપી. બિહારની ટ્રેનને આપવામાં આવે છે. તેવી જ રીતે જો સુરતથી નજીક આવેલ...
આમોદ, ભરૂચ: આમોદ તાલુકાના કોબલા ગામે ભયભીત કરનારો કિસ્સો સામે આવ્યો છે. કોબલા ગામે રહેતા જયેન્દ્રસિંહ પ્રવિણસિંહ રાજની ભેંસને કોઈ હડકવાગ્રસ્ત કૂતરું કરડી જતાં લાંબા સમય પછી ભેંસને હડકવા ઉપડ્યો હતો. ભેંસમાં હડકવાના લક્ષણો જણાતા ભેંસ માલિક સહિત ગામલોકોમાં ચિંતા પ્રસરી જવા પામી હતી. આ ઉપરાંત ભેંસે એક બચ્ચાને પણ જન્મ આપ્યો હતો. જેથી ગામલોકો ઉપરાંત અન્ય લોકોએ પણ ભેંસના કાચા દૂધની બરી બનાવીને ખાધી હતી.
ત્યારબાદ ભેંસનું ત્રણ દિવસ પછી મોત થયું હતું. પશુ ચિકિત્સકે ભેંસને હડકવા થયો હોવાનું જણાવતા ભેંસનું દૂધ પીનારા ગ્રાહકોમાં ચિંતા પ્રસરી જવા પામી છે. ભેંસના માલિક જયેન્દ્રસિંહ રાજ તથા તેમના પરિવારે આમોદ સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે આવી હડકવા વિરોધી વેક્સિન મુકાવી હતી. ત્યારબાદ તેમના દૂધના ગ્રાહકોને તેમજ બરી ખાનારા લોકોને પણ જાણ કરી હતી. જેથી તેમના ગ્રાહકોમાં ભયનો માહોલ ફરી વળ્યો છે અને તબીબની સલાહ મુજબ આમોદ સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ગામલોકોએ વેક્સિન મુકાવવા દોટ લગાવી હતી. ગઈકાલે સાંજ સુધીમાં ગામના ૩૨ લોકોએ વેક્સિન મુકાવી હતી, તેમજ હજુ પણ વધુ લોકો વેક્સિન મુકાવવા આવનાર હોવાનું તબીબી સૂત્રોએ જણાવ્યું છે.
આ બાબતે કોબલા ગામના ભેંસ માલિક જયેન્દ્રસિંહ રાજે જણાવ્યું હતું કે ભેંસને કૂતરું કરડી જતાં હડકવા થયો હતો. પરંતુ જે તે સમયે અમોને જાણ નહોતી. જ્યારે ભેંસને હડકવાના લક્ષણો જણાયા ત્યારબાદ ત્રણ દિવસ પછી ભેંસ મૃત્યુ પામી હતી. આ બાબતે સામુહિક આરોગ્ય કેન્દ્રના ડૉ.માનસીએ જણાવ્યું હતું કે કોબલા ગામે ભેંસને હડકવા થયા બાદ ભેંસ મૃત્યું પામી હતી, જેથી કેબલા ગામના લોકો, કે જેમણે ભેંસનું દૂધ પીધું હતું તે બધા ગ્રાહકોને અહીંયા વેક્સિન મુકવામાં આવી રહી છે.