સુરત: (Surat) સુરતથી શારજાહ ફલાઇટ (SURAT TO SHARJAH FLIGHT)નું બુકિંગ ફરી શરૂ થયું છે. ફલાઇટ અઠવાડિયાના 2 દિવસ હાલ ચાલુ થઈ રહી...
સુરત: (Surat) સુરત મહાનગરપાલિકાની ચુંટણીની જાહેરાત થતા જ વિવિધ પાર્ટીઓ દ્વારા કોવિડ ગાઈડલાઈનના ધજાગરા ઉડાડવામાં આવ્યા હતા જેનું પરિણામ હવે તમામ શહેરીજનો...
સુરત: (Surat) શહેરમાં કોરોનાના કેસમાં (Corona Case) ફરીવાર ઉછાળો આવ્યો છે. ચુંટણી બાદથી જ શહેરમાં પ્રતિદિન નોંધાતા પોઝિટિવ દર્દીઓની સંખ્યામાં ઉછાળો આવ્યો...
DGCA (ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન) એ ફ્લાઇટ દ્વારા મુસાફરી કરનારા લોકો માટે કડક માર્ગદર્શિકા જારી કરી છે. ડીજીસીએએ પોતાની નવી સૂચનાઓમાં...
નવસારી, વલસાડ: (Valsad Navsari) વલસાડ જિલ્લામાં શનિવારે કોરોનાના 3 કેસ નોંધાયા હતા. જ્યારે બે દર્દીઓને રજા અપાઈ છે. વલસાડ જિલ્લામાં અત્યાર સુધી...
ગયા અઠવાડિયે આપણે સ્ટડી હેબીટ પર વિગતવાર જોયું. કોરોનાના કાળમાં વિદ્યાર્થીઓ on + offline ભણ્યા, પરીક્ષાઓ offline આપવાની. ધો. ૯ થી ૧૨...
દરેક વ્યકિતનાં જીવનમાં કશુંક તો એવું ‘ખાનગી’ હોય છે, જે એણે સૌની નજરથી છુપાવીને રાખવું પડતું હોય છે. માણસ ગમે તેટલો સરળ...
દ્રવિડ મુનેત્ર કડગમ (DMK) ના અધ્યક્ષ એમ.કે. સ્ટાલિને ( M K STALIN) શનિવારે તમિળનાડુ વિધાનસભાની ચૂંટણીઓ માટે પાર્ટીનું ઘોષણા પત્ર ( MENIFESTO)...
અમેરિકાની પૂર્વ ફર્સ્ટ લેડી મિશેલ રોબિન્સન ઓબામાએ તેમનું સંસ્મરણ લખ્યું છે, નામ છે ‘બિકમિંગ’. પુસ્તકમાં તેમણે તેમના ગહેરા અંગત અનુભવો, તેમના પરિવારના...
ગયા વર્ષે, 2020 માં, યુ.એસ. માં પોલીસ કસ્ટડીમાં જ્યોર્જ ફ્લોઇડના મોતનો મામલો આંતરરાષ્ટ્રીય હેડલાઇન્સમાં રહ્યો હતો. હવે જ્યોર્જના મૃત્યુના કિસ્સામાં, અમેરિકાના મિનેપોલિસ...
કેટલીક વાતો એક યા બીજા સ્વરૂપે, વારંવારના પુનરાવર્તનથી એવી ઠસાવી દેવામાં આવે છે કે તેની સામે સવાલ ઉઠાવનાર ‘નાતબહાર’ ગણાઈ જાય. આ...
પાર્થિવ પટેલ, કિરણ મોરે, નયન મોગિયા, પઠાણ બંધુઓ, ચેતેશ્વર પૂજારા, જયદેવ ઉનડકટ, રવીન્દ્ર જાડેજા ગુજરાત, સૌરાષ્ટ કે વડોદરા વતી છેલ્લા બે દાયકાથી...
સુરત: (Surat) સુરતમાં કોરોનાના નવા સ્ટ્રેનના નવા કેસો સામે આવ્યા પછી પાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા કાપડ માર્કેટોનાં (Textile Market) એસોસિએશનોને પત્ર લખી...
