તાજેતરના એક અખબારી અહેવાલ અનુસાર ખુદ કેન્દ્રીય અન્ન પુરવઠા મંત્રાલયે રિપોર્ટ જાહેર કર્યો છે કે વર્ષ 2023-24માં ગુજરાતમાં સરકારી ગોડાઉનોમાં 4322 મે.ટન...
આપણાં દેશમાં સેંકડો ભાષાઓ અને 1200 થી વધુ લોકબોલીઓ બોલાય છે. પરંતુ ભાષાના નામે નેતાઓ હુલ્લડો કરાવે છે. જેમકે દક્ષિણના રાજ્યો હિન્દી...
એક દિવસ એક ઋષિ પોતાના થોડા શિષ્યો સાથે એક ગામથી બીજે ગામ જતાં હતાં. રસ્તામાં લીલાંછમ ખેતરો હતાં અને એક ખેડૂત નજીક...
અમેરિકાના પ્રમુખ તરીકે દેશની અને નાગરિકોની રાષ્ટ્રીય અને આર્થિક સલામતી જાળવવાની તેની સર્વોચ્ચ ફરજ છે. જેથી તેઓ રાષ્ટ્રીય કટોકટી જાહેર કરે છે....
જમ્મુ-કાશ્મીરના રામબન જિલ્લામાં આવેલ રાજગઢ તાલુકામાં શુક્રવારે મોડી રાત્રે કુદરતી આફત બની હતી. અચાનક વાદળ ફાટવાના કારણે વિસ્તારમાં પૂર જેવી પરિસ્થિતિ સર્જાઈ...
બિહારમાં ચૂંટણી પહેલા જ જંગ જામી ગયો છે. નરેન્દ્ર મોદી અને અમિત શાહની રેલીઓ, સભાઓ થઈ રહી છે. જન સુરાજનાં પ્રશાંત કિશોરની...
દેશમાં જેટલા લોકો રોગચાળાથી મોતને નથી ભેટતા તેની કરતાં પણ વધારે લોકો રોડ અકસ્માતમાં રોજ મરે છે. રોજ સવાર પડેને માર્ગ અકસ્માતમાં...
સ્થાયી સમિતિની બેઠકમાં 10 દરખાસ્તોમાં 9 મંજૂર અને એક મુલતવીસ્થાયી સમિતિ દ્વારા ખર્ચ અંગે પુનઃવિચારણા કરવા અને અલગથી નવી દરખાસ્ત રજૂ કરવાની...
શહેરમાં આગામી એક નવેમ્બરથી 20 ડિસેમ્બર દરમિયાન સાંસદ ખેલ મહોત્સવ યોજાશે ફૂટબોલ, એથલેટીકસ સહિત વિવિધ બાર રમતો આવરી લેવાશે વડોદરા શહેરમાં આગામી...
વાલ્વ બંધ કરવા ગયેલા ગુણવંત સોલંકી અને સંજય માળી સીસીટીવીમાં કેદ થતા ભાંડો ફૂટ્યો યોગેશ વસાવા કેસમાં સસ્પેન્શન નહીં કરી માત્ર પોલીસ...
પીએમ મોદી શુક્રવારે જાપાનના 2 દિવસના પ્રવાસે પહોંચ્યા હતા. આ દરમિયાન તેમણે ટોક્યોમાં આયોજિત 15મા ભારત-જાપાન સમિટમાં ભાગ લીધો હતો. સમિટમાં મોદી...
મહિલાઓએ વેલણ થાળી વગાડી ઠાલવ્યો રોષ વડોદરાના મેયર પિંકી સોનીના વોર્ડમાં લકુલેશ સોસાયટીના રહેવાસીઓ દૂષિત પાણીની સમસ્યાને કારણે રસ્તા પર ઉતર્યા. મહિલાઓએ...
ડોર ટુ ડોર કચરો ઉપાડતી ગાડીઓની 2 કિલોમીટર લાંબી કતાર, ટ્રાફિકમાં 3 કલાક ફસાયા ડ્રાઈવરોવડોદરા પાલિકા દ્વારા નવી ગાડીઓ વધારવામાં આવી, પરંતુ...
વડોદરામાં જર્જરિત થઇ ગયેલી જૂની ન્યાયમંદિર કોર્ટની સ્વચ્છતા, જાળવણી માટે બરોડા બાર એસોસિયેશને ઠરાવ સાથે કલેકટરને કરી રજૂઆત જૂની ઐતિહાસિક ન્યાયમંદિર તથા...
