સુરત: (Surat) હોળી (Holi) અને રમજાનઇદના (Ramzan) પર્વ ઉપરાંત આગામી લગ્નસરાની સીઝનની ખરીદી ચાલી રહી છે. એવા સમયે શનિવારે અને રવિવારે કાપડ...
હરિયાણાના ગુરુગ્રામ જિલ્લામાં (Gurugram), કોરોના ચેપના કેસો ઝડપથી વધી રહ્યા છે. છેલ્લા 24 કલાકમાં શહેરમાં કોરોનાવાયરસના (Coronavirus) 141 નવા કેસ નોંધાયા છે,...
સુરત: (Surat) રસ્તાઓ પર ઉભા રહીને સામાન્ય વ્યક્તિ પાસેથી માસ્ક નહીં પહેર્યો હોય તો ધરાર એક હજાર રૂપિયા વસૂલી લેતી સુરત પોલીસ...
કોરોના ( CORONA) ચેપની ગતિ ફરી એકવાર વધી રહી છે. રવિવારે લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલા ( OM BIRLA) કોવિડ ( COVID 19)...
અભિનેત્રી પ્રિયંકા ચોપરા ( PRIYNKA CHOPRA) નો ઓપ્રા (OPRAH WINFREY) ને આપેલો ઇન્ટરવ્યૂ ભારે વાયરલ થઈ રહ્યો છે. પ્રોમોસ બહાર આવતાની સાથે...
દિલ્હીમાં કોરોનાના વધતા જતા મામલાને ધ્યાનમાં રાખીને કેજરીવાલ સરકારને પણ એલર્ટ થઈ ગઈ છે. પાછલા દિવસોમાં, અહીં 813 નવા કેસ નોંધાયા છે....
વર્ષ 2021 માં, ઘણી ફિલ્મો થિયેટરો અને ઓટીટી પ્લેટફોર્મ પર રિલીઝ થવા જઈ રહી છે. ઘણી ફિલ્મોમાં ભાગ લેવા જઇ રહી છે....
ઈન્શ્યોરન્સ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (IRDAI) એ સ્પષ્ટ કર્યું છે કે જો કોવિડ -19 રસીકરણને કારણે કોઈને આરોગ્ય સંબંધિત કોઈ...
શનિવારે મુંબઈ(Mumbai)ના પૂર્વ પોલીસ કમિશનર પરમબીરસિંહે મહારાષ્ટ્રના ગૃહમંત્રી (home minister) અનિલ દેશમુખ સામે ગંભીર આરોપ લગાવ્યા બાદ મહારાષ્ટ્રમાં રાજકીય ભૂકંપ સર્જાયો છે. શિવસેનાના...
ISLAMABAD : પાકિસ્તાનના ( PAKISTAN) વડા પ્રધાન ઇમરાન ખાન ( IMRAN KHAN) ને કોરોના વાયરસના ( CORONA VIRUS) ચેપ લાગવાના સમાચાર બાદ...
નવસારી : ઉભરાટ-મરોલી રોડ પર પાણીવાળા ઘાસમાંથી મહારાષ્ટ્રના યુવાનની લાશ મળી હોવાના બનાવમાં પોલીસે મોટો ઘટસ્ફોટ કર્યો છે. જેમાં પત્નીએ જ તેના...
રાજપીપળા: ડેડિયાપાડામાં ડીએસપીનો રોફ મારી એક મહિલાએ યુવક પાસે ફોરેસ્ટ ખાતામાં આર.એફ.ઓ.ની નોકરીની લાલચ આપી 13 લાખ રૂપિયા ખંખેર્યા હોવાની ડેડિયાપાડા પોલીસ...
ભારતીય હવામાન વિભાગ (આઇએમડી) એ ઉત્તરથી મધ્ય ભારતમાં વરસાદની આગાહી કરી છે. પૂર્વોત્તર ભારતમાં પણ હળવા વરસાદ થઈ શકે છે. આઇએમડીએ જણાવ્યું...
અંકલેશ્વર: ગુજરાતના ઔદ્યોગિક હબ તરીકે ગણાતા ભરૂચ જિલ્લામાં છેલ્લા ૧૪ માસમાં ૨૪ જેટલી ઔદ્યોગિક અકસ્માતની ઘટનાઓ સર્જાઇ છે. જેમાં ૪૨ વ્યક્તિએ જીવ...
સોશ્યલ મીડિયા એન્ટી-સોશ્યલ બની ગયું છે તેનું મુખ્ય કારણ એ છે કે તેમાં બે આંખની શરમ નથી નડતી. બે માણસો જયારે રૂબરૂમાં...
