વડોદરામાં સગા સંબંધીઓએ જ પરિવારનો હક્ક ડુબાડ્યો!પિતાના મૃત્યુ બાદ વારસાઈ કરાવવા જતાં ભાંડો ફૂટ્યો: વડસરની કરોડોની સહિયારી જમીન 2008માં જ વેચાઈ ગઈ...
દેશની સૌથી મોટી એરલાઇન ઇન્ડિગોમાં આઠ દિવસથી ચાલી રહેલા સંકટ વચ્ચે સરકારે ઇન્ડિગો સામે કડક કાર્યવાહી કરી છે. સોમવારે નાગરિક ઉડ્ડયન મંત્રાલયની...
સુરત જિલ્લાના ઓલપાડ તાલુકામાં ‘પ્લાસ્ટિક મુક્ત ઓલપાડ’ અભિયાન હેઠળ સિંગલ-યુઝ પ્લાસ્ટિકનો વપરાશ બંધ કરી કાપડની થેલી વાપરવાના ઉદ્દેશ્ય સાથે થયેલી કોટન બેગ...
સવારના નાસ્તાના શોખીનો સાવધાન: છોલે-ભટુરે બનાવતા વેપારીઓ ગ્રાહકોના આરોગ્ય સાથે રમતા હતા; વપરાયેલું તેલ સ્થળ પર જ નષ્ટ કરાયુંવડોદરા : શહેરના મુખ્ય...
! શિક્ષિકાના મોતના પગલે કડક બજારમાં VMCનું બુલડોઝર એમ્બ્યુલન્સ ન પહોંચી શકતાં થયેલા મૃત્યુ બાદ સ્કૂલની ફરિયાદ: વેપારીઓના ભારે વિરોધ વચ્ચે ,18...
શહેરમાં હત્યા જેવી ગંભીર ઘટનાઓના ઉપરાછાપરી બનાવો બની રહ્યાં છે જેને લઈને કાયદો વ્યવસ્થા કથળી રહી હોવાની ચર્ચાઓ ચાલી રહી છે, ત્યારે...
ન્યાયાધીશે કહ્યું: “પ્રથમદર્શનીય કેસ” 187 વિદેશી નાગરિકોને ચૂનો ચોપડનારા જેલમાં જ રહેશે વડોદરા: વડોદરાના ચાપડ રોડ પર એક બંગલામાં ગેરકાયદેસર રીતે કોલ...
ગ્રાહકો સાથે મળી નકલી દાગીનાને શુદ્ધ ગણાવ્યા; વારસિયા પોલીસે 3 આરોપીઓ સામે ગુનો દાખલ કર્યો વડોદરા : સેન્ટ્રલ બેન્ક ઓફ ઇન્ડિયાની ન્યુ...
શહેરભરમાં ગેરકાયદેસર બાંધકામો અને દબાણોને દૂર કરવાની કામગીરી વચ્ચે આજે સુરત મનપાના સેન્ટ્રલ ઝોન દ્વારા કોટ વિસ્તારમાં ધારાસભ્ય અરવિંદ રાણાનાં ઘર પાસે...
સંસદના શિયાળુ સત્રમાં ઘણા મુદ્દાઓ ઉઠાવવામાં આવી રહ્યા છે. બંને ગૃહોમાં SIR, BLO મૃત્યુ અને ઈન્ડિગો કટોકટીના મુદ્દાઓ ઉઠાવવામાં આવી રહ્યા છે....
ગાંધીનગર: કેન્દ્રિય ચૂંટણી પંચની સૂચના અનુસાર ગુજરાતમાં મતદાર યાદીની ખાસ સઘન સુધારણા ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. ગત તા. 27 ઓક્ટોબર 2025થી...
ગાંધીનગર: આધુનિક યુગના માછીમારી બંદરો હવે માત્ર નૌકાઓના અવરજવર માટેના સ્થિર માળખા નથી. તેઓ દરિયાઈ આજીવિકા, નિકાસ, સમુદાય સમૃદ્ધિ અને રાજ્યના બ્લુ...