કોઈ પણ સત્યાગ્રહ આરંભતા પહેલાં ગાંધીજી સામે પક્ષને સમાધાની અર્થે પ્રસ્તાવ મોકલતાં. દાંડીકૂચ આરંભતા અગાઉ પણ તત્કાલીન વાઇસરૉય લૉર્ડ અર્વિનને ગાંધીજીએ સમાધાનના...
નાટક (અને ફિલ્મ) એક એવો કળાપ્રકાર છે કે જેમાં કોઇએ ખાસ કરીને પ્રદાન કરવું હોય તો કેટલાક કાયમી સાથી જોઇએ. એ એવા...
સુરત: (Surat) સરથાણાના ગેરેજ માલિક ઇર્શાદ પઠાણ અને તેની ટોળકીએ જે વાહનોનું મેન્યુફેક્ચરિંગ થયું જ નથી તેવાં વાહનોના બોગસ દસ્તાવેજો બનાવી લોન...
એક ફાઈલ ટેબલ પર પડી છે. દુનિયાભરના હવસખોરોએ કરેલાં દુષ્કર્મોનું એમાં વર્ણન છે. એમ સમજો કે ગુનાઓના ગ્રંથમાં અત્યાચારોની અનુક્રમણિકા છે. જંગલમાં...
એક નાનકડા વિરામ પછી રવિવાર માટે લખવાનું નક્કી કર્યું ત્યારે જોયું કે માર્ચનો બીજો બુધવાર – આંતરરાષ્ટ્રીય ધૂમ્રપાન નિષેધ દિવસ તરીકે ઉજવાય...
શું બોલિવૂડની ફિલ્મોની રજૂઆતની જાહેર થયેલી તારીખોનો આધાર અક્ષયકુમારની ‘સૂર્યવંશી’ની રજૂઆત પર છે? આ પ્રશ્ન થવાનું કારણ એ છે કે અનેક મોટી...
સુરત: ઇલેકશન પછી ફરીવાર કોરોનાએ માથુ ઉચક્યું છે અને બેકાબુ બન્યો છે. શહેરમાં અને જિલ્લામાં કોરોનાના કેસોમાં મોટો ઉછાળો જોવા મળ્યો છે....
સેલવાસ: દાદરા નગર હવેલીના (Dadra Nagar Haveli) નરોલી ગામે એક એપાર્ટમેન્ટમાંથી એક ત્રણ વર્ષની બાળકીની હત્યા કરાયેલી લાશ મળી આવતા ચકચાર મચી...
અમદાવાદના મેયર કઈ રીતે બન્યા? અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં 2000 થી 2005 કોંગ્રેસ સત્તામાં આવી અને પૂર્વ વિસ્તારમાં કેટલાય વોર્ડમાં ભાજપનો કારમો પરાજય...
સુરત: (Surat) શહેરમાં ફરીવાર કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે. શહેરમાં જુન-જુલાઈ માસમાં જે કોરોનાનો કહેર હતો તેવી જ પરિસ્થતિ ફરીવાર ઉદભવી રહી...
તમને યાદ હોય તો સાચું કહેજો કે ઉંદરની રેસ તમે છેલ્લે કયારે જોયેલી? ગણપતિના સોગન ખાઇને કહું છું કે ઉંદરની રેસ છેલ્લે...
એક તરફ વિશ્વભરના લોકો પોતાની બદલાતી જીવનશૈલી સંબંધિત રોગોથી ઝઝૂમી રહ્યા છે, જ્યારે ઉત્તર પાકિસ્તાન ( pakistan) ની એક ખીણ આ બધાથી...
સુરત: (Surat) ચૂંટણી (Election) બાદ કોરોનાનું (Corona) સંક્રમણ વધી રહ્યું છે, દિવસે દિવસે કેસોમાં પણ વધારો થઇ રહ્યો છે. હાલમાં 150થી વધુ...
