પુરી રથયાત્રાના ત્રણ પૈડા સંસદ પરિસરમાં સ્થાપિત કરવામાં આવશે. શ્રી જગન્નાથ મંદિર પ્રશાસને શનિવારે આ વાતની પુષ્ટિ કરી. મંદિર સમિતિએ જણાવ્યું હતું...
પ્રતિનિધી ગોધરા તા.30પંચમહાલ જિલ્લાના ગોધરા તાલુકામાં આવેલા મીરપ અને સંતરોડ બજારને જોડતા મુખ્ય માર્ગ પરના કોઝવે (ડીપ નાળા) પર સતત વરસી રહેલા...
એન્ડેવર ઈન્ફોટેક પ્રા.લિમિટેડની બંધ ઓફિસના એસીમાં શોર્ટ સર્કિટ :વડીવાડી ફાયર સ્ટેશનના જવાનોએ આગ પર કાબુ મેળવ્યો : કોઈ જાનહાનિ નહિ ( પ્રતિનિધી...
IPL ફ્રેન્ચાઇઝ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) એ 4 જૂને વિજય પરેડમાં જીવ ગુમાવનારા તમામ 11 લોકોના પરિવારોને 25 લાખ રૂપિયાની નાણાકીય સહાયની...
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી શનિવારે (30 ઓગસ્ટ 2025) SCO સમિટમાં હાજરી આપવા માટે ચીન પહોંચ્યા છે. સમિટ ઉપરાંત તેઓ ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ...
આજે બિહારમાં રાહુલ ગાંધીની મતદાર અધિકાર યાત્રાનો 14મો દિવસ છે. ભોજપુરમાં યાત્રા દરમિયાન ભાજપના કાર્યકરોએ રાહુલ ગાંધીને કાળા ઝંડા બતાવ્યા. નરેન્દ્ર મોદી...
ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)2026 પહેલા રાજસ્થાન રોયલ્સને મોટો ઝટકો લાગ્યો છે. રાજસ્થાન રોયલ્સ ટીમના મુખ્ય કોચ રાહુલ દ્રવિડે પોતાના પદ પરથી રાજીનામું...
એશિયા કપ ક્રિકેટ ટુર્નામેન્ટ 2025 9 સપ્ટેમ્બરથી શરૂ થશે અને તેની ફાઈનલ મેચ 28 સપ્ટેમ્બરે રમાવાની છે. એશિયા કપમાં ભારત અને પાકિસ્તાન...
શહેરભરમાં વરસાદી ઝાપટા : પ્રતાપપુરામાંથી પાણી છોડાતા વિશ્વામિત્રીની સપાટી વધશે સવારથી વરસાદી ઝાપટાના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા : સાંજે ગણેશ મંડળો...
વડોદરા: વડોદરા શહેરમાં વરસાદની પરિસ્થિતિને ધ્યાનમાં રાખી વડોદરા મહાનગરપાલિકા હાઈ એલર્ટ પર છે. વડોદરા મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુએ જણાવ્યું કે, હાલ...
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ભારત પર લાદવામાં આવેલા 50 ટકા ટેરિફ અંગે સમગ્ર વિશ્વમાં ચર્ચા થઈ રહી છે. ટ્રમ્પની ટેરિફ ધમકીઓ...
અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના ગુમ થવાના સમાચારે હંગામો મચાવ્યો છે. છેલ્લા ઘણા દિવસોથી તેમના ખરાબ સ્વાસ્થ્ય વિશે ચર્ચાઓ ચાલી રહી હતી. દરમિયાન...
પ્રતિનિધિ સંખેડાસંખેડામાં લાછરસ વાળાની ખડકીમાં શુક્રવારે મોડી રાત્રે વરસાદના કારણે એક મકાન અચાનક ઘસી પડ્યું હતું જેના કારણે બે એકટીવા બાઈકને નુકસાન...
જમ્મુ-કાશ્મીરના ગુરેઝ સેક્ટરમાં સુરક્ષા દળોને મોટી સફળતા મળી. આતંકવાદીઓની દુનિયામાં ‘હ્યુમન જીપીએસ’ તરીકે ઓળખાતા બાગુ ખાન ઉર્ફે સમંદર ચાચા એન્કાઉન્ટરમાં માર્યા ગયા...