‘મેડમ’ને પ્રમોશન?ગુજરાતમાં એક બાજુ કોરોનાનો કેર વધતો જઈ રહ્યો છે તો બીજી બાજુ ગાંધીનગરમાં ચર્ચા છે કે ઘણા સમય પછી રાજ્યના આરોગ્ય...
આ કોરોનાની ઐસી કી તૈસી. તે આપણા દરેક આનંદની વચ્ચે આવે તે તો કેમ ચાલે? આ સામે હોળી – ધૂળેટી આવું આવું...
કળાકીય પ્રવૃત્તિઓ વિના સમય પસાર થઇ રહ્યો છે. આવું તો સદીઓમાં કયારેક જ બને! જે કાંઇ જાહેર પ્રવૃત્તિ થઇ રહી છે તે...
રોગચાળામાં લોકશાહી જોખમમાં મૂકવી જોઇએ? ચૂંટણી અગત્યની કે મતદાતાનું હિત?ભારતમાં વાઇરસ ફરી વકર્યો છે, સ્ટેડિયમ અને સબર્બન ટ્રેન્સ અને બીજું ઘણું ય...
તાન્ઝાનિયાના પ્રમુખ જોહન મગુફુલીનું રહસ્યમય સંયોગોમાં મરણ થયું છે. કદાચ કોરોનાને કૌભાંડ ગણાવવા બદલ તેમની હત્યા કરવામાં આવી છે. જોહન મગુફુલી ક્યાં...
SURAT : છેલ્લા એક વર્ષથી ક્લાસિસ બંધ છે, બે મહિના પહેલા જ ક્લાસિસ શરૂ થયા ત્યાં જ કોરોનાના ( CORONA) ત્રીજા લહેરના...
ક્રિકેટપ્રેમીઓએ ટી.વી. પર નિહાળ્યું હશે કે તાજેતરમાં ક્રિકેટમાંથી નિવૃત્તિ લઇ ભૂતપૂર્વ સ્ટમ્પર હવે ટી.વી. પર કોમેન્ટ્રી કરી રહ્યો છે. અજીત અગારકરે નિવૃત્તિ...
સુરત: સ્થાયી સમિતિ(STANDING COMMITTEE)માં વર્ષ 2021-22 માટે મંજૂર કરાયેલા બજેટ(BUDGET)માં નવા પ્રોજેક્ટ મૂકી લોકોને સપનાં બતાવવાને બદલે વર્તમાન પ્રોજેક્ટને પૂરા કરવા ઉપર...
દુનિયાના દરેક વ્યક્તિનું અંતે લક્ષ્ય ખુશ રહેવાનું હોય છે. ખુશ રહેવું, ખુશ રાખવું અને ખુશી વહેંચવી, અલગ અલગ વાતો છે. સૌથી પહેલા...
સમગ્ર દેશમાં ખાનગી કંપની ( PRIVATE COMPANY) ઓ પાસેથી સૌથી સસ્તી વીજળી ખરીદીને ગ્રાહકોને પૂરી પાડતું દેશનું એકમાત્ર રાજ્ય આજે ગુજરાત છે....
સુરત: બ્યૂરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ (BIS) દ્વારા તા.17 માર્ચના રોજ એક પરિપત્ર બહાર પાડી ગોલ્ડ, સિલ્વર અને ડાયમંડ જ્વેલરીનું વેચાણ (SALE) કરનારા...
GANDHINAGAR : અમદાવાદ સહિત રાજ્યમાં કોરોનાના નવા કેસમાં ( CORONA NEW CASES) ઉછાળો જોવા મળ્યો છે. છેલ્લા 24 કલાક દરમિયાન રાજ્યમાં નવા...
આ દિવસોમાં બજારમાં તરબૂચના ( WATERMELON) ઢગલે ઢગલા જોવા મળી રહ્યા છે . ઉપરથી કડક જોવાતું તરબૂચ અંદરથી સંપૂર્ણપણે પાણીથી ભરેલુ હોય...
GANDHINAGAR : ગુજરાત વિધાનસભામાં ઉદ્યોગ વિભાગની માંગણી પરની ચર્ચાનો જવાબ આપતા સૌરભભાઇ પટેલે ( SAURABH PATEL) જણાવ્યું હતું કે, દેશમાં સૌથી વધુ...
સુરત: સુરતમાં લોકડાઉનની ભારે અફવાઓ ઉડતાં એક તરફ ખુદ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ એવી જાહેરાત કરવી પડી છે કે રાજ્યમાં લોકડાઉન નહીં થાય....