પ્રેમ જો પ્રેમ હોય તો વિચારનું નહીં, હૃદયના સહજ ધબકારનું પરિણામ હોય છે. પ્રેમ કોઇ કરે નહીં થઇ જાય છે. પ્રેમને પ્રેમ...
નવી દિલ્હીથી દહેરાદૂન આવી રહેલી શતાબ્દી એક્સપ્રેસના કોચમાં આગ ભભૂકી ઉઠી હતી. લોકો પાઇલટ્સ અને ગાર્ડ્સે સંવેદનશીલતાથી કંસારો રેલ્વે સ્ટેશન પર ટ્રેન...
સુરત: (Surat) સુરતના મેયર (Mayor) તરીકે વરણી થતાંની સાથે જ નવા મેયર હેમાલી બોઘાવાલાએ કામગીરી શરૂ કરી દીધી હતી. હેમાલી બોઘાવાલાએ કોરોના...
જાપાન અને ચાયનામાં ‘યુઝ એન્ડ થ્રો’ નો જે કન્સેપ્ટ અને માનસિકતા છે તેમાં દિવસે દિવસે ખૂબ વધારો થઇ રહ્યો છે. જો કે...
વિકાસ કામોની ચર્ચામાં વિખવાદ: વાવડી ખુર્દમાં સરપંચ અને ગ્રામજન વચ્ચે મારામારીના દ્રશ્યો સર્જાયા
વાવડી ખુર્દ પંચાયતમાં હોબાળો, સામાન્ય સભામાં મારામારી થતાં મામલો બિચક્યો
પ્રતિનિધિ ગોધરા તા.11
પંચમહાલ જિલ્લાના ગોધરા તાલુકાના વાવડી ખુર્દ ગામે યોજાયેલી ગ્રામ પંચાયતની સામાન્ય સભા શાંતિપૂર્ણ ચર્ચાને બદલે અખાડામાં ફેરવાઈ ગઈ હતી. વિકાસના કામો અંગેની ચર્ચા દરમિયાન મામલો ઉગ્ર બનતા સરપંચ સાથે ઝપાઝપી અને મારામારી થયાનો એક વીડિયો સોશિયલ મીડિયામાં ભારે વાયરલ થયો છે જેણે સમગ્ર પંથકમાં ચર્ચા જગાવી છે.
પ્રાપ્ત વિગતો અને સોશિયલ મીડિયામાં ફરતા થયેલા વીડિયો અનુસાર, વાવડી ખુર્દ ગ્રામ પંચાયત કચેરી ખાતે સામાન્ય સભા ચાલી રહી હતી. સભામાં ગામના વિકાસલક્ષી કામો અંગે ચર્ચા થઈ રહી હતી તે દરમિયાન કોઈ મુદ્દે વાત વણસી હતી.

સૂત્રોના જણાવ્યા અનુસાર, સભા દરમિયાન એક ગ્રામજને સરપંચ પર કેટલાક આક્ષેપો કરતા વાતાવરણ તંગ બની ગયું હતું. જોતજોતામાં શાબ્દિક ટપાટપી ઉગ્ર બની હતી અને મામલો ઝપાઝપી સુધી પહોંચી ગયો હતો. વાયરલ વીડિયોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે સભામાં ઉપસ્થિત લોકો વચ્ચે છુટાહાથે મારામારીના દ્રશ્યો સર્જાયા હતા અને સરપંચ સાથે પણ ગેરવર્તણૂક અને ઝપાઝપી થઈ હતી.

પંચાયત કચેરીમાં અચાનક સર્જાયેલા આ હોબાળાને પગલે ઉપસ્થિત અન્ય ગ્રામ આગેવાનો અને સભ્યોએ વચ્ચે પડીને મામલો થાળે પાડ્યો હતો. જોકે, ગ્રામ પંચાયત જેવી લોકશાહી સંસ્થામાં આવા વરવા દ્રશ્યો સર્જાતા ગામના પ્રબુદ્ધ નાગરિકોમાં નારાજગી જોવા મળી હતી. હાલ તો આ મારામારીનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા સમગ્ર પંથકમાં ચર્ચાએ જોર પકડ્યું છે.