પ્રતિનિધી ગોધરા તા.30પંચમહાલ જિલ્લાના શહેરા નગરમાં ગણેશ વિસર્જનને શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન કરવાના ઉદ્દેશ્યથી શહેરા પોલીસ સ્ટેશન દ્વારા ફૂટ પેટ્રોલિંગનું આયોજન કરવામાં આવ્યું...
પ્રતિનિધિ સંખેડાછોટાઉદેપુર જિલ્લાના સંખેડા તાલુકાના કાવીઠા ગામના ઇન્ચાર્જ સરપંચને ત્યાં ત્રીજા બાળકનો જન્મ થતા તેમને સભ્યપદ ગુમાવવાની નોબત આવી છે. તાલુકા વિકાસ...
કોમ્પ્લેક્સની નબળી પરિસ્થિતિને લઈ તાત્કાલિક પગલાં લેવા રહીશોની માંગ : અનેકવાર રજૂઆત કરી હોવા છતાં નિરાકરણ નહીં થતા લોકો ભયના ઓથાર હેઠળ...
દિલ્હીના કાલકાજી મંદિરમાં સેવાદારની હત્યાના મામલાએ હવે રાજકીય રંગ ધારણ કર્યો છે. આજ રોજ શનિવારે મંદિરમાં પ્રસાદને લઈને થયેલા વિવાદમાં દર્શનાર્થીઓએ સેવાદાર...
પાવી જેતપુર: છોટાઉદેપુર જિલ્લાની જાણે દશા બેઠી હોય તેમ છેલ્લા ઘણા સમયથી વિવિધ બ્રિજની હાલતને લઇ લોકો ભારે મુશ્કેલીમા મુકાયા છે. બે...
સાવલી: સાવલી તાલુકામાં સવારથી ધીમી ધારે પડી રાહ વરસાદનું જોર વધ્યું છે અને સમગ્ર પંથક માં અવિરત વરસાદ ચાલુ છે. સાવલી તાલુકા...
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી હાલ જાપાનના સત્તાવાર પ્રવાસ પર છે. આ બે દિવસીય મુલાકાત દરમિયાન પીએમ મોદીએ ભારત અને જાપાનના આર્થિક મંચમાં ભાગ...
ઘૂંટણ સમા પાણી ભરાતા જનજીવન પર અસર વડોદરા: વડોદરાના બાજવા ગામમાં ધોધમાર વરસાદ વરસતા નીચાણ વાળા વિસ્તારમાં પાણી ભરાયા હતા. શહેરમાં આજે...
સુરતમાં અકસ્માતની વધુ એક ઘટના બની છે. સુરત મનપાની કચરા ગાડીએ રાજ્ય કક્ષાની ખેલાડીને ટક્કર મારતા તેનું મોત નિપજ્યું છે. પાલિકાની કચરા...
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને ફરી એકવાર અમેરિકાની કોર્ટ તરફથી ઝટકો લાગ્યો છે. ટેરિફને ગેરકાયદેસર જાહેર કર્યા પછી અમેરિકાની કોર્ટે ટ્રમ્પના ફાસ્ટ ટ્રેક...
જમ્મુ-કાશ્મીરના રિયાસી જિલ્લાના બદર મહોર વિસ્તારમાં શુક્રવારની મોડી રાત્રે એક દુઃખદ ઘટના બની હતી. ભારે વરસાદને કારણે થયેલા ભૂસ્ખલન અને કાચું ઘર...
સવારે 6:30 કલાકે ડેમનું લેવલ 136.78 મીટર (93.69) ટકા : ઉપરવાસમાં વરસાદને પગલે ડેમનું લેવલ જાળવવા માટે પ્રવાહ મુજબ રેડિયલ ગેટ ખોલવામાં...
જળાશયમાં હાલનું લેવલ 87.92 મીટર પહોંચ્યું : નદીના કિનારે આવેલા ગામોના લોકોને સાવચેત કરવામાં આવ્યા : ( પ્રતિનિધી )વડોદરા,તા.30 પંચમહાલ જિલ્લાના હાલોલ...
ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી જાપાન પહોંચી ગયા તેને કારણે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનું બ્લડપ્રેશર વધી ગયું છે. ડોનાલ્ડ ટ્રમ્પ હાલમાં સમગ્ર...
કોઈ પણ પ્રસંગ હોય એનો ઉમંગ હોય,ઉત્સવ હોય એનો ઉત્સાહ હોય પણ એની ઉજવણીમાં ઉન્માદ ભળે ત્યારે એના પરિણામ ગંભીર અને ઉદ્વેગ...