ગાંધીનગર: હમણાં જ આપણી વચ્ચેથી કેન્દ્રિય ગૃહ મંત્રી ગયા..આપણે બધાં જ તેમને ઓળખીએ છીયે, ચાણકય તરીકે…તેઓ છે પણ ચાણકય … કોને આગળ...
અમદાવાદ: દ્વારકામાં આખલાઓના ત્રાસને લઈને ગુજરાત હાઇકોર્ટમાં જાહેર હિતની અરજી કરવામાં આવી છે. આ અરજીની પ્રાથમિક સુનાવણીમાં હાઇકોર્ટે દ્વારકા નગરપાલિકાના ચીફ ઓફિસર...
અમદાવાદ: અમદાવાદમાં એક રિક્ષાવાળા ભાઈએ સ્પષ્ટ રીતે સ્વીકાર્યું હતું કે પોલીસ વહીવટદાર દ્વારા દર મહિને રીક્ષાનો રૂ. 1,000નો હપ્તો વસૂલાય છે અને...
ગાંધીનગર: સાયબર ગુનેગારોના સમગ્ર નેટવર્કને ધરમૂળથી તોડી પાડવા ગુજરાત પોલીસના સાયબર સેન્ટર ઓફ એક્સેલન્સ દ્વારા ‘ઓપરેશન મ્યૂલ હન્ટ’ અંતર્ગત ખાસ એક્શન પ્લાન...
સુરત : સુરતના નાનાવરાછા વિસ્તારમાં આવેલી એકતાનગર સોસાયટીમાં રવિવારે રાત્રે અહીંના માથાભારે ઇસમે સાગરિતો સાથે મળીને બુટલેગર પર હિંસક હુમલો કર્યો હતો....
ગાંધીનગર: દેશભરમાં જુદી જુદી બેંકોમાં મ્યૂલ એકાઉન્ટ ખોલાવીને સાયબર ફ્રોડના નાણાં જમા કરાવી ક્રિપ્ટો કરન્સીમાં રૂપાંતર કરી 719 કરોડ રૂપિયાની ઠગાઈ કરતી...
ગાંધીનગર : રાજયમાં આજે સોમવારે રાજયમાં કચ્છના નલિયામાં ઠંડીમાં વધારો થયો છે. ખાસ કરીને રાજયમાં આજે સોમવારે ઠંડીનો ચમકારો અનુભવાયો હતો. કચ્છના...
અમદાવાદ: સાબરમતી સ્ટેશન પર ચાલુ નિર્માણ કાર્ય તથા બ્લોક લેવાતાં હોવાથી આ ટ્રેન તારીખ 16.12.2025 થી 15.06.2026 દરમિયાન ગાંધીગ્રામ અને સાબરમતી સ્ટેશનો...
ગાંધીનગર: અજાણ્યા શખ્સો દ્વારા વોટ્સએપના માધ્યમથી શેરબજારમાં રોકાણ કરવા માટે લલચાવીને રોકાણ કરાવી 26.66 કરોડની છેતરપિંડી કરતી ગેંગના સાત સાગરીતની સ્ટેટ સીઆઈડી...
છતરપુર જિલ્લાના ખજુરાહોમાં એક હોટલમાં ડિનર લીધા બાદ ત્રણ કર્મચારીઓના ફૂડ પોઇઝનિંગથી મૃત્યુ થયા હતા અને પાંચ અન્ય લોકોની હાલત ગંભીર છે....
ઇન્ડિગોમાં ચાલી રહેલા મોટા ઓપરેશનલ કટોકટી વચ્ચે, નાગરિક ઉડ્ડયન મંત્રાલય (MoCA) એ એરલાઇન સામે કડક કાર્યવાહી કરી છે. મંત્રાલયે તેને તેની શિયાળુ...
દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટે કોંગ્રેસના ભૂતપૂર્વ અધ્યક્ષ અને રાજ્યસભા સાંસદ સોનિયા ગાંધીને નોટિસ ફટકારી છે. સ્પેશિયલ જજની કોર્ટે સોનિયા ગાંધીને 1980માં ભારતીય...
