Latest News

More Posts

( પ્રતિનિધી )વડોદરા,તા.12

પશ્ચિમ રેલવેના વડોદરા મંડળના વિશ્વામિત્રી – ડભોઈ સેક્શનમાં આવેલ પ્રતાપનગર સ્ટેશન પર યાર્ડ રિમોડલિંગ કામ માટે એન્જિનિયરીંગ બ્લોક લેવામાં આવશે, આ બ્લોકના કારણે 14 નવેમ્બર 2025 ના રોજ કેટલીક ટ્રેનો સંપૂર્ણ તો કેટલીક આંશિક રદ રહેશે.

સંપૂર્ણ પણે રદ ટ્રેનોમાં ટ્રેન નં. 69201 પ્રતાપનગર – એકતાનગર મેમૂ ટ્રેન 14 નવેમ્બર ના રોજ રદ રહેશે. ટ્રેન નં. 69202 એકતાનગર – પ્રતાપનગર મેમૂ ટ્રેન 14 નવેમ્બર ના રોજ રદ રહેશે. ટ્રેન નં. 69203 પ્રતાપનગર – એકતાનગર મેમૂ ટ્રેન 14 નવેમ્બર ના રોજ રદ રહેશે. ટ્રેન નં. 69204 એકતાનગર – પ્રતાપનગર મેમૂ ટ્રેન 14 નવેમ્બર ના રોજ રદ રહેશે. ટ્રેન નં. 69205 પ્રતાપનગર – એકતાનગર મેમૂ ટ્રેન 14 નવેમ્બર ના રોજ રદ રહેશે. ટ્રેન નં. 69206 એકતાનગર – પ્રતાપનગર મેમૂ ટ્રેન 14 નવેમ્બર ના રોજ રદ રહેશે. ટ્રેન નં. 59117 પ્રતાપનગર – છોટાઉદેપુર પેસેન્જર ટ્રેન 14 નવેમ્બર ના રોજ રદ રહેશે. ટ્રેન નં. 59122 છોટાઉદેપુર – પ્રતાપનગર પેસેન્જર ટ્રેન 14 નવેમ્બર ના રોજ રદ રહેશે. ટ્રેન નં. 59125 પ્રતાપનગર – છોટાઉદેપુર પેસેન્જર ટ્રેન 14 નવેમ્બર ના રોજ રદ રહેશે. ટ્રેન નં. 59126 છોટાઉદેપુર – પ્રતાપનગર પેસેન્જર ટ્રેન 14 નવેમ્બર ના રોજ રદ રહેશે. ટ્રેન નં. 59123 પ્રતાપનગર – જોબટ પેસેન્જર ટ્રેન 14 નવેમ્બર ના રોજ રદ રહેશે. ટ્રેન નં. 59124 જોબટ – પ્રતાપનગર પેસેન્જર ટ્રેન 14 નવેમ્બર ના રોજ રદ રહેશે. જ્યારે આંશિક રૂપે રદ રહેનાર ટ્રેનોમાં 14 નવેમ્બર 2025 ના રોજ ટ્રેન નં. 59118 અલીરાજપુર – પ્રતાપનગર પેસેન્જર ડભોઈ સુધી ચાલશે તથા ડભોઈ – પ્રતાપનગર વચ્ચે આંશિક રદ રહેશે. 14 નવેમ્બર 2025 ના રોજ ટ્રેન નં. 59121 પ્રતાપનગર – અલીરાજપુર પેસેન્જર ડભોઈથી ચાલશે તથા પ્રતાપનગર – ડભોઈ વચ્ચે આંશિક રદ રહેશે. આ ફેરફારને ધ્યાનમાં રાખીને યાત્રા કરવા અને ટ્રેનોના સંચાલન સમય, રોકાણ અને સંરચનાથી સંબંધિત વિગતવાર માહિતી વેબસાઈટ પર મેળવવા રેલવે યાત્રીઓને જણાવવામાં આવ્યું છે.

To Top