રાજધાની દિલ્હીમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. દક્ષિણ દિલ્હીના પ્રખ્યાત કાલકાજી મંદિરમાં પ્રસાદને લઈને થયેલા વિવાદ બાદ એક સેવાદારની લાકડીઓ વડે...
ગાંધીનગર ખાતે સર્વાનુમતે લેવાયેલા નિર્ણયમાં વાઇસ-ચેરમેન પદે સંગ્રામ ચૌધરીની બિનહરીફ વરણી
(પ્રતિનિધિ) આણંદ તા.9
ગુજરાત કો-ઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન (GCMMF – અમૂલ)ના મેનેજિંગ ડિરેક્ટર ડો. જયેન મહેતાની સરદાર પટેલ કો-ઓપરેટિવ ડેરી ફેડરેશન લિમિટેડના ચેરમેન તરીકે સર્વાનુમતે પસંદગી કરવામાં આવી છે. અમૂલફેડ ડેરી, ગાંધીનગર ખાતે યોજાયેલી ચૂંટણીમાં બનાસકાંઠા જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘના પ્રતિનિધિ સંગ્રામ ચૌધરીને વાઇસ-ચેરમેન તરીકે ચૂંટવામાં આવ્યા છે. આ વરણી સાથે જ દેશભરમાં સહકારી ડેરી આંદોલનને વધુ મજબૂત બનાવી ‘સહકારથી સમૃદ્ધિ’ ના વિઝનને વેગ આપવા નવી નેતાગીરી સજ્જ થઈ છે.
સરદાર પટેલ કો-ઓપરેટિવ ડેરી ફેડરેશન લિમિટેડના પદાધિકારીઓની આ ચૂંટણીમાં ડો.જયેન મહેતાના નામનો પ્રસ્તાવ GCMMF ના ચેરમેન અશોક ચૌધરી દ્વારા મૂકવામાં આવ્યો હતો, જેને અમૂલ ડેરીના ચેરમેન શાભેસિંહ પરમારે સમર્થન આપ્યું હતું. ભારત સરકારના સહકાર મંત્રાલય દ્વારા નિયુક્ત રિટર્નિંગ ઓફિસર અને ગાંધીનગરના કલેક્ટર રવિન્દ્ર ડી. ખટાલે દ્વારા આ ચૂંટણી પરિણામોની સત્તાવાર જાહેરાત કરવામાં આવી હતી. સંસ્થાના બાયલોઝ મુજબ, બંને હોદ્દેદારો 5મી મે 2026 થી બોર્ડ ઓફ ડિરેક્ટર્સના કાર્યકાળ સુધી પોતાની સેવાઓ આપશે.
ઉલ્લેખનીય છે કે, એસપીસીડીએફનું ઉદ્ઘાટન 6ઠ્ઠી જુલાઈ 2025ના રોજ કેન્દ્રીય સહકાર મંત્રી અમિત શાહ દ્વારા કરવામાં આવ્યું હતું. આ ફેડરેશનના બોર્ડમાં GCMMF અને તેના 10 સભ્ય દૂધ સંઘો ઉપરાંત આસામ, મહારાષ્ટ્ર અને ઉત્તર પ્રદેશ ની સહકારી મંડળીઓના પ્રતિનિધિઓનો પણ સમાવેશ થાય છે. આ સંસ્થાનો મુખ્ય હેતુ 20 રાજ્યોના 20 હજારથી વધુ ગામોના 20 લાખથી વધુ દૂધ ઉત્પાદક ખેડૂતોને ગુજરાત બહાર સંગઠિત સહકારી માળખા સાથે જોડી તેમને દૂધના વ્યાજબી ભાવ અને આધુનિક સુવિધાઓ પૂરી પાડવાનો છે.
આ પહેલ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને સહકાર મંત્રી અમિત શાહના “વ્હાઇટ રિવોલ્યુશન 2.0” ના વિઝનને સુસંગત છે. નવનિયુક્ત ચેરમેન ડો.જયેન મહેતા અને વાઇસ-ચેરમેન સંગ્રામ ચૌધરીએ તેમના પર મૂકવામાં આવેલા વિશ્વાસ બદલ આભાર વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, તેઓ અમૂલની મેનેજમેન્ટ અને માર્કેટિંગ કુશળતાનો લાભ દેશભરના ખેડૂતો સુધી પહોંચાડી ગ્રામ્ય સમૃદ્ધિને ગતિ આપવા માટે કટિબદ્ધ છે.