Latest News

More Posts

દિવાળીમાં કંઈ આપતા નથી જેથી રૂપિયા તો આપવા જ પડશે, જો રૂપિયા નહીં આપે તો નંદેસરીમાં આવવા કે ધંધો નહી કરવા દઉં અને પતાવી દઇશ તેવી ધમકી આપી
વડોદરા તા.10

વડોદરા શહેર નજીક આવેલા નંદેસરી ગામના સરપંચની દાદાગીરી દિન પ્રતિદિન વધી રહી છે. ત્યારે હવે આ માથાભારે સરપંચે જીઆઇડીસી માં આવેલી ખાનગી કંપનીના કોન્ટ્રાક્ટના મેનેજરને તમે દિવાળીમાં આપતા નથી, જેથી ઓછામાં ઓછા 15 થી 20 હજાર રૂપિયા આપવા પડશે તેમ કહી ખંડણી માંગી હતી. જો રૂપિયા નહીં આપે તો નંદેસરીમાં આવવા કે ધંધો પણ નહીં કરવા દઉં. ત્યારે મેનેજરે રૂપિયા તમને કેમ આપું તેવું કહેતા સરપંચે હવે નંદેસરીમાં દેખાયો તો પતાવી દઈશ તેવી ધમકી આપી હતી. જેથી ડરી ગયેલા મેનેજર એ નંદેસરી પોલીસનો સહારો લીધો છે.

વડોદરાના ઉડેરા ગામમાં દિયા સ્ટાઇલ હોમ્સ સોસાયટીમાં રહેતા કૌશલપ્રસાદ શ્રીનથ્થુપ્રસાદ ત્રીપાઠી નંદેસરી જીઆઈડીસી ખાતેની ફાર્મશન કંપનીના લેબર કોટ્રાક્ટમા છેલ્લા બે વર્ષથી મેનેજર છે. 29 ઓક્ટોબરના રોજ સાંજના છ વાગ્યા દરમ્યાન મેનેજર ફાર્મેશન કંપની ખાતે આવ્યા હતા. ત્યારે નંદેસરી ગામનો સરપંચ દિલિપ જગદિશ પરમાર પોતાની કારમાં અન્ય શખ્સ સાથે કંપનીના ગેટ પાસે આવ્યો હતો. સરપંચ દિલિપ પરમાર કારમાંથી નીચે ઉતારી મેનેજર પાસે આવ્યો હતો અને તમે દિવાળીનું કંઈ આપતા નથી, જેથી ઓછામાં ઓછા 15 થી 20 હજાર તો આપવા જ પડશે તેમ કહેવા લાગ્યો હતો.મેનેજરે તમને પૈસા કેમ આપુ તેમ કહેતા દિલિપ પરમાર રોષે ભરાયો હતો અને નંદેસરીમાં ધંધો કરવો હશે તો પૈસા આપવા જ પડશે નહીતર હુ તને નંદેસરીમાં આવવા નહી દઉ અને ધંધો પણ નહી કરવા દઉં તેમ કહીને ગંદી ગાળો ભાંડી ધમકી આપી હતી. જેથી મેનેજરે દિલિપ પરમારને ગાળો નહીં આપવાનું કહેતા તેને એક લાફો મારી દીધો હતો. ત્યારબાદ તુ અહીંયાથી જતો રહેજે અને જો હવે તુ નંદેસરીમાં ક્યાય દેખાયો તો તને પતાવી દઈશ તેમ કહી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. જેથી મેનેજરે નંદેસરી પોલીસે નંદેસરી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

To Top