વેબસાઇટ પરથી 40 હજાર યુએસ ડોલરનું વળતર આપવાની વૃદ્ધને લાલચ આપી હતી રોકાણ કરેલા નાણા પૈકી માત્ર રૂ. 49 હજાર પરત કર્યાં...
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શુક્રવારે કહ્યું હતું કે વિશ્વ આર્થિક વ્યવસ્થામાં સ્થિરતા લાવવા માટે ભારત અને ચીન માટે સાથે મળીને કામ કરવું ખૂબ...
ગ્રામજનોની રોડ રસ્તાની તાત્કાલિક માંગ પાયાની સુવિધાઓમાં સતત અવગણનાની વચ્ચે, રાહે આવા ગામના લોકો આમરણાંત ઉપવાસ આંદોલનની ચીમકી સાથે તંત્ર સામે તંગ...
પીએમ મોદી શુક્રવારે જાપાનના 2 દિવસના પ્રવાસે પહોંચ્યા હતા. આ દરમિયાન તેમણે ટોક્યોમાં આયોજિત 15મા ભારત-જાપાન સમિટમાં ભાગ લીધો હતો. સમિટમાં મોદી...
હોકી એશિયા કપ 2025નો 29 ઓગસ્ટથી બિહારના રાજગીરમાં શુભારંભ થયો છે, જેમાં યજમાન ભારતીય ટીમે ગ્રુપ-A માં જીત સાથે શરૂઆત કરી છે....
નિર્મલ યુવક મંડળની આગમન યાત્રા પર પાંચ જેટલા ઇંડા ફેંકવામાં આવ્યાં હતા ગુનાને અંજામ આપનાર મુખ્ય આરોપી સહિત અન્ય આરોપીઓને પકડવા પોલીસ...
પીએમ નરેન્દ્ર મોદી શુક્રવારે જાપાનની મુલાકાત દરમિયાન ટોક્યોમાં જાપાનના વડા પ્રધાન શિગેરુ ઇશિબાને મળ્યા હતા. આ દરમિયાન બંને નેતાઓએ વેપાર, રોકાણ અને...
મનમરજીથી ફરજ બજાવતા તલાટી સામે ગ્રામજનોમાં રોષગરબાડા : દાદુર, ભે અને પાટિયા ગ્રામ પંચાયતના તલાટી કમ મંત્રી જયેશ રાઠોડ ઉપર ગંભીર આક્ષેપો...
ગુજરાત મિત્ર ન્યુઝ ડભોઇ: ડભોઇ તાલુકાના નવાપુરા વિસ્તારમાં રહેતો શ્રમિક યુવાન બે દિવસ અગાઉ સાંજના નડા ગામે ગયો હતો.ત્યારે નડા ગામના તળાવ...
ટીમ ઈન્ડિયાના ODI કેપ્ટન રોહિત શર્માનો ૧૩ સપ્ટેમ્બરે બેંગલુરુમાં BCCIના સેન્ટર ઓફ એક્સેલન્સ (CoE) ખાતે ફિટનેસ ટેસ્ટ થશે. રિપોર્ટ અનુસાર મુંબઈના આ...
બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારે રાજ્યના દરેક પરિવારમાંથી એક મહિલાને તેમની પસંદગીનો રોજગાર શરૂ કરવા માટે નાણાકીય સહાય પૂરી પાડવા માટેની યોજના શરૂ...
સરકાર દ્વારા જાહેર કરાયેલા આંકડા અનુસાર જૂન 2025 ના ક્વાર્ટર દરમિયાન ભારતના કુલ ઘરેલુ ઉત્પાદન (GDP) માં 7.8 ટકાનો વધારો નોંધાયો છે....
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી હાલ જાપાનના બે દિવસના પ્રવાસે છે. તેઓ અહીં 15માં ભારત અને જાપાનના વાર્ષિક શિખર સંમેલનમાં હાજરી આપશે. આ પ્રસંગે...
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પર અભદ્ર ટિપ્પણી કરવા બદલ તૃણમૂલ કોંગ્રેસના સાંસદ મહુઆ મોઇત્રા વિરુદ્ધ કૃષ્ણનગર કોતવાલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં...
રશિયાએ પહેલીવાર સી-ડ્રોનનો ઉપયોગ કરીને યુક્રેનિયન નૌકાદળના સૌથી મોટા યુદ્ધ જહાજને ડૂબાડી દીધું છે. રશિયાએ દાવો કર્યો છે કે તેણે યુક્રેનિયન નૌકાદળના...