માર્ગ અને મકાન વિભાગના અધિકારીઓ અધૂરી કામગીરી ફરજિયાત પૂર્ણ કરાવશે કે કેમ જોવું રહ્યું ?
પ્રતિનિધિ ગોધરા તા.6
ગોધરા તાલુકાના ડોક્ટરના મુવાડાથી છકડીયા સુધીનો માર્ગ છેલ્લા કેટલાય સમયથી અત્યંત બિસ્માર હાલતમાં હોવાથી વાહનચાલકો ભારે હાલાકી ભોગવી રહ્યા હતા. આ સમસ્યાને ધ્યાનમાં રાખીને માર્ગ અને મકાન વિભાગ રાજ્ય દ્વારા જાન્યુઆરી ૨૦૨૬માં અંદાજે રૂપિયા ૪ કરોડના ખર્ચે આ માર્ગનું રી-સર્ફેસિંગ કરવામાં આવ્યું હતું. સામલી જંગલની મધ્યમાંથી પસાર થતો આ રસ્તો આશરે ૨૦ જેટલા અંતરિયાળ ગામોને જોડતો મુખ્ય માર્ગ છે. નવો રસ્તો બનતા વાહનચાલકોને પ્રાથમિક રાહત તો મળી છે પરંતુ નિર્માણના અઢી મહિના વીતી જવા છતાં કોન્ટ્રાક્ટર અને વિભાગની કથિત બેદરકારીના કારણે રોડની બંને બાજુએ માટી નાખીને સાઈડ શોલ્ડર ભરવાની કામગીરી હજુ સુધી કરવામાં આવી નથી.
સામાન્ય રીતે ડામરનો રોડ બન્યાની સાથે જ સાઈડ શોલ્ડર ભરવા ફરજિયાત હોય છે. આ કામગીરી ન થવાના કારણે રોડની બંને કિનારીઓ ઊંચી અને જોખમી બની ગઈ છે. રાત્રિના સમયે સામેથી આવતા વાહનને સાઈડ આપવા જતા વાહન નીચે ઉતરે તો પલટી ખાઈ જવાની પૂરેપૂરી સંભાવના રહે છે. મોટા વાહનોની વચ્ચે દ્વિચક્રીય વાહનચાલકો પણ અકસ્માતનો ભોગ બની શકે છે. સાઈડ શોલ્ડરના અભાવે માત્ર અકસ્માતનો જ ભય નથી પરંતુ માટીના સપોર્ટ વગર નવા બનેલા ડામર રોડની કિનારીઓ તૂટવા લાગી છે અને ભવિષ્યમાં ચોમાસા દરમિયાન રોડ જલ્દી ધોવાઈ જવાનું પણ જોખમ ઊભું થયું છે. તદુપરાંત, આ માર્ગ જંગલમાંથી પસાર થતો હોવાથી તેમાં અનેક ભયજનક વળાંકો આવેલા છે. આ વળાંકો પર કોઈ જ સૂચન બોર્ડ લગાવવામાં આવ્યા નથી કે વાહનોને ખીણ કે ખાઈમાં ખાબકતા અટકાવવા માટે લોખંડના ક્રેશ બેરિયર પણ નાખવામાં આવ્યા નથી. સુરક્ષાના આ અભાવે ભૂતકાળમાં કાર સીધી સાઈડમાં ઘૂસી ગઈ હોવાના બનાવો પણ બની ચૂક્યા છે.
આ ગંભીર બેદરકારી અંગે માર્ગ અને મકાન વિભાગનું ધ્યાન દોરવા ગુજરાત મિત્રના પ્રતિનિધિ દ્વારા ગત તારીખ ૦૨/૦૪/૨૦૨૬ના રોજ નાયબ કાર્યપાલક ઈજનેર અને કાર્યપાલક ઈજનેરની રૂબરૂ મુલાકાત લેવાનો પ્રયાસ કરાયો હતો પરંતુ તેઓ અન્ય કાર્યક્રમમાં હોવાનું જણાયું હતું. ત્યારબાદ ૦૬/૦૪/૨૦૨૬ના રોજ ટેલિફોનિક સંપર્ક કરતા બંને અધિકારીઓએ ફોન રિસીવ કરવાની તસ્દી લીધી ન હતી. તંત્રના આ ઉદાસીન વલણને કારણે કોન્ટ્રાક્ટરની કામગીરી સામે અનેક સવાલો ઊભા થયા છે અને નિર્દોષ જનતાના જીવ જોખમમાં મુકાયા છે.
રિપોર્ટર: આશિષ બારીયા