Latest News

More Posts

જૂનાં ચલચિત્રોની અભિનેત્રીઓ અદ્‌ભુત સૌંદર્ય ધરાવતી હતી. મધુબાલા, મીનાકુમારી, કામિની કૌશલ, વૈજયંતિમાલા વિ. અનેક અભિનેત્રીઓએ સૌંદર્ય દ્વારા અભિનયનો ઉજાસ પાથર્યો હતો. સાડીમાં એમનું મોહક સૌંદર્ય ખીલી ઊઠતું હતું. એમને દેહ પ્રદર્શનની આવશ્યકતા જ ન હતી. સરસ્વતી ચંદ્રમાં ગુજરાતી ઢબે સાડી પરિધાન કરેલી નૂતન કેટલી સુંદર દીસતી હતી અને આજે…? જાણે દેહપ્રદર્શન વિના ફિલ્મોમાં અભિનય જ નહીં થઇ શકે એવી માનસિકતા અભિનેત્રીઓમાં દૃશ્યમાન થાય છે! દેહલાલિત્ય બતાવ્યા વિના એમને ચલચિત્રમાં કામ કરવાની તક નહીં પ્રાપ્ત થતી હોય? સાડી જેવો ભારતીય પારંપારિક પોશાક એમને સુપ્રાપ્ય જ નહીં હશે?

કદાચ નિર્માતા-નિર્દેશકની સૂચના મુજબ એમણે અંગપ્રદર્શન કરવું પડતું હશે પરંતુ જયારે ફોટો સેશન કે પાર્ટીના પ્રસંગ હોય ત્યારે પણ દેહપ્રદર્શન કરવાનું યોગ્ય ગણાય? સાડી કે સલવાર સુટમાં પણ સૌંદર્યવાન દેખાઇ જ શકીએ. જૂનાં ચલચિત્રોની અભિનેત્રીઓ સાડીમાં સોહામણી અને જાજરમાન વ્યકિતત્વ ધરાવતી દૃશ્યમાન થતી હતી અને એમનો અભિનય પણ બેમિસાલ જ હતો. એમણે અંગપ્રદર્શનનો સહારો લીધો જ ન હતો. કદાચ દર્શકોને અભિનેત્રીઓનું અંગપ્રદર્શન વધુ માન્ય અને પસંદ હોઈ શકે! એટલે દર્શકોની રસરુચિ મુજબ ચલચિત્રો બનાવાતાં હશે! જેવી જેની માનસિકતા. અભિનેત્રીઓને યેનકેન પ્રકરેણ નાણાં અને કામ મેળવવામાં જ રસ હોય! પછી જે ભોગ આપવો પડે?
સુરત     – નેહા શાહઆ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

To Top