પાકિસ્તાનના પંજાબ, સિયાલકોટ અને અન્ય વિસ્તારોમાં આવેલા વિનાશક પૂરે જનજીવન ખોરવી નાખ્યું છે. અત્યાર સુધીમાં ૮૦૦ થી વધુ લોકો મૃત્યુ પામ્યા છે....
ગાંધીનગર ખાતે સર્વાનુમતે લેવાયેલા નિર્ણયમાં વાઇસ-ચેરમેન પદે સંગ્રામ ચૌધરીની બિનહરીફ વરણી
(પ્રતિનિધિ) આણંદ તા.9
ગુજરાત કો-ઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન (GCMMF – અમૂલ)ના મેનેજિંગ ડિરેક્ટર ડો. જયેન મહેતાની સરદાર પટેલ કો-ઓપરેટિવ ડેરી ફેડરેશન લિમિટેડના ચેરમેન તરીકે સર્વાનુમતે પસંદગી કરવામાં આવી છે. અમૂલફેડ ડેરી, ગાંધીનગર ખાતે યોજાયેલી ચૂંટણીમાં બનાસકાંઠા જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘના પ્રતિનિધિ સંગ્રામ ચૌધરીને વાઇસ-ચેરમેન તરીકે ચૂંટવામાં આવ્યા છે. આ વરણી સાથે જ દેશભરમાં સહકારી ડેરી આંદોલનને વધુ મજબૂત બનાવી ‘સહકારથી સમૃદ્ધિ’ ના વિઝનને વેગ આપવા નવી નેતાગીરી સજ્જ થઈ છે.
સરદાર પટેલ કો-ઓપરેટિવ ડેરી ફેડરેશન લિમિટેડના પદાધિકારીઓની આ ચૂંટણીમાં ડો.જયેન મહેતાના નામનો પ્રસ્તાવ GCMMF ના ચેરમેન અશોક ચૌધરી દ્વારા મૂકવામાં આવ્યો હતો, જેને અમૂલ ડેરીના ચેરમેન શાભેસિંહ પરમારે સમર્થન આપ્યું હતું. ભારત સરકારના સહકાર મંત્રાલય દ્વારા નિયુક્ત રિટર્નિંગ ઓફિસર અને ગાંધીનગરના કલેક્ટર રવિન્દ્ર ડી. ખટાલે દ્વારા આ ચૂંટણી પરિણામોની સત્તાવાર જાહેરાત કરવામાં આવી હતી. સંસ્થાના બાયલોઝ મુજબ, બંને હોદ્દેદારો 5મી મે 2026 થી બોર્ડ ઓફ ડિરેક્ટર્સના કાર્યકાળ સુધી પોતાની સેવાઓ આપશે.
ઉલ્લેખનીય છે કે, એસપીસીડીએફનું ઉદ્ઘાટન 6ઠ્ઠી જુલાઈ 2025ના રોજ કેન્દ્રીય સહકાર મંત્રી અમિત શાહ દ્વારા કરવામાં આવ્યું હતું. આ ફેડરેશનના બોર્ડમાં GCMMF અને તેના 10 સભ્ય દૂધ સંઘો ઉપરાંત આસામ, મહારાષ્ટ્ર અને ઉત્તર પ્રદેશ ની સહકારી મંડળીઓના પ્રતિનિધિઓનો પણ સમાવેશ થાય છે. આ સંસ્થાનો મુખ્ય હેતુ 20 રાજ્યોના 20 હજારથી વધુ ગામોના 20 લાખથી વધુ દૂધ ઉત્પાદક ખેડૂતોને ગુજરાત બહાર સંગઠિત સહકારી માળખા સાથે જોડી તેમને દૂધના વ્યાજબી ભાવ અને આધુનિક સુવિધાઓ પૂરી પાડવાનો છે.
આ પહેલ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને સહકાર મંત્રી અમિત શાહના “વ્હાઇટ રિવોલ્યુશન 2.0” ના વિઝનને સુસંગત છે. નવનિયુક્ત ચેરમેન ડો.જયેન મહેતા અને વાઇસ-ચેરમેન સંગ્રામ ચૌધરીએ તેમના પર મૂકવામાં આવેલા વિશ્વાસ બદલ આભાર વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, તેઓ અમૂલની મેનેજમેન્ટ અને માર્કેટિંગ કુશળતાનો લાભ દેશભરના ખેડૂતો સુધી પહોંચાડી ગ્રામ્ય સમૃદ્ધિને ગતિ આપવા માટે કટિબદ્ધ છે.