IPL 2026 સીઝન માટે ખેલાડીઓની હરાજીની યાદીને અંતિમ સ્વરૂપ આપવામાં આવ્યું છે. 16 ડિસેમ્બરે અબુ ધાબીમાં યોજાનારી આ હરાજીમાં કુલ 350 ખેલાડીઓ...
1265 લોકોની વસતી ધરાવતા મોતાલી ગામમાં 73.45 ટકા લોકો સાક્ષર, મોતાલી ગ્રામ પંચાયતમાં લાઈટની બચત માટે સોલાર રૂફટોપ સિસ્ટમ ઉપલબ્ધ અંકલેશ્વર તાલુકાથી...
રસોડું જ આપણું સાચું દવાખાનું છે દવાખાને જવાની જરૂર નથી!દાદીમાનું વૈદું પેટનાં દર્દો વાસ્તે…! અજમો ફાકી ઉપર ગરમ પાણી પીવાથી પેટનો દુખાવો,...
ઝઘડિયા,તા.9 ભરૂચ જિલ્લાના ઝઘડિયા GIDCમાં આવેલી નાઇટ્રેક્સ કંપનીમાં આજે વહેલી સવારે બ્લાસ્ટ થતા ભારે અફડાતફડી મચી ગઈ હતી.આ દુર્ઘટનામાં કેટલાક કામદારો ઇજાગ્રસ્ત...
બ્રિટનમાં ભારતીયોની વસ્તી ધરાવતા લેસ્ટરમાં ભારતીયોની પાન-માવા ખાઈને પિચકારી મારવાની કુટેવને કારણે અહીંના સ્થાનિકો ત્રાહીમામ પોકારી ગયા છે એટલે લેસ્ટર કાઉન્ટીએ થૂકવા...
અમે વર્ષોથી ‘ગુજરાતમિત્ર’ વાંચીએ છીએ. લગભગ 54 વર્ષ થવાના મને પણ મારા પતિદેવ તો એ પહેલાંથી જ સુરતમાં વાંચતા હતાં. લખવાનું કારણ...
સાવલી, તા. 10: સાવલી તાલુકાના ઝુમખા ગામની સીમમાં આજે સવારે ખેતરમાં પાણી મૂક્તા યુવાન ખેડૂત જગદીશભાઈ પરમાર (34) ને વીજ કરંટ વાગતા મોત નિપજ્યું હતું. બોરકૂવાની મોટરના ખુલ્લા વાયરથી પાણીમાં કરંટ ઉતરતા અકસ્માત બન્યો હોવાનું પ્રારંભિક તપાસમાં ખુલ્યું છે.
મળતી માહિતી મુજબ, જગદીશભાઈ પોતાના મોટાભાઈ ગીરીશભાઈ સાથે કૌટુંબિક બનેવી ચંદ્રસિંહ પરમારના તમાકુના ખેતરમાં પાણી મૂકવા ગયા હતા. ગીરીશભાઈ પાઈપ લેવા ગયા તે દરમ્યાન જગદીશભાઈ બોરવેલ પાસે પહોંચતા જ ખુલ્લા વાયરથી ફેલાયેલા કરંટના સંપર્કમાં આવતા નીચે પટકાયા હતા. ગીરીશભાઈ પરત ફરતા ઘટના જણાઈ આવતાં પરિવારજનો અને ગ્રામજનો ખેતર તરફ દોડી આવ્યા હતા.
જગદીશભાઈને તાત્કાલિક સાવલીની જમનોત્રી હોસ્પિટલ લઈ જવાયા હતા, જ્યાં ફરતા ડોક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા હતા. દુર્ઘટનાના સમાચારે ઝુમખા ગામમાં વ્યાપક ગમગીની ફેલાવી હતી.
ડેસર પોલીસે ઘટનાની જાણ થતાં સ્થળ સુધી પહોંચી પ્રાથમિક તપાસ હાથ ધરી હતી. ગીરીશભાઈ પરમારની ફરિયાદના આધારે અકસ્માતે મોતનો ગુનો નોંધાઈ વધુ તપાસ ચાલુ રાખવામાં આવી છે.